જાણો કેવી રીતે રાખી શકે ઘરની ગૃહિણીઓ રસોઈઘરના પ્લેટફોર્મની સાર-સંભાળ…?

મિત્રો, ઘરમા ગૃહિણીને “રસોઈઘરની રાણી” તરીકે ઓળખવામા આવે છે કારણકે, મોટાભાગની ઘરની સ્ત્રીઓ પોતાનો વધારે પડતો સમય રસોઈઘરમા જ પસાર કરે છે. તે પોતાનો આખો દિવસ રસોઈઘરમા વિતાવીને તેના ઘરના સદસ્યો માટે જાતજાતના પકવાન બનાવે છે અને તેમને સ્વાદિષ્ટ ભોજન ખવડાવે છે.

image source

જ્યારે પણ ઘરમા કોઈ ગૃહિણી રસોઈ બનાવતી હોય તો ઘણી બધી સ્ત્રીઓને એવી ટેવ હોય છે કે, તે પોતાનુ આખુ પ્લેટફોર્મ ભરી દે છે. આ કારણોસર તેમને ઘણીવાર અમુક વસ્તુઓ લેવા માટે અગવડ પડે છે અને કોઈ વસ્તુ તેમને હાથવગી મળતી નથી. જ્યારે પણ ઘરની ગૃહિણી રસોઈ બનાવતી હોય ત્યારે રસોઈઘરના પ્લેટફોર્મ પર સ્પેસ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે.

image source

આ સિવાય રસોઈ બનાવતા સમયે જ્યારે પણ જરૂર પડે ત્યારે ફટાફટ બધી વસ્તુઓ મળી રહે એ પણ અત્યંત આવશ્યક છે. આ માટે તમારે તમારા રસોઈઘરનો સામાન હમેંશા એવી રીતે સેટ કરવો જોઈએ કે તમને તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે. આજે આ લેખમા અમે તમને રસોઈઘર સાથે સંકળાયેલી અમુક વિશેષ ટીપ્સ વિશે જણાવીશુ, ચાલો જાણીએ.

image source

તમને રસોઈઘરના પ્લેટફોર્મ પર કોઈપણ વસ્તુ ઝડપથી હાથવગી મળી રહે તે માટે પ્લેટફોર્મ નીચેના ભાગને નાના-નાના ભાગમા વહેંચી લો. રસોઈ બનાવતા સમયે તમને જે વસ્તુની વારંવાર આવશ્યકતા પડતી હોય તો તે વસ્તુ આ જગ્યાએ રાખો. જો તમે ઈચ્છો તો રસોઈઘરના ઉપરવાળા ભાગમા બનેલા કબાટ અથવા તો પ્લેટફોર્મ વચ્ચે રહેલી જગ્યા પર દીવાલમા હોલ્ડર લગાવી શકો છો અને ત્યા તમે ચમચી, ચપ્પુ અને ચમચા વહેરે જેવી વસ્તુઓ રાખી શકો અને તુરંત લઈ શકો.

image source

આ સિવાય રસોઈઘરના પ્લેટફોર્મ પર એક બીજુ મોટુ મલ્ટિપર્પઝ વૂડન બોર્ડ પણ તમે લગાવી શકો. જે તમને અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ વૂડન બોર્ડનો ઉપયોગ તમે સબ્જી સમારવા માટે અને તે સિવાય રોટલી અને પૂરી બનાવવા માટે પણ ઉપયોગમા લઇ શકો છો.

image source

આ ઉપરાંત તમારા રસોઈઘરમા સિંક, કિચનનું પ્લેટફોર્મ અને ફ્રીજ એવી રીતે સેટ કરવુ કે તે ટ્રાયેંગલમાં રહે અને તેમની વચ્ચેનુ અંતર ૫-૬ ફૂટ કરતા વધારે ના રહે. આમ, કરવાથી ત્રણેય વસ્તુઓ વધારે જગ્યા રોકે નહીં અને કામ દરમિયાન તમને કોઈપણ વસ્તુ સુધી પહોંચવામા પણ સરળતા રહે. આ સિવાય તમે મસાલા રાખવા માટે તમે રસોઈઘરમા રોટેશનલ સ્પાઈસ રેક્સનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

આ સિવાય જો તમે ઈચ્છો તો મસાલા માટે રેક્સવાળા સ્ટેન્ડનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત રસોઈઘરમા માલ-સામાનના સ્ટોરેજને લઈને થોડુ ક્રિએટિવ માઈન્ડ વાપરો અને દીવાલ પર બનેલા કબાટનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવો. આ દીવાલ કબાટના ફક્ત ખાનાનો જ ઉપયોગ ના કરવો પરંતુ, તેના દરવાજાનો પણ તમે ઉપયોગ કરી લો. જો તમે આવી નાની-નાની બાબતો અંગે સાવચેતી રાખશો તો તમે તમારા રસોઈઘરને વ્યવસ્થિત રીતે સેટ કરી શકો છો.

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *