રેડ ઈટાલિયન ગ્રેવી પાસ્તા – નાના મોટા દરેકની પસંદ એવા પાસ્તા હવે બનશે પરફેક્ટ તમારા રસોડે…

આજે આપણે બનાવીશું બાળકોનું મનપસંદ પાસ્તા રેડ ગ્રેવી આ હેલ્ધી છે જેમાં તમે બધા કલર ફૂલ વેજીટેબલ બાળકોને ખવડાવશો અને બાળકોને મજા પણ આવશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. તો ચાલો આપણે જોઈ લઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • પેની પાસ્તા અઢીસો ગ્રામ
  • બાફેલી મકાઈ અડધો કપ
  • બેબી મકાઈ ૮ નંગ
  • બે થી ત્રણ ચીઝ ક્યુબ
  • રેડ કેપ્સિકમ
  • ગ્રીન કેપ્સિકમ
  • યલો કેપ્સીકમ
  • 2 ટામેટા ની પ્યુરી
  • 2 ટામેટા સમારેલા
  • ૧ નંગ મોટી ડુંગળી
  • મિક્સ ઇટાલિયન મસાલા
  • ચીલી ફ્લેક્સ
  • પાચ થી છ કડીલસણ
  • મીઠું
  • મરી

રીત

1- સૌથી પહેલા આપણે પાસ્તાને બોઇલ કરવાના છે.

2- સૌથી પહેલા આપણે પાણી લઈશું પાસ્તા ડુબે એટલું તેને આપણે ગરમ કરી લઈશું.એક બોઈલ આવે ત્યાં સુધી.

3- હવે પાણી બૉઇલ થવા માંડ્યું છે. તો આપણે તેમાં એક ચમચી તેલ નાખીશું. તેનાથી પાસ્તા એકબીજા ને ચોંટે નહીં.

4- હવે તેમાં આપણે થોડું મીઠું નાખી શું.

5- હવે આપણે તેમાં પાસ્તા ઉમેરીશું. અને તેને હલાવી લઈશું.

6- હવે આપણે તેને પાચ થી છ મિનિટ સુધી ઉકાળવા દઈશું.પાસ્તા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી.

7- હવે આપણા પાસ્તા સોફ્ટ થઈ ગયા છે આપણે તેને એક ચમચીથી કટ કરીશું.તો તે એકદમ સરળ રીતે તૂટી જશે એટલે કે આપણા પાસ્તા સોફ્ટ થઈ ગયા છે.

8- હવે આપણે તેને કાઢી લઈશું. હવે આપણે તેમાંથી પાણી બધું નિતારી લેવાનું છે. ગેસ બંધ કરી દઈએ.

9- બધાને તેલથી કોર્ટ કરી લઈશું જેથી એકબીજાને ચોંટી નહીં. આપણે બનાવી ત્યાં સુધી.

10- હવે આપણે ઇટાલિયન રેડ સોસ બનાવવા નો છે જેના માટે આપણે 1 મોટી ચમચી તેલ લઈશું.

11- હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં લસણની કડી જે સમારીને રાખી હતી તે ઉમેરીશું.

12- લસણની કાચી સુગંધ જાય ત્યાં સુધી શેકવા દઈશું. તમે ઓલિવ ઓઈલમાં પણ બનાવી શકો છો.

13- હવે આપણે તેમાં ડુંગળીજે સમારી ને રાખી હતી તે ઉમેરીશું. ઇટાલિયન કુકિંગ માં બધું એકદમ સરસ ચડવી ના દે. થોડું અધકચરુ રાખવાનું એટલે તેમાં આપણે પણ તેવું જ રાખીશું.

14- હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે હવે તેમાં ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું.

15- હવે ગ્રીન કેપ્સિકમ થોડું શેકાઈ ગયું છે તો યલો કેપ્સીકમ નાખીશું. બધાને એકસરખાં લાંબા લાંબા સમારી લેવાના છે.

16- હવે તેમાં રેડ કેપ્સિકમ એડ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલું કલરફુલ લાગે છે.

17- આપણે પાસ્તા મેદાના નથી લીધા ઘઉંના લીધા છે. ઘઉંના પાસ્તા બજારમાં મળે છે. તો તમે એ લઈ શકો છો.

18- હવે આપણે તેમાં આપણા બેબી મકાઈ એડ કરીશું. આ ઓલરેડી કુક છે

બાફેલા છે. એટલે ખાલી તેને સેકાવા દઈશું. અડધો કપ બાફેલા અમેરિકન મકાઈ ના દાણા લીધા છે. આને પણ ખાલી શેકાવા દઈશું.

19- આમાં તમે બીજા ઘણા વેજીટેબલ એડ કરી શકો છો. જેમ કે બ્રોકોલી કરી શકો. કાકડી પણ એડ કરી શકો.

20-હવે આપણે તેમાં બે ટમેટા ની પ્યુરી કરી તે એડ કરીશું. હવે તેને હલાવી લઈશું. સાથે 2 ટામેટા સમારેલા હતા તે પણ એડ કરીશું. એટલે તે પણ સોફ્ટ થવા માંડે.

21- હવે આ સોસ ને કુક કરવાનો છે.તો થોડીવાર તેને કુક થવા દઈશું.

22- તમે વીડિયોમાં જોઈ શકો છો કેઆપણો સોસ સોફ્ટ થઈ ગયો છે.

23- હવે તેમાં આપણે મિક્સ હબ નાખીશું. લગભગ આનો જ સ્વાદ હોય એટલે આ 1 મોટી ચમચી જેટલું નાખીશું. આમાં બધું જ આવી જાય છે જે ઇટાલિયન રીઝનીંગ છે તે બધું આવી ગયું.

24- હવે તીખાશ માટે ચીલી ફ્લેક્સ જો તમે નાના બાળકો માટે બનાવો છો તો તમે થોડું ઓછું નાખી સકો છો. લગભગ અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખીશું.

25- હવે આપણે તેમાં થોડું મરી પાવડર નાખીશું. અડધી નાની ચમચી જેટલું.

26- હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

27- તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં ચીઝ ક્યુબ એડ કરીશું. ચીઝ ને ગ્રેટ કરી લઈશું. થોડું ચીઝી ચીઝી થાય અને બાળકોને અને આપણા બધાને ભાવે.

28- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તમે વીડિયોમાં જોઈ શકો છો આપણો સોસ એકદમ ઠીક થઈ ગયો છે.

29- બધા મસાલા પણ એડ થઈ ગયા છે. હવે તેમાં આપણે બાફેલા પાસ્તા એડ કરીશું. 30-તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાસ્તા એકદમ છુટા છુટા છે. કેમકે આપણે તેને તેલથી સ્પ્રેડ કર્યું હતું.

31- હવે આપણે તેને હલાવી લઈશું. એકદમ હલકા હાથે હલાવવાનું છે. પાછું નહીં લાવવાનું જેથી તે તૂટી ન જાય. બસ ખાલી મિક્સ કરવાનું છે.

32- હવે આપણા પાસ્તા તૈયાર છે. ચાલો તેને સૌ કરીએ.

33- આપણે પાસ્તા ને એક બાઉલ માં કાઢી લઈશું. હવે તેની પર ચીઝ થી ગાર્નીશ કરીશું.

34- પાસ્તા તૈયાર છે તમે તેને આમ જ ખાઈ શકો છો.યા તેને ઓવનમાં ગરમ પણ કરી શકો છો. પણ તમે ઓવનમાં ગરમ કરો છો તો ઓવન મા બોલ મા સૌથી પહેલા તો ચીઝ સ્પ્રેડ કર્યું. એની ઉપર થોડું દૂધ પ્રિંગલ કરીશું.હવે ઓવનમાં ગરમ કરીશું જેથી તે સૂકાય ના જાય.

35-આપણે હવે તેને ઓવન માં મૂકી દઈશું.

36- હવે આપણા ચીઝી પાસ્તા રેડ ઇટાલિયન પાસ્તા તૈયાર છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *