ભરેલા રીંગણ-બટેટા – આવી રીતે પરફેક્ટ શાક બનાવો એક એક સ્ટેપ બરોબર ફોલો કરજો…

રીંગણ વિશે કહીએ તો અનેક પ્રકારના રીંગણ માર્કેટમાં મળતા હોય છે. સાઇઝમાં નાના મોટા, કલરમાં અનેક જાતના તેમજ ઓળો બનાવવા માટેના કે પછી નાના ટુકડા કરીને શાક બનાવવા માટેના અને મસાલો ભરેલા બનાવવા માટેના રીંગણ…. બધાં જ રીંગણના જુદાજુદા પ્રકારે શાક કે ઓળો બનાવી શકાય છે. ભરેલા રીંગણ સાથે ભરેલી ઓનિયન, કાચા કેળા, બટેટા વગેરેમાં મસાલાભરીને મિક્ષ શાક બનાવવામાં આવે છે.

તો ક્યારેક બારીક કાપેલી મેથી, વલોળ, કંદ તેમજ શિયાળામાં મળતા ફ્રેશ ક્ઠોળ જેવાકે લીલા વટાણા, વાલ, તુવેરના દાણા પણ રીંગણ સાથે મિક્ષ કરીને શાક બનાવવામાં આવતું હોય છે. શિયળામાં રીંગણ સાથે ઘણા બધા સિઝનલ શાકો ઉમેરીને ઉંધિયું બનાવવામાં આવતું હોય છે. જે લંચ કે ડીનર માટે હોટ ફેવરિટ છે. આમ રીંગણને શાકોમાં રાજા કહી શકાય. ભરેલા રીંગણ બટેટાનું શાકતો મોસ્ટ્લી બધાજ ગુજરાતી રેસ્ટોરંટમાં અને ઘરોમાં ગૃહિણીઓ બનાવતા હોય છે. મસાલાથી ભરપૂર ખૂબજ સ્વાદિષ્ટ બનતું હોવાથી લોકોનું પસંદીદા શાક છે.

આજે હું અહીં ભરેલા રીંગણ બટેટાના શાકની રેસિપિ આપી રહી છું. જે બધાને ચોક્કસથી ભાવશે.

ભરેલા રીંગણ-બટેટા :

 • 4 નાના રીંગણ
 • 4-5 નાના બટેટા
 • 1 ½ કપ કાપેલા ટમેટા
 • 1 મોટી ઓનિયનના મોટા ટુકડા
 • 4-5 કળી લસણ

ભરવા માટે:

 • 2 ટેબલ સ્પુન શેકેલી શીંગનો અધકચરો ભૂકો +1 ટી સ્પુન
 • 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
 • 1 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ + ટી સ્પુન બ્રેડ ક્રમ્સ
 • 3-4 લીમડાની સ્ટ્રીંગ
 • ½ ટી સ્પુન હળદર+ પિંચ
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર + 1 ટેબલ સ્પુન
 • 1 ટી સ્પુન ધાણાજીરું પાવડર + 1 ટી સ્પુન
 • 1 ટી સ્પુન ગોળ + 1 ટી સ્પુન
 • પિંચ ગરમ મસાલો
 • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી
 • 1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા
 • સ્વાદ મુજબ મીઠું
 • 1 ટી સ્પુન ઓઇલ-ભરેલા મસાલામાં ઉમેરવા માટે

વઘાર માટે

 • 3 ટેબલસ્પુન ઓઇલ વઘાર માટે
 • 1 ટી સ્પુન રાય
 • ½ ટી સ્પુન આખુ જીરુ
 • 1 તજ પત્તુ – તમાલ પત્ર
 • 1 સૂકુ લાલ મરચું
 • 3-4 તજ ના ટુકડા
 • 3-4 કટકા બાદિયાન
 • 2-3 લવિંગ
 • પિંચ આખા ધાણા
 • 4-3 મરીના દાણા
 • પિંચ હિંગ
 • 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ
 • ½ લીમ્બુ

ભરેલા રીંગણ-બટેટા બનાવવાની રીત :

સૌ પ્રથમ 1 ½ કપ કાપેલા ટમેટાને ગ્રાઇંડ કરી લ્યો. ત્યારબાદ

1 મોટી ઓનિયનના મોટા ટુકડા અને 4-5 કળી લસણ લસણ સાથે ગ્રાઇંડ કરી લ્યો. હમણા એક બાજુ રાખો.

એક બાઉલમાં 2 ટેબલ સ્પુન શેકેલી શીંગનો અધકચરો ભૂકો, 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અને 1 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ લ્યો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી, સ્વાદ મુજબ મીઠું, ½ ટી સ્પુન હળદર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરું પાવડર, 1 ટી સ્પુન ગોળ, પિંચ ગરમ મસાલો, 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી, 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી બધું મિક્સ કરી દ્યો.

હવે બટેટાની છાલ ઉતારી પાણીથી ધોઇ લ્યો. બટેટામાં બન્ને બાજુ મસાલો ભરવામાટે એક એક ઉભો કાપો પાડી લ્યો.

રીંગણની ઉપરની ડાંડી કાપી લ્યો. પાણીથી બરાબર ધોઇ લ્યો. 5-10 મિનિટ પાણીમાં પલાળી રાખો. રીંગણની નીચેની બાજુ ક્રોસમાં 2 કાપા મસાલો ભરવા માટે પાડો.

હવે બનાવેલા મસાલાનું મિશ્રણ બટેટા અને રીંગણમાં પાડેલા કાપામાં થોડું પ્રેસ કરીને તેમાં સમાય તેટલું ભરી દ્યો.

પ્રેશર કુકરમાં બોટમમાં પાણી ભરી તેના પર રિંગ મૂકો. રિંગ પર કાણાવાળી ડીશ મૂકી તેમાં મસાલો ભરીને તૈયાર કરેલા રીંગણ-બટેટા કૂક કરવા માટે મૂકો.

3 વ્હિસલ કરી રીંગણ-બટેટા કૂક કરો. આમ કરવાથી રીંગણ-બટેટામાં પાણી નહી ચડે અને સરસ કૂક થશે.

હવે એક પેનમાં 3 ટેબલસ્પુન ઓઇલ વઘાર માટે લઇ ગરમ કરો.

મિડિયમ ફ્લૈમ પર ઓઇલ વઘાર કરવા જેટલું ગરમ થાય એટલે તેમાં 1 તજ પત્તુ, 1 સૂકુ લાલ મરચું, 3-4 તજ ના ટુકડા, 3-4 કટકા બાદિયાન, 2-3 લવિંગ, પિંચ આખા ધાણા અને 3-4 આખા મરીના દાણા ઉમેરી દ્યો.

બધું સંતળાય એટલે તેમાં 1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા, 1 ટી સ્પુન રાય, ½ ટી સ્પુન આખુ જીરુ, 3-4 લીમડાની સ્ટ્રીંગ ઉમેરી સાંતળો. હવે તેમાં પિચ હિંગ અને પિંચ હળદર ઉમેરો. મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં સાથે અધકચરા ગ્રાઇંડ કરેલા ઓનિયન અને લસણ ને ઉમેરી સાંતળો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ અને ગ્રાઇંડ કરેલા ટમેટા ઉમેરો.

બધું બરાબર મિક્ષ કરી લ્યો. જરા કૂક થાય એટલે તેમાં 1 ટી સ્પુન શિંગનો ભૂકો, 1 ટી સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ, જરુર મુજબ મીઠું, ગરમ મસાલો, ગોળ, લાલ મરચુ પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તે મિશ્રણને 2-3 મિનિટ કુક કરો. એટલે બધા મસાલા બરાબર ભળી જાય.

હવે તેમાં શાક ભરતા મિક્ષ કરેલા ભરવાના મસાલાનું મિશ્રણ ઉમેરીમિક્ષ કરી બરાબર હલાવી લ્યો. ત્યારબાદ તેમાં ¾ કપ જેટલું પાણી ઉમેરી 2 મિનિટ કૂક કરો. હવે તેમાં અર્ધા લીંબુનું જ્યુસ ઉમેરો. મિક્ષ કરો.

ગ્રેવી સરસ કૂક થઇને જરા ઓઇલ દેખાવા માંડે એટલે તેમાં ભરીને બાફેલા રિંગણ બટેટા ઉમેરી દ્યો. મિક્ષ કરી લ્યો.

1 મિનિટ કૂક કરો. ઉપરથી થોડી કોથમરી સ્પ્રીંકલ કરો.

તો હવે રેડી છે ભરેલા રિંગણ બટેટાનું સ્પાયસી ગરમા ગરમ શાક.

સર્વિંગ બાઉલમાં ગરમાગરમ ભરેલા રિંગણ બટેટાનું સ્પાયસી શાક જમવામાં રોટલી, પુરી ,પરોઠા સાથે સર્વ કરો. ચોક્કસથી બધાને ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *