રાજસ્થાની પંચમેલ તડકાદાળ ઢોકળી

#રાજસ્થાની પંચમેલ તડકાદાળ ઢોકળી

સામગ્રી:

  • નાનો કપ મગની ફોતરાવાળી દાળ
  • તુવેરની દાળ નાનો કપ
  • અડદની દાળ નાનો કપ ચમચી
  • મગની મોગર નાનો કપચમચી
  • ચણાની દાળ નાનો કપ
  • ૫ નંગ બટાકા બાફેલા
  • 200 ગ્રામપાલક કટ કરેલી:
  • ૩ નંગડુંગળી એકદમ ઝીણી ક્રશ કરેલી
  • ૩ નં ગ ટામેટાએકદમ ક્રશ કરેલા
  • ૩ નંગલીલા મરચાં કરેલા
  • ૩ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • સુકુ લસણ 10 નંગ કળીઓ કટ કરેલી
  • કોથમીર ઝીણી સમારેલી જરૂર મુજબ
  • લીલુ લસણ ઝીણું કટ કરેલું જરૂર મુજબ
  • મીઠો લીમડો જરૂર મુજબ
  • ૩ નંગસૂકા લાલ મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીધાણાજીરું
  • 2 ચમચી લાલ મરચું
  • જીરુ જરૂર મુજબ
  • તમાલપત્ર જરૂર મુજબ
  • હિંગસ્વાદાનુસાર
  • ગરમ મસાલો જરૂર મુજબ
  • એક ચમચીઅજમો
  • ઘઉં નો લોટ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીંબુ જરૂર મુજબ
  • જીરું જરૂર મુજબ
  • ઘી ૩ ચમચી

રીત (૧)સ્ટેપ: સૌપ્રથમ એક તાસમાં ઘઉંનો લોટ લો,તેમાં મીઠું ,હળદર લાલ મરચું ,ધાણાજીરું ,ગરમ મસાલો અજમો ,તેલ પાણી નાખીને પૂરી જેવો લોટ બાંધવો.

(૨)સ્ટેપ:. (સ્ટફિંગ)માટે બટાકાને કટરથી એકદમ ભાગીને તેમાં લાલમરચું ,મીઠું ધાણાજીરું ,હળદર, ગરમ મસાલો, લીલું લસણ, કોથમીર ,નાખીને એકદમ મિક્સ કરી દો.

(૩)સ્ટેપ: બધી દાળ ને બેથી ત્રણ પાણી ધોઈને પાણીમાં માં બે કલાક માટે પલાળવી.

(૪) સ્ટેપ:દાળ પલળીજાય પછી બધી દાળ નાખીને અંદર પાણી નાખીને અંદર થોડીક પાલકના દસ નંગપાંદડા નાખી ૩ થી ૪ સિટી કુકર મા મારવી.

(૫) સ્ટેપ: લોટને નો ગુલ્લુ લઈને નાની સાઇઝની ઢોકળી એક પાતળી વણી ને અંદર બટાકા નું સ્ટફિંગ ભરવું, હાથ. થી મદદ વડે મોદક જેવો શેપ આપો.

(૬) સ્ટેપ: હવે દાળને બાફ યા પછી બ્લેન્ડરથી એકદમ ક્રશ કરી દો.

(૭) સ્ટેપ: હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો,તેલ ગરમ થાય એટલે અંદર જીરું બે ચમચી નાખો ,હિંગ ,સૂકા મરચાં , મીઠો લીમડો,તમાલપત્ર , લીલાંમરચાં લીલું લસણ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો, ડુંગળી સમારેલી નાખો, ટામેટા ક્રશ કરેલા નાખો, અને પાલક 200 ગ્રામ જેવી સમારેલી અંદર નાખો. થોડી કોથમીર નાખો.

(૮) સ્ટેપ: બધું શાક મિક્સ કરી દેવું અને ૬ થી ૭ મિનીટ સુધી મિક્સ કરતા રહેવું, હળદર લાલ મરચું ગરમ મસાલો મીઠું ધાણાજીરું અંદર નાખો.

(૯) સ્ટેપ: બધું ચડી જાય પછી બાફેલી દાળ અંદર નાખવી, દાળ ઉકળવા લાગે એટલે સ્ટફિંગઢોકળી એક એકબીજાને ચોંટી નહીં તેમ નાખવી, જરૂર મુજબ પાણી નાખવું, સ્વાદ અનુસાર મીઠું ને નાખવું. લીબું નો રસ નાખવો, હલાવી દેવી.

(૧૦) સ્ટેપ: ઢોકળીની કુકર માં ૨સિટી મારી દેવી.

(૧૧) સ્ટેપ:ઢોકળી રેડી થઈ જાય પછી ઉપરના તડકામાટે વઘારીયા માં બે ચમચી તેલ 2 ચમચી ઘી સુકા મરચા , કટ કરેલુ લસણ , ઝીણી ડુંગળી કટ કરેલી ,મીઠો લીમડો તમાલપત્ર નાખવું અને લાલ મરચું નાંખવું, હિંગ, નાંખી, વગાર ઢોકળી માં નાંખવો, , ઉપર કોથમીર નાખી ગરમ ગરમ પ્લેટ માં કાડી ને સર્વ કરો.

ફાયદા:

(૧) પાંચ દાળ નાખી છે એટલે એકદમ હેલ્ધી છે પૌષ્ટિક છે, અને આપણા શરીર માટે એકદમ ફાયદાકારક છે,

(૨) પાલક પણ પૌષ્ટિક છે અને હેલ્ધી છે.

(૩) આ ઢોકળી હેલ્ધી છે એટલે દાળ પાલક ટમેટા કોથમીર નાખી છે એટલે શરીર માટે ઘણો ફાયદો છે.

રવિવાર ઢોકળી બનાવીએ તો સાથયે મસાલા ભાખરી, પાપડ, જીરા રાઈસ, ડુંગળી, સર્વ કરી છે.

😄જય કૃષ્ણ મિત્રો😄પસંદ આવે.

રવિવાર ઢોકળી બનાવીએ તો સાથયે મસાલા ભાખરી, પાપડ, જીરા રાઈસ, ડુંગળી, સર્વ કરી છે.

આશા રાખું છું મારી રેસિપી જરૂર થી પસંદ આવે🙏👍

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *