ફરાળી : રાજગરા નો શિરો – નાના મોટા દરેકને પસંદ આવે એવો શિરો તો તમે ક્યારે બનાવો છો…

ફરાળી : રાજગરા નો શિરો :

સામાન્ય રીતે રાજગરાને ફરાળી માનવામાં આવે છે. ધાર્મિક તહેવારોમાં જ્યારે જ્યારે ઉપવાસ હોય ત્યારે લોકો રાજગરાની અવનવી ફરાળી વાનગીઓ બનાવતા હોય છે. રાજગરાનો લોટ બનાવીને તેમાંથી ફરાળી પુરી, પરોઠા, ભાખરી, રોટલી બનાવવામાં આવે છે. તો સાબુદાણા, શિંગોડાના લોટ કે આરારુટના લોટ ના કોમ્બિનેશનથી ફરાળી ઢોસા, ઢોકળા, પિઝા, સેવ જેવી વાનગીઓ પણ બનાવવામાં આઅવે છે. રાજગરાની ધાણી ફોડીને તેમાંથી ધાણીની ચીકી, લાડુ, ખીર, બરફી જેવી સ્વીટ બનાવવામાં આવે છે તો ક્યારેક ફરાળી ચાટ બનાવવામાં આવે છે. ઘણા લોકો ધાણીને વઘારીને પણ ફરાળમાં લેતા હોય છે. રાજગરો હેલ્થ માટે પણ ખુબજ પૌષ્ટિક છે. તેથી જ ફરાળમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે.

આજે હું અહિં ખુબજ હેલ્ધી એવા ફરાળી રાજગરાના શિરાની રેસિપિ આપી રહી છું. આ રેસિપિને ફોલો કરીને બનાવશો તો રાજગરાનો શિરો જરા પણ સ્ટિકિ નહી બને. કમકે ગૃહિણીઓને રાજગરાનો શિરો સ્ટીકિ થતો હોવાની હંમેશા ફરિયાદ હોય છે. તે મારી આ રેસિપિથી સોલ્વ થઇ જશે.

ફરાળી રાજગરાનો શિરો બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ રાજગરાનો લોટ
  • 2 ટેબલ સ્પુન શેકેલી શિંગ નો પાવડર
  • 2 ટેબલ સ્પુન જીણુ કોપરાનું ખમણ
  • 3 ટેબલ સ્પુન ઘી
  • 1 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 1 ½ કપ ગરમ પાણી
  • 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 3 થી 4 ટેબલસ્પુન સુગર પાવડર – સ્વાદ મુજબ

રીત :


સૌ પ્રથમ પાણી ગરમ મૂકો. 1/2 કપ સાદુ પાણી લઇ તેમાં મિલ્ક પાણી મિક્ષ કરી લ્યો.


હવે મિલ્ક પાવડરનું મિશ્રણ ગરમ પાણીમાં ઉમેરી જરા ઉકાળી લો.


ત્યારબાદ એક નોન સ્ટિક પેન માં 3 ટેબલ સ્પુન ઘી ગરમ મૂકો.


ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ રાજગરાનો લોટ ઉમેરો. સતત હલાવતા મિડિયમ ફ્લૈમ પર અધકચરો શેકો.


ત્યાર બાદ તેમાં 2 ટેબલ સ્પુન શિંગ નો ભૂકો, કોપરાનું ખમણ અને કાજુના ટુકડા ઉમેરી મિક્ષ કરી લ્યો.


હવે બધા સાથે રાજગરાનો લોટ ગુલાબી શેકી લ્યો.


લોટનું મિશ્રણ બરાબર શેકાઇ જાય એટલે તેમાં મિલ્ક પાવડર મિક્ષ કરેલું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. અને ફ્લૈમ સ્લો કરી દ્યો.


જરા કૂક થઇ ઘટ્ટ થાય એટલે તેમાં સુગર પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરો.


હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો.


રાજગરાના શિરામાંથી ઘી છૂટું પડતું દેખાય ત્યાં સુધી કૂક કરો.


હવે બાઉલમાં ફરાળી રાજગરાનો શિરો થોડો પ્રેસ કરીને ભરો. અને સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરો.

કાજુ, બદામ અને પિસ્તાના સ્લિવર્સ થી ગાર્નિશ કરી ફરાળી રાજગરાનો શીરો સર્વ કરો.

બધાને ઉપવાસ માટે રાજગરાનો શિરો જરુરથી પસંદ પડશે અને ખૂબજ ભાવશે. અને દરેક ઉપવાસમાં જરુરથી બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *