રીંગણાં નું ભરેલું શાક – તમે ભરેલું શાક હજી પણ ચણાના લોટને ભરીને બનાવો છો? તો હવે આ સામગ્રીનો ઉપયોગ કરજો.

રીંગણાં નું ભરેલું શાક , રોટલા , દહીં અને ડુંગળી મરચાં … આ મારું ફેવરિટ મેનુ છે. તમને પણ ભાવતું જ હશે. જ્યારે તમેં કોઈ પણ શાક ને મસાલા થી ભરો , એનો સ્વાદ બમણો થાય જાય.

ભરેલા શાક મને બહુ જ પ્રિય છે , એમાંનું એક છે રીંગણાં નું ભરેલું શાક . દરેક ના ઘરે ભરેલા શાક નો મસાલો અલગ અલગ હોય . મારી મમ્મી આ શાક બહુ જ સરસ બનાવે. તો ચાલો આજે જોઈએ મારી મમ્મી ની આ રીત…

આશા છે પસંદ આવશે તમને…

નોંધ :

રીંગણાં હંમેશા નાના અને કુણા પસંદ કરવા .

જો ગાંઠિયા નો ભૂકો હજાર ના હોય તો એટલો જ શેકેલો ચણા નો લોટ લેવો .

સૂકા નારિયળ ના કટકા નો મિક્સર માં ભૂકો કરી લેવો.

સામગ્રી :

1. 300 ગ્રામ રીંગણાં

2. 4 – 5 મોટી ચમચી તેલ

3. 1/2 ચમચી હિંગ

4. બારીક સમારેલી કોથમીર , સજાવટ માટે

મસાલો બનાવવા માટે

1. 2 ચમચી તેલ

2. 3 મોટી ચમચી શીંગદાણા

3. 3 ચમચી ગાંઠિયા નો ભૂકો

4. 2 ચમચી સૂકું ટોપરું , ભૂકો

5. 1 ચમચી તલ

6. 3 ચમચી ધાણાજીરું

7. 2 ચમચી લાલ મરચું

8. 1 ચમચી હળદર

9. 1/2 ચમચી આમચૂર

રીત :

સૌ પ્રથમ શીંગદાણા ને શેકી , ફોતરાં ઉડાડી મિક્સર માં ભૂકો કરી લેવો. ભૂકો કરતી વખતે pulse રીત થી જ કરવો જેથી શીંગ નું તેલ બહાર ન આવે.


મસાલા ની બાકી બધી સામગ્રી ભેગી કરો. હાથ થી સરસ મિક્સ કરી લો.

હવે આ મસાલા માં 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો.

રીંગણાં ને ધોઈ સાફ કરી લેવા. ઉપર ના ટીડ્યાં કાઢી લેવા. ઘણા લોકો આ ડિટયા સહિત જ શાક બનાવતા હોય , આપ મરજી મુજબ કરી શકો. બેય માં સ્વાદ તો સારો જ આવવાનો..


વચ્ચે કાપો કરી તૈયાર કરેલો મસાલો થોડો થોડો એમાં ભરવો. વધેલો મસાલો બાજુ પર રાખી લેવો..

કડાય માં તેલ ગરમ કરો. હિંગ ઉમેરી મસાલો ભરેલા રીંગણાં ઉમેરો. સરસ રીતે હલાવો. કડાય ને ઢાંકી ઉપર પાણી રાખી દો. ધીમા તાપે રીંગણાં ને ચડવા દેવા.

જ્યારે રીંગણાં પુરી રીતે બફાઈ જાય , સાઈડ પર રાખેલો મસાલો ઉમેરો. જરૂર હોય તો 2 થી 3 ચમચી ગરમ પાણી ઉમેરો.


કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *