ક્રિસ્પી રાઇસ પૂરી – અજમાના કોમ્બિનેશન થી બનાવી છે તો હેલ્થ માટે પણ સારી છે. એકવાર ટ્રાય અને ટેસ્ટ કરશો તો વરંવાર બનાવશો.

ક્રિસ્પી રાઇસ પૂરી :

આજે હું રાઇસ ફ્લોરમાંથી બનતી ક્રીસ્પી રાઇસ પૂરીની સરસ રેસિપિ આપી રહી છું. જે ટ્રાવેલિંગમાં બધાને ખૂબજ ઉપયોગી થશે. સાથે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. ક્રીસ્પી રાઇસ પૂરીનો ક્રંચી – સ્પાઇસી ટેસ્ટ નાના મોટા બધાને ખૂબજ ભાવશે. ગેસ્ટ આવવાના હોય તો આ પુરી અગાઉથી બનાવીને પણ સ્ટોર કરી શકાય છે. એર ટાઇટ કંન્ટૈનરમાં સ્ટોર કરવાથી 15-20 દિવસ સુધી ક્રીસ્પી રહે છે. ટેસ્ટ બદલતો નથી. અજમાના કોમ્બિનેશન થી બનાવી છે તો હેલ્થ માટે પણ સારી છે. એકવાર ટ્રાય અને ટેસ્ટ કરશો તો વરંવાર બનાવશો.

તો જરુરથી ક્રિસ્પી રાઇસ પૂરીની મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો.

ક્રિસ્પી રાઇસ પૂરી માટેની સામગ્રી :

  • 1 ½ કપ પાણી
  • 1 કપ રાઇસ ફ્લોર
  • 2 ટી સ્પુન ઓઇલ
  • ¼ ટી સ્પુન ઘી
  • ½ ટી સ્પુન અજમા
  • 1 ટી સ્પુન મીઠું અથવા તમારા ટેસ્ટ મુજબ
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન આદુની પેસ્ટ
  • 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ

ક્રિસ્પી રાઇસ પૂરી બનાવવાની રીત :

સૌ પ્રથમ નોન સ્ટીક પેન લઇ તેમાં 1 ½ કપ પાણી ઉમેરો. તેમાં 2 ટી સ્પુન ઓઇલ અને ¼ ટી સ્પુન ઘી ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન અજમા જરા ક્રશ કરીને ઉમેરો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધુ હલાવી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર અને ¼ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.

બધું બરાબર હલાવીને મિક્ષ કરીને મિડિયમ ફ્લૈમ પર 3-4 મિનિટ ઉકાળો. તેમાંથી સરસ અરોમા આવવા લાગશે.

બરાબર ઉકળી જાય એટલે ફ્લૈમ સ્લો કરી દ્યો.

હવે 1 ક્પ રાઇસ ફ્લોર થોડો થોડો કરીને ઉકાળતા પાણીમાં ઉમેરતા જવું અને મિક્ષ કરતા જવું.

એમ બધો રાઇસ ફ્લોર ઉમેરી મિક્સ કરી લેવો.

હવે બંધાયેલા લોટને, હથેળી ઓઇલથી ગ્રીસ કરી સરસથી મસળી લ્યો. ચકરી બનાવવાના લોટ જેવો બાંધવો.

બાંધેલો લોટ વધારે ઢીલો થઇ જાય તો તેમાં થોડો રાઇસ ફ્લોર ઉમેરવો. અને ટાઇટ થાય તો ગરમ પાણી ઉમેરી મસળી લેવો. (આમાં લખેલ માપ પ્રમાણે બરાબર જ થશે).

બાંધેલા લોટ માંથી સરળતાથી હાથથી થેપીને પૂરી બની શકે તેવો લોટ બાંધવો. ઢિલો નહી.

તેને બાઉલમાં મુકી ઢાંકી રાખો એટલે થોડો ગરમ રહે.

તેમાંથી નાના બોલ બનાવી હાથથી જ નાની નાની થોડી જાડી પૂરી બનાવો.

કડાઇમાં તેલ મૂકી ફ્લૈમ મિડિયમ હીટ પર રાખી ગરમ કરો. પૂરી તળી શકાય તેટલું ગરમ થાય એટલે તેમાં એકસાથે 4-5 પુરી ઉમેરી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન – ક્રીસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. બાકીની પૂરી પણ એજ રીતે તળી લ્યો.

ક્રીસ્પી રાઇસ પૂરી ચા, ટોમેટો કેચપ, દહીં કે ગ્રીન ચટણી સાથે ખાવાથી ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *