આખરે રાજુ શ્રીવાસ્તવના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હાર્ટ એટેક આવ્યા બાદ 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થયેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને ગુરુવારે હોશ આવ્યો. અભિનેતાના અંગત સચિવ ગરવિત નારંગે જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ 15 દિવસ પછી આજે હોશમાં આવ્યા છે, એમ્સ દિલ્હીમાં ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવતા દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીમમાં વર્કઆઉટ દરમિયાન તે પડી ગયો હતો, તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. રાજુના અંગત સચિવે એક નિવેદનમાં જણાવ્યું કે રાજુની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ અગાઉ રાજુના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવે એક વીડિયો સંદેશ શેર કર્યો હતો.

વિડિયોમાં તેણે હાસ્ય કલાકારના સ્વાસ્થ્ય માટે ચાહકોની પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો અને રાજુના સ્વાસ્થ્ય વિશેની અફવાઓને રદિયો આપ્યો. દીપુએ એક વીડિયો સંદેશમાં રાજુને ફાઇટર પણ કહ્યો, “તે એક ફાઇટર છે અને ફાઇટ જીતીને અને તેની કોમેડીથી બધાનું મનોરંજન કરીને ટૂંક સમયમાં પાછો આવશે.”

રાજુ શ્રીવાસ્તવ દેશના પ્રખ્યાત કોમેડિયન તરીકે ઓળખાય છે. તેણે ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે. તેઓ બે દાયકા કરતાં વધુ સમયથી કોમેડીમાં સક્રિય છે. ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા અને તેણે પોતાનું સપનું પણ પૂરું કર્યું. રાજુએ પોતાના કરિયરની શરૂઆત સ્ટેજ શોથી કરી હતી. આજે તે કોમેડીની દુનિયામાં જાણીતું નામ છે.
કોમેડી શો ઉપરાંત રાજુ શ્રીવાસ્તવ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. જેમાં ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘આમદાની અથની ઘરચા રૂપૈયા’ સહિત ઘણી ફિલ્મોના નામ સામેલ છે. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની ત્રીજી સિઝનમાં પણ જોવા મળ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ યુપી ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ છે. 1980ના દાયકાથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય રહેલા રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશમાં યુપી ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ છે.