રાજસ્થાનની ફેમસ માવા કચોરી બનાવવાની પરફેક્ટ રીત-Rajasthan Famous Mava Kachori Made By Kalpana parmar

આજે આપણે બનાવીશું રાજસ્થાન ની ફેમસ માવા કચોરી બનાવવાની પરફેક્ટ રીત જોઈશું.ગરમા ગરમ માવા કચોરી ડ્રાય ફ્રુટ નાખી ને સૌ કરવામાં આવે છે.અને પછી ખાવા માં આવે છે.તો આજે આપણે બનાવા ના છે રાજસ્થાન ની ફેમસ માવા કચોરી.આ માવા કચોરી નું પુરણ બનાવવાની પરફેક્ટ રીત અને ઉપર નું પડ ક્રિસ્પી કરવાની રીત જોઈશું.વાર તેહવાર માં પણ બનાવી શકો છો.તો ચાલો બનાવી લઈએ રાજસ્થાન ની ફેમસ માવા કચોરી.


સામગ્રી

  • દળેલી ખાંડ
  • કાજુ
  • બદામ
  • પિસ્તા
  • મેંદા
  • દેશી ઘી
  • મીઠું
  • માવો
  • ખાંડ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ પાવડર
  • સૂકી દ્રાક્ષ

રીત

1- સૌથી પહેલા એક પેન મુકીશું. તેમાં એક કપ માવો લઈશું.આ માવો ઘર નો જ બનાવેલો છે.આપણે માવા ને છીણી લઈશું.અને ધીમા ગેસ પર માવા ને શેકી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે.અને માવો સરસ શેકાય ગયો છે.


2- હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.અને તેને ઠંડો કરી લઈશું.હવે ચાસણી બનાવી લઈશું.તેમાં એક કપ ખાંડ લઈશું.અને અડધો કપ પાણી નાખીશું.હવે તેને હલવાતા રહીશું.

3- હવે ધીમા ગેસ પર ઉકાળી લઈશું.ચાસણી માં ઈલાયચી નો પાવડર નાખીશું.ત્યારબાદ કેસર નાખીશું.તેના થી ફ્લેવર્સ સરસ આવી જાય.હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે.તો તેને ચેક કરી લઈએ.

4- હવે ચાસણી ચેક કરી લઈશું.ચાસણી હાથ માં લઇ ચેક કરી લઈશું.આપણી ચાસણી ચિપચિપી થવી જોઈએ.હવે ચાસણી ને ઠંડી થવા દઈશું.હવે એક કપ મેંદો લઈશું.હવે દોઢ ચમચી દેશી ઘી લઈશું.

5- હવે તેમાં ચપટી મીઠું નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.તેમાં મુઠ્ઠી પડતું મોવાણ લેવાનું.તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું.તેમાં પરોઠા થી થોડો કડક લોટ બાંધી લઈશું.વધારે કડક પણ ના હોવો જોઈએ.

6- હવે લોટ બંધાય ગયો છે.હવે લોટ ને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું.હવે માવો ઠંડો થઈ ગયો છે.હવે તેમાં એક ચમચી દળેલી ખાંડ નાખીશું.હવે તેમાં ઝીણા સમારેલા કાજુ લીધા તે નાખીશું.ત્યારબાદ બે ચમચી ઝીણા સમારેલી બદામ નાખીશું.

7- હવે એક મોટી ચમચી સૂકી દ્રાક્ષ નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું.ત્યારબાદ એક જાયફળ લીધું છે તેને પા નાની ચમચી જેટલું છીણી લઈશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.મિશ્રણ ડ્રાય ના હોવું જોઈએ.મુઠ્ઠી વારો તો વડે તેવું હોવું જોઈએ.હવે તેને સાઈડ માં રાખી દઈશું.હવે લોટ જોઈ લઈશું.હવે લોટ ને મસળી લઈશું.તેમાંથી લુઆ બનાવી લઈશું.


8- હવે તેને હાથ માં લઇ હાથ થી થેપી ને વાડકી જેવો સેપ આપી દેવાનો છે.હવે જે મિશ્રણ બનાવેલું હતું તેનો બોલ્સ મૂકી દઈશું.હવે તેને આખું કવર કરી લઈશું.હવે તેને આંગળી અને અંગુઠા થી સિલ કરવાનું છે.અને જે ઉપર વધારા નો લોટ છે તેને કાઢી લઈશું.ત્યારબાદ તેને પ્રેસ કરી હાથ થી જ થેપી લઈશું.તમને જેટલી જાડી જોઈએ તેવી બનાવી લઈશું.હવે આપણી કચોરી રેડી થઈ ગઈ છે.

9- હવે તેને તેલ માં ફ્રાય કરી લઈશું.તેલ ને ધીમા ગેસ પર ગરમ કરવાનું છે.અને તેને ફરી હાથ થી થેપી નાખીશું.અને તમે કચોરી નાખો ત્યારે તે ઉપર આવી ના જોઈએ.તેમાં નાના નાના બબલ્સ આવા જોઈએ.અને ધીરે ધીરે કચોરી ઉપર આવી જોઈએ.કચોરી ઉપર આવે ત્યારબાદ જ તેને પલટાવવાની. અને પછી તેનો સરસ કલર આવી જશે.અને કચોરી એકદમ સરસ ફૂલી જશે.અને આ જ રીતે તેને ફેરવતા ફેરવતા સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય.અને એકદમ ગોલ્ડન કલર આવી જાય.ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.

10- હવે બધી જ કચોરી બની ને તૈયાર થઈ ગઈ છે.અને તેને ઠંડી કરી લીધી છે.આપણે કચોરી ને ઉપર થી તોડી લેવાની છે.ઉપર થી આપણે ચાસણી ને પોર કરીશું.ચાસણી તમારી બહુ ગરમ ના હોવી જોઈએ.તેની અંદર પણ નાખવાની.હવે કાજુ બદામ પિસ્તા તેની ઉપર ભભરાવી લઈશું.અને ઉપર ફરી થી ચાસણી નાખીશું.અને ગાર્નિશ માટે ચાંદી ની વરખ લીધી છે.તેના થી તેને ગાર્નિશ કરીશું.બાકી ની કચોરી ને એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *