રતલામી સેવ પરાઠા – આલુ પરાઠા ખાઈને કંટાળ્યા છો ને? તો આજે જ બનાવો આ નવીન પરાઠા..

રતલામી સેવ પરાઠા(Ratlami Sev paratha)

હેલ્લો મિત્રો કેમ છો? મજા માં આજે ઉપર નામ સાંભળતા જ વિચાર આવ્યો ને કે આવા પણ પરાઠા બનાવાતા હશે? હા મિત્રો આજે આપણે રતલામી સેવ પરાઠા બનાવશું.

તમે અત્યાર સુધીમાં પનીર પરાઠા,આલુ પરોઠા, વેજિટેબલ પરાઠા, લછછા પરાઠા, પિત્ઝા પરાઠા,ઓનિયન પરાઠા આવા અલગ અલગ પરાઠા બનાવ્યા હશે પણ હવે એમ વિચાર આવશે કે આ સેવ પરાઠા તો ક્યારેય નથી બનાવ્યા.

તો ચાલો મિત્રો હવે રાહ જોવા કરતા સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને એક વાર જરૂર બનાવીએ.

સામગ્રી

 • ૧ વાટકી રતલામી સેવ
 • ૧ વાટકી ઝીણી સમારેલી ડુંગળી
 • ૧ ટી સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલું
 • ૧ ટી સ્પૂન વાટેલું આદુ
 • કોથમીર
 • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
 • નમક સ્વાદ અનુસાર
 • ૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ
 • બટર/ તેલ પરાઠા શેકવા માટે

પરાઠા માટે સામગ્રી

 • ૧ મોટું બાઉલ ઘઉં નો લોટ
 • ૧ ટી સ્પૂન જીરું
 • નમક સ્વાદ અનુસાર
 • ૨ ટી સ્પૂન તેલ

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો,હવે તેમાં જીરું,મીઠું અને તેલ નું મોણ ઉમેરી અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કણક તૈયાર કરો. આ કણક ને ૫ થી ૭ મિનિટ ઢાંકી રાખો.

ત્યાં સુધી માં આપણે સેવ નું સ્ટફિંગ તૈયાર કરી લઈએ

એક મોટા બાઉલમાં રતલમી સેવ લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા લીલાં મરચાં,કોથમીર,વાટેલું આદુ,થોડું નમક,આમચૂર પાવડર આ બધું એડ કરી બરાબર મિક્સ કરો.

મિત્રો લીંબુ જ્યારે આપણે પરાઠા ગરમા ગરમ બનાવવા હોય એ ટાઈમે જ એડ કરવું જેથી સ્ટફિંગ ક્રિસ્પી રહે

હવે બાંધેલા લોટ માંથી ૧ મોટું લુઓ લઈ થોડી મોટી રોટલી વણો પછી તેમાં વચે સેવ નું સ્ટફિંગ ભરો અને પેક કરી પાછો લુઓ બનાવો હવે તેને ઘઉં ના કોરા લોટમાં રગદોળી હળવા હાથે પાટલા પર પરોઠા વણો મિત્રો ભલે અંદર સેવ ભરી પણ આરામ થી પરોઠા વણાઈ જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી.

હવે તવા પર તેલ અથવા બટર માં ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી ૨ બાજુ શેકી લો.

હવે ગરમા ગરમ પરાઠા ને દહી અથવા સોસ સાથે સર્વ કરો.

તો તૈયાર છે એક દમ નવી રેસીપી રતલામી સેવ પરાઠા

નોંધ

૧ મીઠું નાખવા માં ખુબ ધ્યાન રાખવું કારણ કે આપણે પરાઠા ના લોટ માં પણ નાખ્યું છે સેવ માં પણ નમક આવે એટલે સ્ટફિંગ માં ખુબ ધ્યાન રાખી ને એડ કરવું.

૨ લીંબુ બિલકુલ ઓપસનલ છે અને નાખો તો એકદમ જ્યારે પરાઠા બનાવવા હોય ત્યારે જ નાખવું.

૩ તમને લસણ નો ટેસ્ટ પસંદ હોય તો આદુ લસણ સાથે વાટી ને નાખી શકાય છે.

તો હવે આલુ પરોઠા અથવા બીજા કોઈ પરાઠા બનાવાતા પહેલા આ પરોઠા એક વાર જરૂર બનાવજો.

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *