રાઈસ ચપાતી ચીઝ સેન્ડવીચ – બાળકો રોજ કાંઈક નવીન માંગે છે? તો આજે આ નવીન સેન્ડવીચ બનાવી આપો…

રાઈસ ચપાતી ચીઝ સેન્ડવીચ

સામગ્રી:


ચોખા નો લોટ- 1 વાટકી

મેંદો – અડધી વાટકી

બાફેલા બટાકા-2 નાની સાઈઝ ના

ટામેટું – 1

ડુંગળી – 1

સીમલા મરચું – 1

ગાજર – 1

પીઝા સોસ જરૂર મુજબ

મેયોનીઝ જરૂર મુજબ

બટર-2 ચમચી

ચાટ મસાલો જરુર મુજબ

ચીજ જરુરમુજબ

મીઠુ – સ્વાદ મુજબ

લીલી ચટણી (ફુદીનો, કોથમીર, સિંગદાણા, લીલા મરચા, મીઠું નાખીને બનાવી લેવી.

રીત:


સ્ટેપ 1:સૌ પ્રથમ ચોખા નો લોટ મેંદો મીક્ષ કરી તેમાં મીઠું નાખી રોટલી નો લોટ તૈયાર કરી ને મોટી ચાર રોટલી બનાવી લો.

સ્ટેપ 2: 1 રોટલી પર ચટણી લગાવી. બાફેલા બટાકા અને શિમલા મરચા ના ગોળ પીસ કરી ને મુકો. ઉપર ચપટી મીઠું અને ચાટ મસાલો ભભરાવો. તેની પર છીણેલુ ચીઝ નાખો.

સ્ટેપ 3:હવે તેની પર બીજી રોટલી મુકી પીઝા સોસ લગાવી.ગાજર નુ છીણ અને ટામેટાં ના ગોળ પીસ કરી મુકી ચપટી મીઠુ ને ચાટ મસાલો ભભરાવો. ઉપર છીણેલુ ચીજ નાખો.

સ્ટેપ 4: હવે તેની પર ત્રીજી રોટલી મુકી ચટણી લગાવી. મેયોનીઝ લગાવી. ડુંગળી ને ગોળ કાપી ને મુકી તેની પર ચાટ મસાલો નાખી છીણેલુ ચીજ નાખો.


સ્ટેપ 5: હવે તેની પર ચોથી રોટલી મુકી સેન્ડવીચ તૈયાર કરો.

સ્ટેપ 6 :હવે એક પેન મા બટર નાખી ગરમ કરી રોટલી સેન્ડવીચ ને મુકો. ઉપર થી ઢાંકી ને ધીમા તાપે 2 મીનીટ માટે મુકી ગુલાબી થાય ત્યાં સુધી થવા દો. બીજી બાજુ પલટાવી ને ઢાંકી ને થવા દો.

સ્ટેપ 7:તૈયાર થઈ જાય એટલે કટ કરી સર્વિગ પ્લેટ મા સોસ ને ચટણી સાથે સર્વ કરો.

નોંધ : આ રેસીપી મા તમે ઘઉં ની ગરમ અથવા વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો.

રસોઈની રાણી : મીતા જૈન

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *