રવા અપ્પમ – લીલા શાકભાજી ખાવા અને ખવડાવવા માટેનો સૌથી ટેસ્ટી આ ઉપાય, હું તો આજે જ બનાવીશ…

મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું, સુજીના અપ્પમ. જેને ” સુજીવડા ” તેમજ ” ગોલગપ્પા ” પણ કહેવામાં આવે છે.

સુજીના અપ્પમ બનાવવા માટે ભરપૂર માત્રામાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે અપ્પમને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે તેમજ હેલ્થ માટે જરૂરી એવા વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર્સ લીલા શાકભાજીમાંથી મળી રહે છે. વળી અપ્પમનો રાઉન્ડ શેઈપ કંઈક અલગ તેમજ ટેમ્પટિંગ લાગે છે જે અંદરથી સોફ્ટ તેમજ બહારનું ગોલ્ડન બ્રાઉનિશ લેયર ક્રન્ચી લાગે છે. જેથી બધાને ખુબ પસંદ આવે છે. અપ્પમ બનાવવા માટે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે અને તેને બનાવવા પણ સાવ ઇઝી છે, વળી ખુબ ઓછા સમયમાં બનાવી શકાય છે, તો શા માટે ન બનાવીએ ગોલગપ્પા.

સામગ્રી :


1/2 કપ સુજી(રવો)

1 મીડીયમ સાઈઝનું ટમેટું

1 મિડીયમ સાઈઝની ડુંગળી

1 ટેબલ સ્પૂન આદુ, લસણ અને મરચાની પેસ્ટ

1 ટેબલ સ્પૂન તેલ

1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર

1 ટેબલ સ્પૂન બારીક સમારેલ પાલક

રીત :


1) 1/2 સૂજીને 3/4(પોણા) કપ લિકવિડમાં એક કલાક પલાળો. લિકવિડમાં અડધું પાણી અને અડધી છાશ લેવી. એક કલાક પલાળીએ છીએ માટે કુકીંગ સોડા કે ઇનો નાંખવાની જરૂર નથી.


2) એક કલાક પછી સુજીનું બેટર તૈયાર થઇ જશે


3) ત્યારબાદ તેમાં ટમેટું, કાંદા, પાલક, કોથમીર, આદુ- લસણ – મરચાની પેસ્ટ અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.


4) હવે આપણે ગોલગપ્પા બનાવીશું તે માટે અપ્પમ સ્ટેન્ડને ગરમ કરો. અપ્પમ સ્ટેન્ડના મોલ્ડમાં થોડું થોડું તેલ નાંખો.


5) મોલ્ડમાં તૈયાર કરેલું બેટર ભરો, હળવા હાથે બેટરને સેટ કરો જેથી નીચેની તરફ બોલ જેવો શેઈપ આવે. હળવા હાથે પ્રેસ કરી ઉપરની તરફ પણ ગોળાકાર શેઈપ આપો. જેથી બંને બાજુ બરાબર ચડે.


6) ધીમી આંચ પણ ચડવા દો, બંને સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી ફેરવીને ચડવા દેવું. ધીમી આંચ પર ચડવા દેવાથી અપ્પમ અંદરથી પણ સરસ ચડી જશે અને વધુ ટેસ્ટી બનશે.


7) બંને સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય એટલે પ્લેટમાં કાઢી ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

તો તૈયાર છે સુજી અપ્પમ જે માત્ર એક ટેબલ સ્પૂનથી પણ ઓછા તેલમાં બનાવી શકાય છે. સુજી અપ્પમ સવારના નાસ્તા માટેનો સારો એવો ઓપ્શન છે. આવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જો સવારમાં મળી જાય તો આખો દિવસ એનેર્જેટીક રહે છે. બાળકોને પણ ખુબ ભાવશે તો બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય.તો આજે જ ટ્રાય કરો અને આ રેસિપી આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ : અલગ અલગ શાકભાજી જેમકે ગાજર, કેપ્સિકમ નાખીને ટેસ્ટ વેરીએશન કરી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *