હેલ્ધી રાજમા કટલેટ્સ – અનેક પોષકતત્વોથી ભરપૂર રાજમાની કટલેટ્સ બનાવો અને બાળકોને ખુશ કરી દો…

રાજમા એ ખૂબજ લોકપ્રિય કઠોળ છે. તેને કિડની બીન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ખૂબજ પૌષ્ટિક અને અનેક પ્રકારના ખનિજો, વિટમિન્સ, પ્રોટીન અને કર્બોહાઇડ્રેટ્સથી સમૃધ્ધ છે. હકીકતમાં રાજમા પોષણનો શક્તિશાળી ખજાનો છે.

*રાજમામાં કોલેસ્ટ્રોલને ઘટડવાની ક્ષમતા ધરાવે છે. હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. એથરોસ્ક્લેરોસિસ ( શરીરની ધમનીઓમાં ચરબી જમા થવી ) ઘટાડે છે.

*રાજ્મામાં રહેલ ફાઇબરનું વધારેપડતું પ્રમાણચોક્કસ પ્રકારના સંયોજનો પેદા કરે છે જે યકૃતમાં કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ ઘટાડી શકે છે. જે લોકોકિડનીબિંસ નું રેગ્યુલર સેવન કરે છે, તેને આંતરડાનું કેંસર થતું નથી.

*કિડની બીન્સમાં રહેલું ઉચ્ચ ફાઇબર કંન્ટેંટ વજન ઘટડવામાં મદદ કરે છે. ખાસ કરીને પેટની અંદર રહેલી ચરબીની પેશીઓનું પ્રમાણ ઘટાડે છે. તો વજન ઉતારવાનું ઇચ્છાતા લોકોએ આહારના ભાગ રુપે કિડની બીન્સ લેવા જોઇએ.

* રાજમા મેમરી બુસ્ટર છે. તે વિટમિન્સ, અને ખનિજો થી ભરપુર છે. જે આપણું મગજ સક્રીય રાખી યાદ શક્તિ જાળવી રાખે છે. તે વિટમિન બી 1 થી સમૃધ્દ્ધ છે જે મેમરી સુધારેછે અને મગજ નું સર્જનાત્મક કાર્ય વધારે છે.

*કિડની બીન્સ માં મેંગેનિઝ હોય છે તેમાં શક્તિશાળી એંટિઓક્ષિડેંટ ગુણ હોય છે. એટલું જ નહિ તેમાં એંટી એજીંગ ગુણ પણ હોય છે.

તો બધાએ રાજમા બીન્સ અઠવાડિયામાં એક વખત તો આહારમાં લેવા જ જોઈએ. રજમા બીન્સ માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે. જેવીકે રાજમા વેજ., મિક્સ વેજ., રાજમા પુલાવ, રાજમા સલાડ….

આજે હું હેલ્ધી રાજમા કટલેટ્સ ની રેસિપિ આપી રહી છું. જે દરેક લોકો માટે પૌષ્ટિક છે.

હેલ્ધી રાજમા કટલેટ્સ બનાવવા માટેની સામગ્રી :

 • 2 કપ રાજમા – બાફેલા
 • 3 મિડિયમ બટેટા – બાફેલા
 • 2 ઓનિયન – બારીક સમારેલી
 • 2 કપ ફ્રેશ બ્રેડ ક્રમ્બ્સ
 • 1 ટેબલ સ્પુન જીંજર પેસ્ટ
 • 1 ટેબલ સ્પુન ગાર્લિક પેસ્ટ
 • 1 ટેબલ સ્પુન લીલા મરચાની પેસ્ટ
 • સોલ્ટ તમારા ટેસ્ટ મુજબ ઉમેરો
 • 1 ટી સ્પુન ગરમ મસાલા
 • 1ટી સ્પુન લેમન જ્યુસ
 • 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • કટલેટ્સ ફ્રાય કરવા માટે ઓઇલ

હેલ્ધી રાજમા કટલેટ્સ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ રાજમા ધોઇને તે પાણી કાઢી નાખો. હવે તેને હુંફાળા પાણીમાં ઓવર નાઇટ પલાળી રાખો. તેને કુકર માં 5-6 વ્હિસલ કરી બાફી લ્યો. બટેટા પણ 3 વ્હિસલ કરી બાફી લ્યો.

બાફેલા રાજમા ઠરે એટલે તેને ગ્રાઇંડર માં કરકરા ગ્રાઇંડ કરી લ્યો. બાફેલા બટેટા મેશ કરી લયો.

હવે એક મિક્સિંગ બાઉલ લઇ તેમાં બાફીને ગ્રાઇંડ કરેલા રાજમા, મેશ કરેલા બટેટા, બારીક સમારેલી 2 ઓનિયન, 2 કપ ફ્રેશ બ્રેડ ક્રમ્બ્સ, 1 ટેબલ સ્પુન જીંજર પેસ્ટ, 1 ટેબલ સ્પુન ગાર્લિક પેસ્ટ, 1 ટેબલ સ્પુન લીલા મરચાની પેસ્ટ, સોલ્ટ તમારા ટેસ્ટ મુજબ, 1 ટી સ્પુન ગરમ મસાલો, 1ટી સ્પુન લેમન જ્યુસ અને 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, બધું ભેગુ કરી બરાબર મિક્સ કરો.

વધારાનું કોઇ પણ જાતનું લીક્વિડ ઉમેર્યા વગર જ ડો બનાવી લ્યો.

કટલેટ્સના ડો માંથી એકસરખા નાના બોલ્સ બનાવી લ્યો.

હાર્ટ શેઇપનું મોલ્ડ લઇ તેમાં એક બોલ મૂકી પ્રેસ કરી હાર્ટ શેઇપ ની કટલેસ બનાવો.

બાકીના ડો માંથી એ પ્રમાણે બાકીની કટલેસ બનાવો.

બજારમાં ઘણા શેઇપના મોલ્ડ મળે છે. તમારા મનપસંદ શેઇપની કટલેસ બનાવો.

મિડિયમ ફ્લૈમ પર કટલેટ્સ ફ્રાય કરવા માટે બરાબર તેલ ગરમ કરો.

તેમાં વારા ફરતી 3-4 સાથે, બધી કટ્લેટ્સ ડીપ ફ્રાય કરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

એબ્સોર્બંટ પેપર પર ટ્રાંસફર કરો. સર્વ કરવા માટે રાજમા કટલેટ્સ તૈયાર છે.

સર્વિંગ પ્લેટમાં હેલ્ધી રાજમા કટલેટ્સ મૂકી, મિંટ ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *