રવા નમકીન કેક (પેન કેક) – રોજ કાંઈક નવીન અને અલગ ખાવાનું મન થાય છે તો આજે બનાવો આ નમકીન પેનકેક…

રવા નમકીન કેક (પેન કેક)

રવા નમકીન કેક. ચોમાસા ની ઋતુ માં તો રોજ કઈ ને કઈ તળેલું અને ચટપટુ નમકીન ખાવા નું જ મન થાય છે. એમાં પણ રોજ ભજીયા કે પકોડા ભાવતા નથી.. તો આજે હું એક નવી ડીશ. કે જે છે રવા ના લોટ ની નમકીન પેન કેક. જે ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ છે તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.

રવા નમકીન કેક ટમેટો-સોસ, ખાટી-મીઠી ચટણીઓ તેમજ ચા જોડે પણ ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

· ૧ બાઉલ રવા નો લોટ,

· ૧ નંગ બાફેલું બટાકું,

· ૧ નંગ ડુંગળી,

· ૧ ચમચી આદું-લસણ ની પેસ્ટ,

· ૧ ગ્લાસ પાણી,

· તેલ તળવા માટે,

· ૧ ચમચી જીરું,

· ૧ ચમચી કોથમરી,

· ૧ ચમચી ચિલિફ્લેક્ષ,

· ૧ ચમચી મરચું પાઉડર,

· ૧ ચમચી નમક,

· ૧ ચમચી ગરમ મસાલો,

· ૧ ચમચી હળદળ,

· ૧ ચમચી કોર્નફ્લોર/ચોખા નો લોટ,

· સજાવટ માટે___

· તલ,

· કોથમરી ,

· કોથમરી મરચા ની ચટણી,

· ટમેટો સોસ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું. રવા નો લોટ. જેને સૌપ્રથમ ચાળી લેવો જરૂરી છે.

ત્યાર બાદ રવા ના લોટ ને એક પેન માં કાઢી શેકવા માટે મૂકી દેવો. તેને ધીમે ધીમે ચમચા વડે હલાવી ગેસ ની ધીમી આંચ ઉપર શેકવા દેવો.

તેની સુગંદ આવવા લાગે ત્યાં સુધી રવા ના લોટ ને શેકવો.

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લો. ત્યાર બાદ તેમાં ૧ ચમચી તેલ ઉમેરો અને પેન ને ઢાંકી અને ૫ થી ૭ મિનીટ સુધી રેહવાદો. જેથી રવો ખુબ જ સરસ પાકી જશે.

હવે રવો જયારે પેન માં ચોટે નહિ અને સરસ રીતે તૈયાર થઇ જાય. એટલે તેને એક બાઉલ માં કાઢી લો.

હવે આપણે લઈશું બાફેલું બટાકું. જેને બોવ બાફવા નથી દેવાનું. હલકું કાચું હશે તો પણ ચાલશે. તેની છાલ કાઢી. જાડી ખમણી ચડે બટાકા ને એક બાઉલ માં ખમણી લેવું.

હવે એ બાઉલ માં બટાકા ઉપર તૈયાર કરેલો રવો ઉમેરીશું. ત્યાર બાદ તેમાં ચોખાનો લોટ કે કોર્નફલોર ઉમેરવો. ત્યાર બાદ તેમાં લસણ અને આદું ની પેસ્ટ ઉમેરવી. ત્યાર બાદ બધા જ મસાલાઓ ઉમેરીશું. જેમાં નમક, મરચું પાઉડર કે ચિલિફ્લેક્ષ બને માંથી કોઈ પાન ઉમેરી શકો છો. યાર બાદ ગરમ મસાલો અને હળદળ ઉમેરવા. ત્યાર બાદ તેમાં જીણી સમારેલી કોથમરી ઉમેરીશું અને આખું જીરું પાન ઉમેરવું.

હવે બધી જ સામગ્રીઓ ને હાથ વડે મસળી અને મિક્ષ કરી લેવી. અને એક સરસ ડો તૈયાર કરી લેવો.

હવે એક થાળી લઈશું. જેને તેલ થી ગ્રીસ કરી લેવું. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું ડો પાથરી લેવો. એ પથરાઈ ગયા બાદ તેમાં એક વાડકો લઇ તેના તળિયામાં તેલ લગાવી થાળી માં બધા જ મિશ્રણ ઉપર ફેરવી દેવો. જેથી તે એકદમ લીશું થઇ જશે. ત્યાર બાદ તેને ફ્રીઝ માં મૂકી દઈશું. સેટ થવા માટે. તેને ફ્રીઝ માં 20 થી 25 મિનીટ સુધી મૂકી રાખવું. અને જયારે પાન તળવું હોય ફ્રીઝ માંથી કાઢી તળી શકાય છે.

હવે જે પાન આકાર આપણે જોઈતો હોય તે આકાર ની આપણે બનાવી શકીએ છીએ. મેં ગોળ અને ચોરસ બને બનાવી છે. તમને પસંદ હોય તે આકાર નો ઉપયોગ કરી બનાવી શકો છ.

હવે એક પેન માં તેલ ગરમ કરી અને તેને ધીમી આંચ ઉપર તળી લેવા. લાઈટ-બ્રાઉન કલર થઇ જાય એટલે સરખું તેલ નીતરી તેને કાઢી લેવા.

હવે ગરમ ગરમ રવા નમકીન કેક ને સર્વિંગ પ્લેટ માં કાઢી કોથમરી અને તલ વડે તેને સજાવી અને કોથમરી ની ચટણી તેમજ ટમેટો સોસ જોડે સર્વ કરો. તેમજ આ પેન કેક ચા જોડે પણ ખુબ જ સરસ લાગે છે.

નોંધ:

· કોર્નફ્લોર ના અથવામાં તમે ચોખાનો લોટ લઇ શકો છો.

· મેં માત્ર ડુંગળી લીધી છે. તમે લીલા મરચા અને ટમેટા જેવી સામગ્રીઓ પાન ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *