રતાળુ પુરી – ડુમસની ફેમસ રતાળુ પૂરી બનાવવાની બેસ્ટ અને પરફેક્ટ રેસિપી

આજે આપણે ડુમસની ફેમસ રતાળુ પુરી બનાવવાની બેસ્ટ રેસિપી જોઈશું.બન્યા પછી ખૂબ ટેસ્ટી લાગે છે.ચાલો બનાવી લઈએ ઝટપટ ડુમસ ની ફેમસ રતાળુ પુરી.


સામગ્રી

Advertisement
  • રતાળુ
  • બેસન
  • ચોખા નો લોટ
  • મીઠું
  • મરી
  • આખા ધાણા
  • હળદર
  • તેલ

રીત-


1- સૌથી પહેલા આપણે 400 ગ્રામ રતાળુ લઈશું.આ રતાળુ જમીન માં થાય છે. રતાળુ નાના ટુકડામાં લઈ શકો છો. પરંતુ આપણી મોટી મોટી પુરી બનાવવાની છે. એટલે મોટું લીધું છે.તેને આપણે ઉપર થી છોડા કાઢી લઈશું.

Advertisement

2- ઊંધિયા માં પણ તેનો ઉપયોગ થાય છે.અને ખાસ કરી ને શિયાળા માં ખુબ મળે છે.અને વધારે પડતું સુરત બાજુ મળે છે.એકદમ સરસ પિન્ક કલર નું છે.હવે તેને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું.હવે તેને સરસ કોરું કરી લઈશું.હવે તેની સ્લાઈસ કરી લઈશું.

3- હવે આપણે રતાળુ પુરી પર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું.હવે એક ખલ લઈશું.તેમાં આખા મરી લઈશું.હવે તેને અધકચરા વાટી લેવાના છે. અને એક મોટી ચમચી આખા ધાણા લેવાના છે.બંનેવ વસ્તુ ને આપણે વાટી લઈશું.આ મસાલો ફકત પૂરી પર લગાવવા માં આવે છે.

Advertisement

4- હવે તેને એક વાડકી માં કાઢી લઈશું.હવે આપણે રતાળુ પુરી નું ખીરુ બનાવી લઈશું. તેના માટે એક બાઉલ લઈ લઈશું.તેમાં એક કપ ચણા નો લોટ લઈશું. ત્યારબાદ બે મોટી ચમચી ચોખા નો લોટ નાખીશું.ચોખા નો લોટ નાખવા થી પૂરી ઉપર થી એકદમ ક્રિસ્પી બને છે.અને કલર પણ સરસ આવે છે.હવે તેને મિક્સ કરી લઈશું.

5- હવે તેમાં મસાલા કરી લઈશું.આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું.હવે આપણે બધું મિક્સ કરી લઈશું.પાણી આપણે થોડું થોડું નાખવાનું છે.એકદમ ગઠા વગર નું ખીરું બનાવવાનું છે.ખીરું તમારું એવું હોવું જોઈએ જે બટાકા વડા બનાવી એ છે તે રીત નું હોવું જોઈએ.

Advertisement

6- ખીરું બહુ ઘટ્ટ નઈ અને બહુ પાતળું નઈ તેવું બનાવવાનું છે.આપણે થોડું થોડું પાણી નાખી ને બનાવી લઈશું.ખીરું આપણું લિકવિડ જેવું રાખવાનું છે.હવે ખીરા ને લગભગ બે મિનિટ સુધી સરસ ફેટી લઈશું.આપણે ખારા વગર ના ભજીયા બનાવવા ના છે.તેના થી એકદમ સરસ ફૂલેલા ભજીયા બને છે.હવે ખીરું સરસ હલકું થઈ ગયું છે.


7- હવે તેમાં એક નાની ચમચી તેલ નાખીશું.તેલ નાખવા થી આપણા ભજીયા સોફ્ટ બને છે.અને એકદમ સાયનીંગ આવી જાય છે. હવે આપણે રતાળુ ની સ્લાઈસ કાપી ને મૂકી હતી તેને ડીપ કરીશું.ડીપ કરી ને ઉપર ના ભાગ પર આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો તેની પર ભભરાવી લેવાનો.

Advertisement

8- હવે તેને ફ્રાય કરવા માટે તેલ માં મૂકી દઈશું.હવે તેલ ને આપણે બહુ ગરમ નથી કરવાનું.નઈ તો એવું થશે કે ઉપર થી કલર આવી જાય અને અંદરથી રતાળુ પૂરી કાચી રહી જશે. એટલે તેલ ને આપણે ધીમા ગેસ પર ગરમ કરીશું.તેલ ગરમ થાય એટલે ખીરા માં ડીપ કરેલું રતાળુ મુકીશું.એક સાથે તમે ચાર કે પાંચ પૂરી બનાવી શકો છો.

9- તેને ધીમા ગેસ પર બંનેવ બાજુ ફેરવતા ફ્રાય કરી લઈશું.જેમ જેમ તેલ ગરમ હસે અને પૂરી ઉપર આવશે અને પૂરી ફૂલવા માંળશે.પૂરી ને બીજી બાજુ થી પણ ફ્રાય કરી લઈશું.પૂરી સરસ ફૂલવા લાગી છે.સુરત ના ડુમસ માં તમે જાવ તો આ રતાળુ પુરી તમને ખાવા મળે છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

Advertisement

10- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે રતાળુ પુરી તૈયાર થઈ ગઈ છે. અને ગોલ્ડન પણ થઈ ગઈ છે.અને સરસ ફૂલી પણ ગઈ છે.આ જ રીતે બધી જ પૂરી બનાવવાની છે.હવે આ પૂરી ને આપણે ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.અને બાકી ની રતાળુ પૂરી આજ રીતે ફ્રાય કરી લઈશું.તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

Advertisement


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

Advertisement

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *