ક્રિસ્પી રસભરી જલેબી – જો હજી જલેબી બરોબર નથી બનતી તો જરૂર થી જુવો પરફેક્ટ રેસિપી અને ટિપ્સ માટે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે મીઠાઈવાળાની દુકાન જેવી જ “જલેબી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? જલેબી બનાવી બોઉં જ ઈસી છે જો તમને એનો પરફેક્ટ માપ સાથે પાડવાની,તળવાની પ્રોપર રીત તેમજ કયું વાસણ લેવું અને એના માટે પરફેક્ટ ચાસણી બનાવાની ખબર હોય તેમજ આ બધી ટિપ્સને ધ્યાનમાં રાખીને બનાવશો તો એકદમ ક્રિસ્પી રસભરી ટેસ્ટી સ્વાદિષ્ટ અને જ્યુસી તેમજ ચાસણીથી તરબતર એવી મીઠી મધુર બનશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧ કપ મેંદો
  • ૧/૪ કપ અડદ ની દાળ
  • ૧ ચપટી કે ૧/૨ ટી સ્પૂન ખાવા નો કેસરી રંગ (ઓપ્શનલ)
  • ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
  • ૨ કપ ખાંડ
  • ૧.૫ કપ પાણી
  • ૧ ટી સ્પૂન એલચી પાવડર
  • ૨ થી ૩ ટીપા લીંબુ નો રસ
  • તેલ કે ઘી તળવા માટે

રીત :

૧. મેંદા માં ખાવા નો રંગ અને બેકિંગ પાવડર મિક્સ કરી દો.

૨. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને ખીરું તૈયાર કરો. પોણા કપ જેવું પાણી જોઈશે.

૩. મેંદા નું ખીરું બની જાય એટલે એમાં અડદ ની દાળ જેને ૨ કલાક પલાળી ને બારીક પીસી લીધી છે એ ભેળવી દો.

૪. દાળ એક્દુમ લીસ્સી પીસવી.

૫. ખીરું તૈયાર થઇ જાય એટલે ચાસણી બનાવા ની ચાલુ કરવી.

૬. ચાસણી માટે ૨ કપ ખાંડ માં ૧.૫ કપ પાણી ઉમેરી ને ઉકાળવા દેવી.

૭. ખાંડ ઓગળે એટલે એમાં એલચી નો પાવડર ઉમેરવો અને ૫ મિનિટ વધુ ઉકાળવી.

૮. ચાસણી માં તાર બનવા ની શરૂઆત થાય એટલે ગેસ બંધ કરવો અને ૨ થી ૩ ટીપા લીંબુ ના ઉમેરવા.

૯. હવે જલેબી તળવા તેલ કે ઘી ગરમ મૂકવું.

૧૦. જલેબી ના ખીરા ને કોન માં કે પછી કેચપ ની બોટલ માં કે પછી જલેબી પાડવા ના સાધન માં ભરવું.

૧૧. ધીમી થી માધ્યમ આંચ પર જલેબી પાડવી.

૧૨. જલેબી તળાય એટલે ૧ મિનિટ માટે ચાસણી માં ડુબાડવી.

૧૩. ગરમાગરમ અને ક્રિસ્પી જલેબી તૈયાર.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *