રેસ્ટોરેન્ટ સ્ટાઇલ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે રવા ઢોસા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાજેવી સિક્રેટ ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ મેજરમેન્ટ સાથે રવા ઢોસા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સીક્રેટ ટિપ્સ જોઈશું.બધાને ઢોસા બનાવતી વખતે એક જ પ્રોબ્લેમ થાય કે રેસ્ટોરન્ટ માં મળે છે તેવા નથી બનતા. કોઈવાર ઢોંસા તૂટી જાય ઉતરે જ નહીં તેવું બને છે. તો આજે તેની સીક્રેટ ટિપ્સ જોઈએ છે જેથી આપણા ઢોસા પરફેક્ટ બને.

1- સૌથી પહેલાં તો એના માટે તવી કેવી લેવાની છે. રવા ઢોસા જ્યારે પણ બનાવી એ ત્યારે ખીરું તો અગત્યનું તો છે જ. પણ તેના સિવાય પણ ઢોસા માટેનો જે તવો લઈએ તે પણ તેટલો જ અગત્યનો છે.તમે કોઈ પણ તવો લઈ શકો છો.તમે લોખંડનો તવો પણ લઈ શકો છો. અથવા નોનસ્ટિક પણ લઈ શકો છો. એલ્યુમિનિયમનો પણ લઈ શકો છો.

2- તમે કોઈપણ તવો લો તો સૌથી પહેલા તેની પર મીઠું નાખવાનું છે. મીઠું ફેલાવી તવાને ગરમ કરી લેવાનો છે. લગભગ એક ચમચી મીઠું આખા તવા માં ફેલાવી દેવાનું છે. લગભગ ૨ થી ૩ મિનિટ મીઠા ને ગરમ થવા દેવાનું છે. પછી સરસ સોફ્ટ કપડું લઈ અને ધીમે થી હળવા હાથે તેની પર સાફ કરી લેવાનું છે. આમ કરવાથી તેના પર જે ચિકાસ હોય કે તવા પર કંઇ પણ ચોટીયું હોય તો તે ક્લીન થઈ જશે. તે તવા પર તમે ઢોસા બનાવસો તો એકદમ ક્રિસ્પી બનશે.

3- રવા ઢોસા બનાવીએ ત્યારે સૌથી પહેલા તવા ને સીજાવી લેવો પડે છે. કારણકે ખીરું તો પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો હવે ખીરું બનાવવા માટે શું કરવાનું છે? તો ૧ કપ રવો લઈએ તો તેની સામે પા કપ ચોખાનો લોટ અને અઢી કપ પાણી લેવાનું છે. પાણીનું પ્રમાણ વધારે હોય છે.

હવે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં બારીક સમારેલી કોથમીર અને ૧ લીલું મરચું બારીક સમારેલું અને તમે કોપરાની છીણ પણ ઉમેરી શકો છો. અને મીઠું બે ચમચી ઉમેરીશું. અને એક ચમચી જીરું ઉમેરી શું. આ બધો જ મસાલો તેની અંદર ઉમેરી દઈશું અને હલાવી લઈશું. હવે આ ખીરાને ચારથી પાંચ મિનિટ રહેવા દઇશું.

4- હવે આ ખીરાને સતત હલાવતા રહેવાનું છે. જ્યારે તમે ઢોંસા ઉતારો ત્યારે એ જ ખીરા ને હલાવતા રહેવાનું છે. કારણ કે જે સોજી છે તે ઉપર આવી જશે. જે ચોખાનો લોટ છે તે નીચે બેસી જશે. તેને હલાવસો નઈ તો સોજી નું પ્રમાણ વધારે આવી જશે. તમારા ઢોસા માં અને ઢોસા માં દાણા દાણા દેખાશે. જો ચોખાનો લોટ તેની સાથે મિક્સ થયેલો હશે તો ઢોસો એકદમ સરસ થશે.

જ્યારે પણ તમે ઢોંસા ઉતારો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો એક વાડકી લેવાની છે કે જેની ધાર હોય તે વાડકી માં ખીરું લેવાનું છે. આપણે ઢોસા બનાવતા હોય ત્યારે ખીરાને વચ્ચે મૂકી અને ફેલાવતા હોય છે જ્યારે રવા ઢોસા માં ઊંધું કરવાનું છે. તમે જે બહાર સાઈડ પર ખીરું ફેલાવશો તો તે અંદર ધીરે ધીરે આવતું જશે. કારણ કે તે પાણી જેવું ખીરું હશે.

5- ધીરે-ધીરે કાણા પણ પડતા જશે. અને તેની અંદર કોથમીર અને લીલા મરચાં ઉમેર્યા છે તો તેનો કલર પણ સરસ આવશે. તેને પાંચથી સાત મિનિટ સીઝવા દઈશું.જેથી તમારો ઢોંસો એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને બહાર જેવો જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોંસો તૈયાર થઈ જશે. તો આ રીતે ખીરુ લેતા જવાનું છે એક ઢોંસો ઉતાર્યા પછી ખીરા ને હલાવતા જવાનું છે.

અને જે તવી છે તો તેના પર શું કરવાનું છે કે ફરીથી એક ચમચી ઘી લગાવી અને પાણી ના છાંટા મારી અને ફરીથી તેને સાફ કરી લેવાની છે. અને હંમેશા જ્યારે તમે રવા ઢોસા બનાવો ત્યારે ઘી માં જ શેકવા ના તો તેનો ટેસ્ટ સાઉથ ઇન્ડિયન જેવો જ આવશે. તમે ઘરે રવા ઢોસા આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. રવા ઢોસા એકદમ બહાર જેવા જ બનશે.અને આ ટિપ્સ તમે જરૂર થી ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *