ચીઝી રાઈસ સ્ટીક – બપોરનો ભાત વધ્યો છે? તો હવે બનાવો આ ચીઝી વાનગી બાળકો તો જોઈને જ ખુશ થઇ જશે..

ચીઝી રાઈસ સ્ટીક(cheesy Rice Stick)

તો મિત્રો આજે આપણે એક લેફ્ટ ઓવર રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ.

બપોરે જમવામાં ભાત વધ્યા હોય અને એ ભાત સાંજે વઘારવા કે પછી એના પકોડા બનાવવા કે શું એ વિચાર કરીએ પછી છેલ્લે તો એમ જ થાય કે વઘારી નાખીએ સાચી વાત ને?

પણ એ એક ની એક વાનગી ખાઈ ખાઈ ને આપણે ક્યારેક કંટાળી જાય એમ થાય કે આજે કંઇક નવી વાનગી બનવું જેથી ભાત વપરાય પણ જાય અને બધાં ને કંઇક નવું ટેસ્ટ કરવા પણ મળે.

તો ચાલો મિત્રો આજે એક એવી રેસિપી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે.

સામગ્રી

૧ મોટો વાટકો બનાવેલા ભાત

૧ વાટકી ઝીણા સમારેલા ગાજર

૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી

૧ વાટકી ઝીણી સમારેલી પાલક

૧ વાટકી બોઇલ કરેલા મકાઈ ના દાણા

૧ વાટકી ઝીણી સમારેલી કોબીજ

૧ ચમચી ઝીણા સમારેલા લીલાં મરચાં

૧ વાટકી કોથમીર

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ માં

૩ ચમચી ચોખા નો લોટ

૨ ટી સ્પૂન પાણી

૧ ટી સ્પૂન આદું ઝીણું સમારેલું અથવા વાટેલું

૧ વાટકી ઝીણા સમારેલા કેપ્સીકમ

મોઝરેલા ચીઝ ની નાની સ્ટીક

૧/૨ ટી સ્પૂન મરી પાવડર

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ભાત લો હવે તેને હાથ વડે મસળી નાખો,હવે તેમાં ૩ ટી સ્પૂન એટલે કે ૩ ચમચી ચોખા નો લોટ નાખો લોટ નાખ્યા પછી ૨ ચમચી જેટલું પાણી નાખી લોટ અને ભાત એકદમ મિક્સ કરી લો.

હવે તેમાં ગાજર,કોબીજ,પાલક, આદું, કેપ્સીકમ,કોથમીર, ડુંગળી,લીલાં મરચાં, બોયલ કરેલા મકાઈ ના દાણા, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર,મરી પાવડર આ બધું અંદર નાખો અને મિક્સ કરો

હવે હાથ તેલ વાળો કરી થોડું સ્ટફિંગ હાથ માં લો અને લાંબો શેપ્ આપો અને ફોટો માં દેખાડ્યું તે રીતે વચે ચીઝ ક્યૂબ મૂકી પૂરું પેક કરી દો ધ્યાન રાખવું કે તેમાં એક ક્રેક (તળ) ના રેવી જોઈએ હવે તેને સ્ટીક જેવો શેપ આપી આ રીતે બધી સ્ટીક તૈયાર કરી લો.

હવે તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ પર લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

તો તૈયાર છે ચીઝી રાઈસ સ્ટીક

નોંધ

૧. આ સ્ટીફિંગ માં તમે આના સિવાય બીજા કોઈ શાકભાજી પણ ઉમેરી શકાય

૨. આ સ્ટીક ને ડીપ ફ્રાય કરવા થી એમાં નાખેલા વેજીટેબલસ એકદમ ક્રંચી અને ટેસ્ટી લાગે છે

૩.મે આમાં લીલી ડુંગળી નાખી છે તમે એમાં લીલી કે સૂકી કોઈ પણ નાખી શકો છો

૪. પાણી ની માત્રા માં ખુબ જ ધ્યાન રાખી ને એડ કરવું સ્ટફિંગ ઢીલું ના પડી જાય તેનું ધ્યાન રાખવું.

૫. આ રેસિપી બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *