રાજમાં મેકરોની – સુજી ની મેકરોની વાપરેલી છે તમે પણ બાળકોને બનાવી આપો આ ટેસ્ટી…

રાજમાં માં સારા એવા પ્રમાણ માં ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે જે શરીર ની ઈમ્યૂનિટી વધારે છે. અને મેકરોની પણ સુજી ની વાપરેલી છે , તો હેલ્થી અને ટેસ્ટી એવી આ રાજમાં મેકરોની જરૂર થી બનાવો , બાળકો ને રાજમાં ખવડાવા નો આ એક સારો વિકલ્પ છે. તમે ટિફિન માં પણ પેક કરી આપી શકો છો. તો ચોક્કસ થી એક વાર બનાવો રેસિપી જોઈ ને.

સામગ્રી

  • ૨ ગ્લાસ પાણી
  • 1.૫ કપ મેકરોની
  • ૧.૫ કપ મેકરોની
  • અડધી ચમચી મીઠું
  • ૨ ચમચી તેલ
  • અડધી ચમચી જીરું
  • ૧ પાતળી સમારેલી ડુંગળી
  • ૧ કેપ્સિકમ સમારેલું
  • ૧.૫ કપ બાફેલા રાજમાં
  • અડધી ચમચી મીઠું
  • ૨ ચમચી ટોમેટો કેચપ
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • જીણી સમારેલી કોથમીર

સૌ થી પેલા એક વાસણ માં ૨ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મુકો ગરમ થઇ જાય એટલે મેક્રોની નાખી દો સાથે , તેમાં અડધી ચમચી મીઠું , અને ૧ ચમચી તેલ નાખી દો.

અને મીડીયમ ગેસ પર બોઈલ થવા દો , બોઈલ થઇ જાય એટલે નીકળી લો પાણી માં થી. તેલ નાખવા થી મેક્રોની બોઈલ થતી વખતે એક બીજા સાથે ચોંટી નઈ જશે.

એક પેન માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થઇ જાય એટલે જીરું નાખી , પાતળી કાપેલી ડુંગળી નાખી દો ,

હળદર નાખો , અને ડુંગળી ને અડધિ મિનિટ સાંતળી લેવાની છે , હવે બાફેલા રાજમાં નાખી દેવાના છે.

રાજમાં ને એક રાત કે ૫-૬ કલાક પલાળી અને કુકર માં ૪-૫ સીટી થી બાફી લેવાના છે ,હવે એક કેપ્સિકમ , અડધી ચમચી મીઠું નાખી હલાવી અને ઢાંકી ૨-૩ મિનિટ માટે કૂક થવા દેવાનું છે.

અહીં મેં સુજી ની મેક્રોની વાપરી છે , તમને તે કોઈ પણ લોકલ પ્રોવિઝન સ્ટોર માં મળી જશે .

૨-૩ મિનિટ પછી રાજમાં અને કેપ્સિકમ બધું સરસ મિક્સ થઇ ગયું હશે , હવે તેમાં બોઈલ થયેલી મેક્રોની નાખી દો , ૨ ચમચી ટમેટો કેચપ , લીંબુ મોં રસ નાખી દો અને બરાબર મિક્સ કરી લો. તો જરૂર થી બનાવો આ હેલ્થી અને ટેસ્ટી એવી રાજમાં મેક્રોની.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *