જો કરશો આટલુ કામ, તો ક્યારે પણ નહિં સુકાઇ જાય લીંબુ, જાણો બીજી અવનવી ટિપ્સ વિશે

રસોડામાં અવનવા ઉપાયો દ્વારા ઓછી મહેનતે ઘણા મુશ્કેલ કામો સરળતાથી થઇ શકે છે, આ રહ્યા ઉપાય…

કોરોના મહામારીના કારણે અત્યારે સ્ત્રીઓ પોતાના ઘરકામમાં અત્યંત વ્યસ્ત રહે છે. આ સમય દરમિયાન ઘરના કામકાજમાં રોકાયેલ હોવાથી રસોડાની અનેક વસ્તુઓ પર પુરતું ધ્યાન આપી શકાતું નથી. જો કે ઘણીવાર અનેક વસ્તુઓથી અજાણ હોવાના કરને પણ સ્ત્રીઓને સમસ્યાઓ થતી હોય છે. જો કે આજે અમે આપને એવા જ એક નુસખા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ રસોડાની દરેક સમસ્યા દુર કરીને રસોડાના રાણી બનવા માંગતા હોવ તો તમારા માટે છે આ ઉપાય.

image source

બદામ દ્વારા બનાવવામાં આવતી અમુક વાનગીમાં છાલની જરૂર નથી હોતી, છતાં છાલ ન ઉતારી શકવાને કારણે આપણે એને એમ જ રહેવા દેવી પડે છે. પણ હવે નહિ બદામની છાલ સરળતાથી કાઢવા માટે તમારે માત્ર તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખવાની છે, જેથી આ કામ સરળ બની જશે.

image source

લસણને સહેજ ગરમ કરવાથી તેની છાલ પણ સહેલાઈથી ઉખડી જશે. કડવા કારેલા ઓછા કડવા થાય એ માટે કારેલાને ચીરી તેમાં મીઠુ લગાવવાથી તેની કડવાશ ઓછી થઈ શકે છે. કારેલાની જેમ જ મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય માટે તેને અલગ મૂકી રાખવાથી એમાની કડવાશ ઓછી થઈ જશે.

image source

સારા દમ આલું બનાવવા માટે બાફેલા બટેકાની છાલ કાઢીને તેમાં કાંટા દ્વારા કાણા પાડી મીઠાવાળા પાણીમાં બોળી રાખવાથી સારા અને ટેસ્ટફૂલ બનશે. જો સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડોક સમય એને ઠંડા પાણીમાં પલાળી રખવાથી તે ફટાફટ ઉતરી જશે.

image source

પલાળેલા સાબુદાણા ક્રસ કરીને શિંગોડાના લોટમાં ભેળવી દઈને પછી એ ગોળના ભજીયા બનાવો. આ ગોળમાં મરચાં અને આદુંની પેસ્ટ પણ સ્વાદ મુજબ ઉમેરી શકાય છે. લાલ મરચું, હળદર, ધાણાજીરું જેવા સુકા મસાલાઓમાં હિંગનો ટુકડો મૂકી રાખવાથી લાંબા સમય સુધી એ તાજાં રહે છે. શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડ સાથે અડધો કપ જેટલું દૂધ ઉમેરો અને ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વપણ વધારો થશે.

image source

કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવાનો હોય તો લીલી મેથીના પાનને થોડીવાર કઢાઈમાં ગરમ કરીને ઠંડા થવા દીધા પછી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળીની સુગંધ તવીમાંથી કાઢવા માટે કાચુ બટાકુ કાપી લઈને ઘસવાથી સુગંધ જતી રહે છે. જો લીંબુ સુકાઈ ગયા હોય અથવા બહુ કઠણ કે સખત થઈ ગયા હોય તો એને ગરમ પાણીમાં મૂકી રાખવાથી તેમાંથી સરળતા પૂર્વક રસ નીકાળી શકાય છે. રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે તેમજ રોટલી નરમ પણ થશે.

image source

રસોડામાં રાંધતી વખતે શાક કે કઢી જો બળીને તળિયે ચોંટી જાય છે, ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં જરૂર મુશ્કેલીઓ ઉભી થાય છે. એવામાં સરળતાથી એ સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોટેલા ભાગ પર મૂકીને તેના પર ગરમ પાણી રેડો, આ સરળ ઉપાય દ્વારા પાંચ જ મીનીટમાં વાસણ પહેલા જેવું સાફ થઇ જાય છે.

image source

ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં ઉમેરવાથી ભીંડા ચીકણા નહી બને તેમજ એ કઢાઈમાં ચોંટશે નહી. જો શાક વધ્યું હોય અને એને બહાર ન ફેંકવું હોય તો સવારે તેના સ્ટફડ પરોઠા બનાવી શકાય છે. આ પરોઠા સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આદુ, કોથમીર અને ફુદીનો વધારે માત્રામાં ઉમેરી દો. ખાંડના ડબ્બામાં ૩-૪ લવિંગ મૂકી દેવાથી કીડીઓ ચડતી નથી. દાઝી ગયેલા ભાગ પર કેળું છૂંદીને લગાવવાથી લાભ થાય છે. કેળાથી ઠંડક પણ મળે છે, અને ઘાવની બળતરા પણ ઓછી થઈ જાય છે.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *