રવા ઈડલી બનાવો આ ઈડલીની નવી જ વેરાયટી, ને જણાવો કેવી લાગી..

રવા ઈડલી

વિક એન્ડમાં બનાવો રવા ઈડલી ,પરિવાર પણ ખુશ અને તમે પણ . ઈડલીની આ વેરાઈટી એકદમ ઝડપી છે. ના પલાળવાની કે ના આથાની ચિંતા . બસ મિક્ષ કરો ૧૫ min રાહ જોવો અને ઈડલી બાફો. આટલું સિમ્પલ. તો પણ ખુબ જ સ્વાદિષ્ટ. નાસ્તો, જમણ કે ટીફીન રવા ઈડલી એક સંપૂર્ણ વિકલ્પ છે .  તો ચાલો બનાવીએ એકદમ ટ્રેડીશનલ સ્ટાઈલની રવા ઈડલી , જે દક્ષીણ ભારતની ખાસયિત છે .

સામગ્રી :

વઘાર માટે :

  • • ૧.૫ ચમચી તેલ,
  • • ૧ ચમચી ઘી,
  • • ૧ ચમચી ચણાની દાળ,
  • • ૧ ચમચી અડદની દાળ,
  • • ૧/૨ ચમચી જીરું,
  • • ૧/૨ ચમચી રાઈ,
  • • ૨-૩ લાલ સુકા મરચા,
  • • ૬-૭ કાજુ , ટુકડા કરવા.
  • • લીમડાના પાન,
  • • હિંગ.

બીજી સામગ્રી :

  • • ૧.૫ વાડકો રવો,
  • • ૧ વાડકો દહીં,
  • • ૨ લીલા મરચા , સમારેલા
  • • ૧ ચમચી ખમણેલું આદુ,
  • • ૧/૪ વાડકો સમારેલી કોથમીર,
  • • પોણો વાડકો ખમણેલું ગાજર,
  • • મીઠું,
  • • ૧.૫ ચમચી Eno,

રીત :

સૌ પ્રથમ બધો જ મસાલો એલ પ્લેટમાં તૈયાર કરી ને રાખો.

કડાયમાં ઘી , તેલ ગરમ કરો, ત્યારબાદ તેમાં બેય દાળ , રાઈ , જીરું , લાલ મરચા ઉમેરી શેકો.

દાળ લાલ થવા આવે ત્યારે કાજુના ટુકડા ઉમેરી શેકો. ત્યારબાદ તેમાં હિંગ નાખી રવો ઉમેરો. ધીમી આંચ પર શેકો.

રવો હલકો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. હલાવતા રેહવું એટલે રવો બળે નહિ અને એકસરખો શેકાય . રવો ઠંડો પડે ત્યાં સુધી રાહ જોવી .

એક બાઉલમાં દહીં , આદુ, ગાજર, લીલા મરચા , મીઠું મિક્ષ કરો.

હવે એમાં શેકેલો રવો ઉમેર . ૨ વાડકા જેટલું પાણી ઉમેરી સરસ મિક્ષ કરી લો. ૧૫-૨૦ min માટે રેહવા દો.

ફરી હલાવો અને જરૂર મુજબ પાણી અથવા દહી ઉમેરો. ઈડલી બેટર જેવું જાડુ બેટર બનાવવું .

 
ઈડલીનું સ્ટેન્ડ પાણી ભરી ગરમ મુકવું અને એની પ્લેટસને હલકા તેલથી ગ્રીસ કરી લેવી.


રવા ના બેટર માં eno ઉમેરી સરસ મિક્ષ કરી લો અને તરત ઈડલીની પ્લેટસ માં મુકો. ૭-૮ min માટે પકાવો.


થોડી ઠરે એટલે પ્લેટસ માંથી ધારદાર ચમચીની મદદથી કાઢી ગરમ ગરમ પીરસો.

આ ઈડલી સાથે ટોપરાની ચટણી , ઈડલી પોડી પીરસી શકાય …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *