રંગ બિરંગી સેન્ડવીચ ઢોકળા – નાના થી લઈને મોટા દરેકને પસંદ આવશે અને જોઈને જ મન લલચાઈ જશે…

રંગ બિરંગી સેન્ડવીચ ઢોકળા

ઢોકળા હવે એક international વાનગી બની ગઈ છે . સદા સરળ ઢોકળા ને આવી રીતે પીરસો અને બનો સાચા અર્થ માં રસોઈ ની રાની .. આ રીત માટે મેં કોઈ પ્રકાર ના કલર નો ઉપયોગ નથી કર્યો. લીલી કોથમીર ચટણી , બીટ, અને હળદર થી ઢોકળા ના ખીરું ને કલર આપ્યો છે. આપ પાલક પ્યુરી પણ વાપરી શકો .

આ ઢોકળા આપ જમવામાં , નાસ્તા માં કે ચા / કોફી સાથે પણ પીરસી શકો .. જરૂર લાગે તો કોથમીર ની ચટણી પણ સાથે પીરસી શકાય .
જયારે આપ ૨ લેયર ના sandwich ઢોકળા કરો ત્યારે ઉપરાઉપર મૂકી બાફી શકાય . મેં અહી ૪ લેયર બનાવ્યા છે એટલે ૨ સેન્ડવીચ ઢોકળા ને ભેગા કાર્ય નહિ તો જે છેલ્લું લેયર હોય એ એકદમ કડક થઇ જાય કેમ કે વધારે પડતું બફાઈ જાય … આપ આપની અનુકુળતા પ્રમાણે ૨-૩ લેયર પણ કરી શકો .

સામગ્રી :

• ૨ વાડકા ચોખા

• ૧/૨ વાડકો અડદ ની દાળ

• અડધો વાડકો બીટ પ્યુરી (ખીરું માં ઉમેરવા )

• અડધો વાડકો ફુદીના કોથમીર ની તાજી ચટણી (ખીરું માં ઉમેરવા )

• ૧/૨ ચમચી હળદર (ખીરું માં ઉમેરવા )

• ૧ વાડકો દહીં (બહુ ખાટું ના હોય એવું )

• ૧ વાડકો ફુદીના કોથમીર ની તાજી ચટણી (૨ લેયર વચ્ચે લગાવવા )

• મીઠું

• Eno

વઘાર માટે :

• ૩ ચમચી તેલ

• ૧ ચમચી રાઈ

• ૧ ચમચી જીરું

• ૧ ચમચી તલ

• ૧/૨ ચમચી હિંગ

• થોડા લીમડા ના પાન

• ૧-૨ સુકા લાલ મરચા

• ૧-૨ ચમચી તાજી સમારેલી કોથમીર

રીત :

• સૌ પ્રથમ જોઈશું ઢોકળા નું ખીરું કેમ બનાવવું:


દાળ અને ચોખા ને ધોઈ , તાજા પાણી માં ૪-૫ કલાક સુધી પલાળી રાખો . બધું પાણી નીકળી દો . ત્યાર બાદ દહીં સાથે મિક્ષેર માં એકદમ જીણું વાટી લો. જરૂર પડે તો ૧-૨ ચમચી પાણી ઉમેરવું બેટર થોડું જાડુ રાખશો . તપેલા માં કાઢી ઢાંકી ને ૫-૬ કલાક હુંફાળી જગા પર રાખી લો . ઈડલી ના બેટર ની જેમ આથો ના ચડે તો પણ ફિકર ના કરશો , આ એકદમ perfect જ બનશે .

• બીટ પ્યુરી ની રીત :


બીટ ને ધોઈ , છાલ ઉતારી લો. નાના કટકા કરી એક કડાય માં થોડું પાણી લઇ બાફી લો . પાણી થોડું જ લેવું . ઠરે એટલે મિક્ષેર માં પ્યુરી બનાવી લો .

• ફુદીના કોથમીર ની ચટણી :

૧ વાડકો ફુદીના ના પત્તા , ૩ વાડકા સુધારેલી કોથમીર , ૧૨-૧૫ લીલા મરચા, ૧/૪ વાડકો શીંગ , સંચળ , મીઠું , લીંબુ નો રસ … બધું ભેગું કરી મિક્ષેર માં જીણું વાટી લો .

જો પ્યુરી માટે પાલક વાપરવી હોય તો પાલક ને બ્લાંચ કરી મિક્ષેર માં વાટી લેવી ..

બધું રેડી થઇ જાય એટલે હવે ઢોકળા બનાવીએ ..


ઢોકળા ના બેટર ને એકદમ સરસ હલાવી મિક્ષ કરી લો . ઢોકળિયું , તેલ લગાવેલી થાળીઓ બધું તૈયાર કરી લો .

સૌ પ્રથમ આપણે લાલ અને સફેદ કલર ના sandwich ઢોકળા બનાવીશું .

એક બાઉલ માં ૨ મોટા ચમચા ઢોકળા નું ખીરું લો , એમાં બીટ ની પ્યુરી ,મીઠું અને ૨-૩ ચમચી પાણી ઉમરી બરાબર મિક્ષ કરી લો . ઢોકાલીયું અને થાળી ગરમ થઇ જાય એટલે બેટર માં ૧ નાની ચમચી eno ઉમરી ઝડપ થી હલાવો . એકદમ મિક્ષ કરી આ બેટર ને ગરમ થાળી માં નાખો . ઢાંકી ને ૫-૬ min સુધી થવા દો . ત્યારબાદ ચેક કરો , ઢોકળા થોડા જામવા માંડ્યા હોય તો કોથમીર ની ચટણી પાથરો અને ઢાંકી દો.


બાઉલ માં ફરી ૨ મોટા ચમચા બેટર લઇ એમાં મીઠું, ૨-૩ ચમચી પાણી ઉમેરી હલાવો .. eno ઉમેરી સરસ મિક્ષ કરી ચટણી ના લયેર ઉપર નાખી દો . ઢાંકી ને ૮-૯ min માટે બાફી લો . ઢોકળા ને બહાર કાઢતા પેહલા ચેક જરૂર કરવા કે થઇ ગયા છે કે નહિ . આ sandwich ઢોકળા ઠરે ત્યાં સુધી બીજી એક થાળી બનાવી લિયે .

એક બાઉલ માં ૨ મોટા ચમચા ઢોકળા નું ખીરું લો , એમાં ફુદીના કોથમીર ની ચટણી ,મીઠું અને ૨-૩ ચમચી પાણી ઉમરી બરાબર મિક્ષ કરી લો . ઢોકાલીયું અને થાળી ગરમ થઇ જાય એટલે બેટર માં ૧ નાની ચમચી eno ઉમરી ઝડપ થી હલાવો . એકદમ મિક્ષ કરી આ બેટર ને ગરમ થાળી માં નાખો . ઢાંકી ને ૫-૬ min સુધી થવા દો . ત્યારબાદ ચેક કરો , ઢોકળા થોડા જામવા માંડ્યા હોય તો કોથમીર ની ચટણી પાથરો અને ઢાંકી દો . બાઉલ માં ફરી ૨ મોટા ચમચા બેટર લઇ એમાં હળદર ,મીઠું, ૨-૩ ચમચી પાણી ઉમેરી હલાવો .. eno ઉમેરી સરસ મિક્ષ કરી ચટણી ના લયેર ઉપર નાખી દો . ઢાંકી ને ૮-૯ min માટે બાફી લો .

હવે આપણી પાસે ૨ થાળી એટલે ૪ લયેર તૈયાર છે .. બેય થાળી માંથી ઢોકળા ને કાપ્યા વગર આખા બહાર કાઢી લો . થાળી ને પાછળ ની થાપકરશો તો નીકળી જશે . સફેદ કલર ઢોકળા ઉપર થોડું માખણ લગાવી એના ઉપર લીલા કલર ના ઢોકળા રાખી દો . માખણ લાગવા થી વધુ સ્વાદિષ્ટ લાગશે. ફરી ૨-૩ min માટે ઢોકલીયા માં ગરમ કરી લો . બસ તૈયાર આપના multi color dhokla


હવે એને વધારી લિયે . ગરમ તેલ માં રાઈ , જીરું ,તલ,લીમડો , સુકા મરચા અને હિંગ બધું નાખી તૈયાર ઢોકળા પર પાથરી દો .

એક તેજ ધાર વાળી છરી થી નાના કટકા કરી પીરસો …

રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *