રસમ – આજે રૂચીબેન ચેન્નાઈથી લાવ્યા છે સાઉથમાં બનતી રસમની સરળ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપીથી…

રસમ

ઉનાળા માં રોજ ની દાળ કે કઢી ખાય ને કંટાળી ગયા હશો. ટ્રાય કરો આ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઓછી કેલરી વાળી વાનગી. આ વાનગી પાચન માં પણ ખૂબ હળવી છે.

રસમ એક એવી વાનગી છે, જે તમે ભાત સાથે કે રોટલી સાથે કે સૂપ ની જેમ પણ પીરસી શકો છો. ગળા અને પેટ ને રાહત આપતી આ વાનગી બનાવવા માં ખૂબ જ સરળ છે. આ રસમ ને બનાવવા ની ઘણી રીત છે. આજે આપણે જોઈશું એકદમ સરળ રીત.

રીત::

(4 લોકો માટે)

• 3 ટામેટા

• 1 ચમચી આમલી નો પલ્પ

• થોડા લીમડા ના પાન

• 1 ચમચી ઘી

• 2/3 ચમચી રાઈ

• 1/4 ચમચી હિંગ

• 1 લીલું મરચું , બારીક સમારેલું

• 3 ચમચી બારીક સમારેલી કોથમીર

• 1/2 ટામેટું , બારીક સમારેલું

મસાલા માટે

• 1 ચમચી જીરું

• 8 થી 10 દાણા મરી

• 3 થી 4 લાલ સૂકા મરચાં

રીત ::


એક નાની કડાય માં જીરું , મરી અને લાલ સૂકા મરચાં ને શેકો. ધીમા તાપે થોડી સેકેન્ડ સુધી શેકો. થોડું ઠરે એટલે મિક્સર માં ભૂકો કરી લો.

મિક્સર માં ટામેટા ના કટકા અને આમલી નો પલ્પ વાટો.. બને એટલું સ્મૂધ વાટવું.

કડાય માં ઘી ગરમ કરો.. રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ને શેકાય ગયા બાદ એમાં લીમડો અને વાટેલો મસાલો ઉમેરો. 2 કે 3 સેકેન્ડ શેકો. મસાલો બળી ના જાય એ ધ્યાન રાખવું.

ત્યારબાદ કડાય માં ટામેટા અને આમલી નો પલ્પ ઉમેરો. મેં અહીં ગાળી ને ઉમેર્યા છે જેથી એના બિયા નીકળી જાય.. મીઠું ઉમેરી એકાદ મિનિટ ઉકાળવા દો.

આમ કરવા થી ટામેટા નો કાચો ટેસ્ટ નહીં આવે. ત્યારબાદ એમાં ટામેટા અને લીલું મરચું ઉમેરો. અને 1 ગ્લાસ પાણી ઉમેરો. રસમ એકદમ પાતળો હોય છે.

5 થી 7 મિનિટ માટે ઉકાળો. કોથમીર ઉમેરો અને રસમ તૈયાર. હું બહાર ના કોઈ મસાલા ઉમેરતી નથી.

નોંધ :

• આપ ચાહો તો સાદા પાણી ને બદલે દાળ નું પાણી ઉમેરી શકો.

• તીખાશ વધુ જોઈએ તો વધુ લાલ મરચાં કે મરી વાપરી શકાય.

• આપ ચાહો તો કાચી કેરી ના કટકા પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *