રેડ ગ્રેવી – પનીરની સબ્જી બનાવવા માટે કામ લાગશે આ સ્ટોર કરેલી ગ્રેવી…

આજે હું રેડ ગ્રેવી ની રેસિપી આપી રહી છું આ ગ્રેવી ને તમે સ્ટોર કરી શકો છો અને તેમાંથી પનીર બટર મસાલા, પનીર અંગારા, paneer lababdar, પનીર તુફાની, ચીઝ બટર મસાલા રેડ ગ્રેવી ની દરેક સબ્જી બનાવી શકો છો..

રેડ ગ્રેવી

#First method#

* સામગ્રી *

  • – ચાર નંગ ટામેટા બે ભાગ કરી લેવા
  • – ૮ થી ૧૦ લસણની કળી
  • – 1 ઈંચ આદુનો ટુકડો
  • – ૪ નંગ સુકા રેશમ પટ્ટી મરચા બી કાઢી લેવા
  • – બે મોટી ચમચી મગજતરીના બી
  • – દસ નંગ કાજુ
  • – ત્રણ ગ્લાસ પાણી

#બનાવવાની રીત #

1..સૌપ્રથમ એક કડાઈમાં હમણાં પાણી નાખો ત્યારબાદ તેમાં ટામેટા લસણ ની કળી આદુનો ટુકડો રેશમ પટ્ટી લાલ મરચાં કોથમીર ની દાંડી કાજુ મગજતરી ના બી ઉમેરીને તેને અડધો કલાક માટે ઢાંકણ ઢાંકીને બરાબર ઉકાળી લો ..

2..ત્યારબાદ તેને ઠંડુ કરી પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને ચારણી ની મદદથી આ પેસ્ટને ચાળી લો..

# સેકન્ડ પ્રોસેસ#

*સામગ્રી*

  • – બે મોટી ચમચી તેલ
  • – 1 નંગ સ્ટાર ફુલ
  • – 1 નંગ મોટુ એલચો
  • – 1 નંગ તજ નો ટુકડો
  • – 1 નંગ તમાલપત્ર
  • – અડધી ચમચી જીરૂ
  • – 1 મોટી ચમચી આદુની પેસ્ટ
  • – બે મોટી ચમચી લસણની પેસ્ટ
  • – 1 મોટી ચમચી દેગી લાલ મરચું પાવડર
  • – બનાવેલી ગ્રેવી
  • – 1 ચમચી મધ
  • – 1 ચમચી ધાણાજીરું પાવડર
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – 1 ચમચી કસુરી મેથી પાવડર
  • – 2 મોટી ચમચી બટર
  • – 1/2 ચમચી ગરમ મસાલો
  • – 1 ચમચી કિચન કિંગ મસાલો

#બનાવવાની રીત #

1..હવે એક કડાઈમાં તેલ અને બધા ખડા મસાલા જીરુ ઉમેરીને અડધી મિનિટ માટે તેને શેકી લો ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ આદુની પેસ્ટ ઉમેરી ડેગી લાલ મરચું ઉમેરી ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રેવી ને ઉમેરી દો હવે તેની અંદર મધ ધાણા-જીરુ પાવડર મીઠું કસૂરી મેથી ગરમ મસાલો કિચન કિંગ મસાલો ઉમેરીને પંદરથી વીસ મિનિટ માટે તેને સાંતળી લો ત્યાર બાદ છેલ્લે બટર ઉમેરી ગ્રેવી તૈયાર કરી લો..

2..આ ગ્રેવી ને કોઈપણ સબ્જી માં ઉપયોગ કરી શકો છો..

3..આ ગ્રેવી ને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી ને દસથી પંદર દિવસ માટે ફ્રીઝરમાં ફ્રીઝ કરી સ્ટોર કરી શકો છો..

નોંધ:

– દરેક લેડીસ ની કમ્પ્લેન હોય છે કે બહાર જેવી પંજાબી સબ્જી નથી બનતી એનું કારણ છે બહારની સબ્જીમાં ત્રણથી ચાર પ્રોસેસ થાય છે એટલે તેનો ટેસ્ટ અને દેખાવ ખૂબ જ સુંદર હોય છે ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *