સોફ્ટ અને સ્પોનજી રસગુલ્લા – પ્રેશર કૂકર માં બનાવો એકદમ સરળતા થી…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે દિવાળી સ્પેશિયલ એકદમ સોફ્ટ અને સ્પોનજી ચાસણીથી ભરપૂર રસગુલ્લા જો તહેવારના દિવસોમાં ઘરે જ બની જઈ અને એ પણ પ્રેસર કૂકરમાં તો મજા પડી જઈ અને જે બજાર કરતા અડધાથી પણ ઓછી કિમતે ઘરે જ બોઉં જ ફટાફટ બની જઈ છે.આ રસગુલ્લા એકદમ ચાસણીથી ભરપૂર છે. અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બન્યા છે.

બધી જ ચાસણી એને પીધેલી છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા તરત જ ખાવાનું મન પણ થઈ જઈ તેવા ટેસ્ટી સ્વાદિષ્ટ મીઠા મધુર અને સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જઈ એવા ચાસણીથી તરબતર સરસ મસ્ત બનશે. ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧.૫ લિટર દૂધ
  • ૧ થી ૧.૫ લીંબુ નો રસ
  • ૧ ૩/૪ કપ ખાંડ
  • ૪ ગ્લાસ પાણી

રીત :

૧. દૂધ ને ગરમ કરવા મૂકી દો.

૨. હવે દૂધ માં ઉભરો આવે ત્યાં સુધી છેના ને ગાળવા માટે કપડું અને વાસણ તૈયાર કરી લો.

૩. લીંબુ નો રસ કાઢી લો. આ રસ ને ગાળી લો જે થી કરી ને લીંબુ ના રેસા નીકળી જાય.

૪. હવે દૂધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી લો અને એમાં લીંબુ નો રસ ધીમે ધીમે ઉમેરી ને દૂધ ફાડી લો.

૫. દૂધ ફાટે એટલે છેના ને ગાળી લો અને આને ઠંડા પાણી થી ધોઈ લો.

૬. હવે છેના ના કપડાં ને નીચોવી ને ૩૦ મિનિટ માટે બાંધી દો.

૭. છેના નીતરી જાય ૩૦ મિનિટ માટે એટલે એને પ્લેટ પૂર કાઢી લો.

૮. હવે કૂકર માં ખાંડ અને પાણી ભેગું કરી ને ચાસણી ઉકાળવા મૂકી દો.

૯. ચાસણી ઉકલે ત્યાં સુધી છેના ને ૫ થી ૭ મિનિટ મસળી લો.

૧૦. છેનો મસળાય જાય એટલે એના ૧૫ ભાગ કરી ને રસગુલ્લા ના બોલ બનાવી લો.

૧૧. ચાસણી ને ફાસ્ટ ગેસ પર ઉકાળવા દઈ ને એક એક કરી ને બધા બોલ ઉમેરી દેવા.

૧૨. ગેસ ફાસ્ટ જ રાખી ને કૂકર નું ઢાકણ બંધ કરી દેવું.

૧૩. હવે ફાસ્ટ ગેસ પર એક સીટી વાગે એટલે ગેસ મધ્યમ કરી દેવો જે થી કરી ને સીટી વાગે નહિ પણ પ્રેશર ફુલ રહે.

૧૪. આવા રીતે ૮ મિનિટ થવા દેવું અને જેવી ૮ મિનિટ થાય એટલે કૂકર ને ઠંડા પાણી ભરેલા વાસણ માં મૂકી ને ઠંડુ કરી લેવું.

૧૫. હવે કૂકર ને ખોલી લેવું અને રસગુલ્લા ને ૭ થી ૮ કલાક ઠંડા થવા દેવા ચાસણી માં.

૧૬. રસગુલ્લા ને ઠંડા સર્વ કરવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *