ઇંસ્ટન્ટ રસમ પાવડર – આ પાવડરને આમલીનો રસમ, ટમેટાનો રસમ વગેરેમાં વાપરીને પ્યોર સાઉથ ઇંડિયન ટેસ્ટ લાવી શકાય છે

ઇંસ્ટન્ટ રસમ પાવડર :

સાઉથ ઇંડિયન મિલમાં સૌથી વધારે એરોમેટિક સૂપ હોય તો એ રસમ છે. રસમ અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે તેને રાઇસ સાથે અને વેજીટેબલ સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતા રસમ પાવડરમાં હર્બલ સ્પાઇસને કારણે તે ખૂબજ હેલ્ધી અને સ્પાયસ સૂપ બને છે.

રસમ પાવડરથી રસમનો ખૂબજ સરસ એરોમેટીક ટેસ્ટ આવે છે. રસમ બનાવવામાં તેનો ઉપયોગ કરવાથી કોઇપણ રસમ ઓથેન્ટીક સાઉથ ઇંડિયન જેવા ટેસ્ટનો ટેસ્ટ મળશે. તેને રસમ પોડી પણ કહેવામાં આવે છે. અહિં હું ઇંસ્ટંટ રસ્મ પાવડર બનાવવાની રીત આપી રહી છું જે આમલીનો રસમ, ટમેટાનો રસમ વગેરે બધા રસમમાં વાપરીને પ્યોર સાઉથ ઇંડિયન ટેસ્ટ લાવી શકાય છે. રસમ પાવડર ઘરે બનાવવો ખૂબજ સરળ છે.

રસમ પાવડર ઘરે બનાવવાથી એ ફાયદો થાય છે કે તમારા સ્વાદ મુજબ તેની સ્પાયસનેસ વધારી કે ઘટાડી શકાય છે. તેમાં ઉમેરેલા બ્લેક પેપર- કાળા મરી અને રેડ ચિલિ કે રેડ ચિલિ પાવડરની કોન્ટીટી વધારી કે ઘટાડી શકાય છે.

તેમાંથી જુદીજુદી જાતના રસમ ઘરે બનાવી શકાય છે. મારી આ રેસિપિમાં મેં આખા રેડ ચિલિના બદલે કાશમીરી રેડ ચિલિ પાવડરનો ઉપયોગ કર્યો છે. મેં આ રસમ પાવડરનો ઉપયોગ કરીને ટોમેટો રસમ બનાવીને તેમાં વડા એડ કરીને ટોમેટો રસમ વડાની રેસિપિ બનાવી છે. જે મારી નેક્સ્ટ રેસિપિમાં રીલીઝ થશે.

ઇંસ્ટંટ રસમ વડાની મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ આ રસમ પાવડર ઉમેરીને અલગ અલગ એરોમેટીક રસમ ચોક્કસાથી બનાવજો. ઓથેંટીક સાઉથ ઇંડિયન ટેસ્ટ આવશે.

ઇંસ્ટંટ રસમ પાવડર :

  • 3 ટેબલ સ્પુન તુવેર દાળ
  • 3 ટેબલ સ્પુન ચણા દાળ
  • 1 ટેબલ સ્પુન બ્લેક પેપર કોન – કાળા મરી
  • 6-7 ટેબલ સ્પુન આખા ધાણા
  • 1 ટેબલ સ્પુન આખુ જીરુ
  • 2 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન હિંગ

ઇંસ્ટન્ટ રસમ પાવડર બનાવવાની રીત :

કાશ્મીરી લાલ મરચુ પાવડર અને હળદર પાવડર અને હિંગ સિવાયની બાકીની બધી જ સામગ્રીને સુર્યના તાપમાં 2 કલાક સુધી તપાવી લ્યો. તેમ કરવાથી બધો ભેજ સામગ્રીમાંથી ઉડી જશે અને સરસ ગ્રાઇંડ થશે. તેમજ રસમ પાવડરને એર ટાઇટ જારમાં રેફ્રીઝરેટરમાં 3 મહિના સુધી ખરાબ થયા વગર જ સ્ટોર કરી શકાશે.

સૌ પ્રથમ એક થીક બોટમવાળુ પેન લઇ તેમાં 3 ટેબલ સ્પુન તુવેર દાળ અને 3 ટેબલ સ્પુન ચણા દાળ ઉમેરીને સ્લો ફ્લૈમ પર રોસ્ટ કરો. તવેથા વડે સતત હવતા રહીને બન્ને દાળનો થોડો કલર ચેંજ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન પેપર કોન ઉમેરી ½ મિનિટ રોસ્ટ કરો.

હવે તેમાં 6-7 ટેબલ સ્પુન ધાણા અને 1 ટેબલ સ્પુન આખુ જીરુ ઉમેરો 1 મિનિટ સ્લો ફ્લૈમ પર જ સતત તવેથાથી હલાવતા રહી ડ્રાય રોસ્ટ કરો.

*જો તમે આખા કાશ્મીરી મરચાનો રસમ પાવડર બનાવવામાં ઉપયોગ કરવા માંગતા હોવ તો આ સ્ટેપ પર, સાથે મરચા ઉમેરી ક્રીસ્પી થાય ત્યાં સુધી બધા મસાલા સાથે રોસ્ટ કરો.

બધી જ સામગ્રીનો કલર ચેંજ થઇ જશે. ફ્લૈમ બંધ કરીને પેનમાંની બધી રોસ્ટેડ સામગ્રીને એક પ્લેટમાં ઠંડી થવા માટે ટ્રાંસફર કરો. સામગ્રી બિલકુલ રુમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી જ મિક્ષર જારમાં ઉમેરી થોડો દરદરો પાવડર થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી લ્યો.

*સામગ્રી બરાબર ઠંડી થાય પછી ગ્રાઇંડ કરવાથી પાવડરમાં પણ સરસ ક્રંચ આવશે. પાવડરનો લાઈફ ટાઇમ વધી જશે.

હવે જારમાંથી રસમ પાવડર એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી તેમાં 2 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર અને ½ ટી સ્પુન હિંગ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. અથવા બધો પાવડર ફરીથી ચર્ન કરી મિક્ષ કરી લ્યો.

હવે ઇંસ્ટંટ રસમ પાવડર ઉપયોગ કરી અલગ અલગ રસમ બનાવવા માટે રેડી છે. રસમ પાવડર ગ્રાઇંડ કરવાથી થોડો ગરમ થયો હોય છે તેથી તે બરાબર ઠરે પછી ગ્લાસ જારમાં ભરી એર ટાઇટ કરી તેને રેફ્રીઝરેટરમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

*કોઇપણ રસમ થીક કે ઘટ્ટ બનાવવી હોય તે પ્રમાણે ઇંસ્ટંટ રસમ પાવડર ઉમેરી ઝડપથી અને સરળતાથી ગમે ત્યારે રસમ બનાવી શકાય છે. તો તમે પણ મારી આ રેસિપી ફોલો કરીને ચોક્કસથી આ ઇંસ્ટંટ રસમ પાવડર બનાવજો. અને તેમાંથી વિવિધ રસમ બનાવજો. ખરેખર ખૂબજ ટેસ્ટી અને બજારમાં મળતી હોય તેવી જ ફ્લેવરફુલ રસમ બનશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *