રેડ સોસ પાસ્તા – અવાર નવાર બહાર ખાવા જાવ છો એ પાસ્તા ભાવે છે હવે ઘરે જ બનાવો અને ખુશ કરી દો બધાને…

પાસ્તા એ લગભગ બધા ના ફેવરિટ હોય છે , બાળકો ને પણ ખૂબ જ પસંદ હોય છે. આજે આપણે ખુબજ સિમ્પલ રીતે અને ઓછી સામગ્રી થી બની જાય તેવા પાસ્તા ની રેસિપી જોઇશુ. આમ તો રેડ સોસ પાસ્તા ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે , આજે હું જે મારા ઘરે રેગ્યુલર જે રીતે બનાવું છુ તે શેર કરીશ.

તો ચાલો રેસીપી જોઈ લઈએ.

  • ૩ મીડીયમ ટામેટા
  • ૩-૪ સૂકા મરચા
  • ચીલી ફ્લેક્સ
  • ઇટાલિયન મિક્સ હર્બ્સ
  • ૪-૫ કળી લસણ ના ટુકડા
  • ૪-૫ તુલસી પાન ના ટુકડા
  • ચીઝ
  • ૨ ચમચી ઘી
  • ૧ જીણી સમારેલી ડુંગળી
  • ૨ ચમચી ટોમેટો કેચપ
  • પાસ્તા બોઈલ કરવા
  • ૧ કપ પાસ્તા
  • મીઠું
  • ૧/૪ ચમચી તેલ
  • ૩ કપ પાણી

પાસ્તા બોઈલ કરવા માટે, પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે તેમાં થોડું મીઠું અને તેલ નાખી પાસ્તા નાખી દેવા ,પાસ્તા ૮૦% ચડી જાય ત્યાં સુધી રેવા દેવાના પછી ચાયની માં nikali પાણી નિતારી લેવાનું અને ઉપર થી થોડું ઠંડુ પાણી રેડી દેવાનું જેથી પાસ્તા એકદમ ઠંડા થઇ જાય અને એક બીજા સાથે ચોંટી ન જાય.

રેડ સોસ બનાવવા માટે ટામેટા અને સૂકા મરચા ને બોઈલ કરી લેવાના છે. ટામેટા ની છાલ નીકળવા લાગે ત્યાં સુધી બોઈલ કરવાના છે. પછી ટામેટા અને સૂકા મરચા ને મિક્સર જાર માં નાખી પાણી નાખ્યા વગર જ પ્યુરી બનાવી લેવાની છે.

હવે એક પેન માં ઘી ગરમ કરવા મુકો તેમાં લસણ ની કળી ના ટુકડા અને તુલસી પાન ના ટુકડા નાખી ૨૦-૩૦ સેકન્ડ સુધી સાંતળી લેવાનું છે. ફ્રેશ તુલસી પાન નાખવા થી ખુબ જ સરસ ફ્લેવર આવશે. પછી તેમાં સમારેલી ડુંગળી નાખી દો.  ડુંગળી બ્રાઉન કલર ની થવા આવે ત્યાં સુધી ધીમા ગેસ પાર સાંતળવા ની છે . પછી તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી , ટામેટા ની પ્યુરી નાખી 3-૪ મિનિટ સુધી હલાવતા જઈ પકાવવાની છે.

તેમાં અડધી ચમચી મીઠું , ઇટાલિયન મિક્સ હર્બ્સ , ૨ ચમચી ટામેટા કેટચૂપ નાખી દો , બોઈલ કરેલા પાસ્તા નાખી દો, ફરી થી થોડા ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બ્સ સ્પ્રિન્કલ નાખી દો ,    પાસ્તા અને સોસ સરસ થી મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવી લો . બસ તૈયાર છે આપડા એકદમ ટેસ્ટી રેડ સોસ પાસ્તા

થોડા પાસ્તા ને એક પ્લેટ માં નીકળી લો , થોડું ચીઝ ખમણી લો , બચેલા પાસ્તા નાખી દો , ઉપર ફરી થી ચીઝ ખમણી લો , અને તુલસી પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.   છેને બનાવવા માં એકદમ સરળ , બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકો. તો આજ ની આ રેસીપી જોઈ ને જરૂર થી ટ્રાય કરજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *