રજવાડી ડ્રાયફ્રુટ મુખવાસ – બહુ ઓછી મહેનત અને ટેસ્ટમાં બેસ્ટ બનશે આ રજવાડી મુખવાસ તો ક્યારે બનાવશો?

હેલો સખીઓ આજે આપણે બનાવીશું દિવાળી માટે સ્પેશિયલ મુખવાસ કે જે છે. રજવાડી ડ્રાયફ્રુટ મુખવાસ. દિવાળી પર આ રીતના બધા જ મુખવાસ માર્કેટ માં મળતા હોય છે. પરંતુ આપણે તેને ખુબ જ ઓછા ભાવ માં અને આપણા પસંદીના મસાલાઓ સાથે મુખવાસ ઘરે બનાવી શકીએ છીએ. તો ચલો બનાવીએ રજવાડી ડ્રાયફ્રુટ મુખવાસ

સામગ્રીઓ

૧ બાઉલ કાજુ,

૧ બાઉલ બદામ,

૧ બાઉલ પીસ્તા,

૨ ચમચી ઘી,

૧ ચમચી મરી પાઉડર,

૧/૨ ચમચી ચાટ મસાલો,

૧/૨ ચમચી સંચર,

૧/૨ ચમચી શેકેલા જીરા પાઉડર,

૧/૨ ચમચી આમચૂર પાઉડર,

રીત

સૌપ્રથમ આપણે સરખા માપે કાજુ બાદમ અને પીસ્તા ને અલગ અલગ બાઉલ માં કાઢી લઈશું.

તમને જે પણ ડ્રાયફ્રુટ ઓછા વધતા કરવા હોય તે કરી શકો છો.

હવે આપણે બધા જ ડ્રાયફ્રુટ ને કટ કરવાના છે. મેં અહિયાં તમે જોઈ શકો છો કિચન માં ઉપયોગ કરતા હોય તે કાતર લીધેલી છે. તમને તે ના ફાવે તો તમે ચપુ ની મદદ થી પણ કટ કરી શકો છો.

બિલકુલ આ જ રીતે બધા જ ડ્રાયફ્રુટ ને કટ કરી લઈશું.

તો તમે જોઈ શકો છો. મેં અહિયાં ઉભી ચીર પડે એવી રીતે બધા ડ્રાય ફ્રુટ ને કટ કરી લીધા છે.

હવે આપણે એક પેન માં ઘી ગરમ મુકીશું. મેં અહિયાં એક ચમચી જેટલું ઘી લીધેલું છે. ઘી ને આપણે બરાબર રીતે પેહલા ગરમ થવા દઈશું.

ઘી ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં કાજુ ઉમેરીશું. જેના મેં ૨ ૨ ટુકડા કર્યા છે. કાજુ ને આપણે ગેસ ની ધીમી આંચ ઉપર ૧ મિનીટ સુધી ઘી માં શેકીશું.

કાજુ લાઈટ બ્રાઉન જેવા થઇ જાય ત્યાર બાદ ગેસ બંદ કરી અને તેને એક બાઉલ માં કાઢી લઈશું.

ત્યાર બાદ તે જ સેમ પેન માં આપણે ૧ ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં બદામ ઉમેરીશું. બદામ ની સ્કીન તેના થી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે તેને સેકી લેવાની છે.

હવે તે પેન માં પેહલે થી જ ઘી હશે તો આપણે ઘી નહી ઉમેરીએ અને સીધા આપણે તે પેન માં કટ કરેલા પીસ્તા ઉમેરી દઈશું. અને તેને પણ ૧ મિનીટ સુધી શેકી લઈશું.

હવે આપણે શેકેલા બધા જ ડ્રાયફ્રુટ્સ ને એક બાઉલ માં કાઢી લઈશું.

ત્યાર બાદ તેમાં મસાલાઓ ઉમેરીશું જેમાં ઉમેરીશું. મરી પાઉડર, સંચર, ચાટ મસાલો, આમચૂર પાઉડર અને શેકેલા જીરા નો પાઉડર. હવે બધા જ મસાલાઓ સરસ રીતે મિક્ષ કરી દઈશું.

તો તૈયાર છે દિવાળી માં બનતો રજવાડી ડ્રાયફ્રુટ મુખવાસ. જેને આપણે ઠંડો થઇ જાય ત્યાર બાદ બોટલ માં ભરી અને ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ.

નોંધ

બધા જ ડ્રાયફ્રુટ ને કટ કર્યા વગર આખા ડ્રાયફ્રુટ નો મુખવાસ પણ બનાવી શકાઈ.

ડ્રાયફ્રુટ ને ઘી ના બદલે તેલ કે બટર માં પણ શેકી શકો છો.

તેને શેકવા ના હોય તો તેને ઘી માં તળી પણ શકાઈ છે.

મસાલાઓ માં તમને પસંદ હોય તે વધ ઘટ કરી શકાઈ.

મુખવાસ ની વિડીઓ રેસીપી ની લિંક


રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *