રવાની ચકરી – ચોખાના લોટની અને ઘઉંની ચકરી તો ખાતા જ હશો હવે બનાવો આ રવાની ચકરી…

કેમ છો ફ્રેન્ડ્સ..🙏

આજે હું લઈને આવું છું ચકરી… ચકરી છોકરા ઓ ને નાસ્તામાં બઉ ભાવતી હોય છે..પણ આજે હું રવા ની ચકરી બનાવાની છું..ઘઉં નો લોટ બાફી ને તો કરતા હોય છે ..આ રવા ની ચકરી ફટાફટ બની જતી હોય છે અને એકદમ ક્રિસ્પી તો ખરીજ.. છોકરાઓ ઘરે હોય એટલે કાયિક ને કાઇક નાસ્તો બનાવીને રાખવો જ પડે… આજકાલનો જમાનો પીઝા અને બર્ગરનો છે.

ચકરી એક ભારતીય પરંપરાગત નાસ્તો છે. જે દેખાવમાં એકદમ ગોળ ગોળ ને ખાવામાં એકદમ નમકીન છે. મોટેભાગે એ દિવાળી જેવા ત્યોહારમાં ઘરે બનાવવામાં આવે છે. આ નમકીન ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે. અને આને બનાવવા માટે પણ અલગ અલગ લોટનો ઉપયોગ થાય છે. જેમકે મહારાષ્ટ્રમાં ભાજનીચી ચકલીના નામે આ નમકીન ફેમસ છે ને ગુજરાતમાં ચકરી ના નામથી ઓળખાય છે.

આને બનાવવા માટે ગુજરાતી લોકો મોટેભાગે ઘઉનો લોટનો જ ઉપયોગ કરે છે. આમાં આદું મરચાની પેસ્ટ નો ઉપયોગ થતો હોવાથી આરામથી પચી પણ જાય છે. અત્યારે તો આ ચકરી ઘણી ફ્લેવરમાં બનાવી શકાય છે. જેમકે દાબેલી ફ્લેવર, પાણીપૂરી ફ્લેવર પાલક ફ્લેવર વગેરે…. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને બનાવીએ ગુજરાતીઓના ઘરે ઘરે બનતી ચકરી.

“રવા ની ચકરી”

  • 2વાટકી – રવો
  • 1વાટકી – ચોખાનો લોટ
  • 2 ચમચી- બટર
  • 1 ચમચી – જીરુ
  • 1 ચમચી સફેદ તલ
  • 1/2 ચમચી- લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ -તળવા માટે

1 વાટકી પાણી ગરમ કરો,એમાં બે ચમચી બટર નાંખી ઉકાળો.પછી રવો નાંખી હલાવવું.જયાં સુધી બધુ પાણી બળી જાય અને લોટ ભેગો થાય ત્યાં સુધી હલાવવું.

રવાના લોટમાં એક વાટકી ચોખાનો લોટ,મીઠું તલ,જીરું,લાલ મરચું નાંખી હલાવવું,જરુર જેટલુંજ પાણી નાંખી લોટ બાંધો.અને સંચા વડે ચકરી પાડો.

હવે ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ગરમ થવા દો ને તાવેથાની મદદથી એક એક ચકરી લઈને ગરમ તેલમાં તળો. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે.અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.

હવે તમારી ચકરી એકદમ તૈયાર છે, ઠંડી થાય એટ્લે એર ટાઈટ ડબ્બામાં ભરી દો. એક મહિના સુધી એકદમ તાજી જ રહેશે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *