રાજસ્થાની ગટ્ટાનું શાક – રોજ શાકમાં નવીનતા જોઈએ છે? તો આ શાક જરૂર બનાવજો.

કેમ છો મિત્રો? દરેક ગૃહિણીનો રોજ સાંજે એક જ પ્રશ્ન હોય કે જમવામાં શું બનાવું? બાળકો છે તો તેમને કાંઈક નવીન ખાવા જોઈએ અને ઘરમાં અમુક વડીલો અને પતિદેવ છે જેમને પેટ ભરાઈને ખાઈ શકે એવી કોઈ વાનગી જોઈએ. રોજ એકનું એક શાક અને ખીચડી ખાઈને કોઈપણ કંટાળી જતું હોય છે, તો આજે એ સખીઓ માટે હું લાવી છું રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવવા માટેની સરળ રેસિપી, આ મસાલેદાર શાક ઘરમાં બધાને ખુબ પસંદ આવશે.

તો ચાલો ફટાફટ શીખવાડી દઉં કે આ શાક કેવીરીતે પરફેક્ટ બનાવશો.

Advertisement

સામગ્રી

 • ચણાનો લોટ – 1 કપ
 • દહીં – અડધો કપ
 • ડુંગળી – 4 મીડીયમ સાઈઝ
 • ટામેટા – 3 મીડીયમ સાઈઝ
 • લીલા મરચા – ચાર નંગ
 • આદુ – નાનો ટુકડો
 • તેલ વઘાર કરવા માટે
 • જીરું – અડધી ચમચી
 • અજમો – અડધી ચમચી
 • હિંગ – એક ચપટી
 • હળદર – અડધી ચમચી
 • લાલ મરચુ – બે ચમચી
 • ધાણાજીરું – 1 ચમચી
 • ગરમ મસાલો – એક ચમચી
 • મીઠું – સ્વાદ પ્રમાણે
 • સોડા – એક ચપટી

ગટ્ટાનું શાક બનાવવા માટેની સરળ રેસિપી

Advertisement

1. સૌથી પહેલા એક પહોળા વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકીશું જેમાં આપણે ગટ્ટા ઉકળવા માટે મુકીશું

2. બાઉલમાં ચણાનો લોટ લઈશું અને તેમાં અજમો ઉમેરીશું, અજમાને બંને હથેળી વચ્ચે થોડો મસળી લેવો અને પછી ઉમેરવો.

Advertisement

3. હવે તેમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, એક ચમચી તેલ મોણ માટે ઉમેરો સાથે એક ચપટી સોડા પણ ઉમેરો.

4. બધું બરાબર મિક્સ કરીને જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

Advertisement

5. લોટ બાંધતા લોટ હાથમાં ચોંટશે એટલે હાથ તેલવાળા કરીને લોટ ભેગો કરી લેવો. અને પછી લોટ બરાબર બંધાઈ જશે.

6. હવે એ લોટમાંથી આપણે ગટ્ટા બનાવીશું, તેના માટે લોટમાંથી એક લુંવું લઈને પાટલી પર કે પાટિયા પર ફોટોમાં બતાવ્યા પ્રમાણે લાંબો રોલ બનાવી લો.

Advertisement

7. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે ચપ્પુની મદદથી ટુકડા કરી લો.

8. પછી એ ટુકડાને દબાવીને બરાબર શેપ આપી દો.

Advertisement

9. હવે પાણી ઉકાળવા લાગ્યું હશે તેમાં બનાવેલ ગટ્ટા ઉમેરી દો.

10. ગટ્ટા શરૂઆતમાં પાણીમાં ડૂબેલા રહેશે પછી ધીમે ધીમે ગટ્ટા પાણી પર ઉપર આવશે, બધા ગટ્ટા બરાબર પાણી પર આવી જાય એટલે સમજો કે તમારા ગટ્ટા પરફેક્ટ બની ગયા છે. હવે તેને પાણીમાં જ રહેવા ડો અને ઢાંકી દો.

Advertisement

11. હવે આપણે ગટ્ટાની ગ્રેવી બનાવીશું તેના માટે એક બાઉલમાં દહીં લો અને તેમાં મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરીશું.

12. બધું બરાબર હલાવી લો. બીજી તરફ મીક્ષરના એક કપમાં ડુંગળી, આદુ, લસણ અને લીલા મરચા ઉમેરો અને તેને રફ ક્રશ કરી લો.

Advertisement

13. હવે શાક વધારવાના પેનમાં તેલ ગરમ મુકો. અને તેમાં જીરું ઉમેરો, જીરું તતડે એટલે તેમાં હિંગ ઉમેરો.

14. હવે મિક્સરમાં ક્રશ કરેલ ડુંગળી, આદુ, મરચા અને લસણની ગ્રેવી ઉમેરો. બધું બરાબર હલાવી લો.

Advertisement

15. હવે આમાં ક્રશ કરેલ ટામેટાની પેસ્ટ ઉમેરો.

16. બધું બરાબર મિક્સ કરી લો અને હવે આમાં દહીંની તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો.

Advertisement

17. હવે આ ગ્રેવીમાં મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો જેથી ગ્રેવીમાં મીઠું બરાબર ભળી જાય.

18. ગ્રેવીમાં હવે આપણે ઢાંકી રાખેલ ગટ્ટા ઉમેરીશું ગટ્ટાને પાણી સાથે જ ઉમેરી લેવા.

Advertisement

19. હવે તેમાં લીલા ધાણા ઉમેરવા અને પછી ગ્રેવીને થોડી ઘટ્ટ થવા દેવી અને ઉકળવાના કારણે બધા મસાલા ગટ્ટામાં બરાબર ચઢી જશે.

20. બસ તો હવે આ ગટ્ટાનું શાક રેડી છે,

Advertisement

તો તમને આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આ શાક તમે રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખાઈ શકો છો પણ આ શાક એ લચ્છા પરાઠા સાથે સૌથી વધુ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂર બનાવજો ઘરમાં બધાને ખુબ પસંદ આવશે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *