રોસ્ટેડ કેરટ સુપ – ક્રીમ કે મલાઈ ઉમેર્યા વગર બનાવો આ ક્રીમી રીચ સુપ…

રોસ્ટેડ કેરટ સુપ :

કેરટ સુપ- ગાજરનો સુપ ઓરેંજ અને લાલ ગાજરમાંથી બનાવવામાં આવે છે. તેમાં ક્રીમ ઉમેરવામાં ના આવે તો પણ તેનું ટેક્ષ્ચર ખૂબજ ક્રીમી બને છે. ક્રીમી ટેસ્ટ ધરાવતો આ કેરટ સુપ હેલ્થ માટે ખૂબજ હેલ્ધી છે. કેરટ સાથે લસણ, કોથમરી, આદુ, ઓનિયન જેવા ઘણા ટેસ્ટ ઉમેરીને અલગ અલગ સ્વાદના સુપ બનાવવામાં આવે છે. આ કેરટ સુપ બીજા સુપ કરતા વધારે થીક હોય છે. ખૂબજ સ્વાદિષ્ટ ઉપરાંત બનવાવામાં સરળ હોવાથી બનતો તમારા રસોડે વારંવાર બનવા લગશે. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ હેલ્ધી,ક્રીમી અને ટેસ્ટી રોસ્ટેડ કેરટ સુપ ટ્રાય કરજો.

રોસ્ટેડ કેરટ સુપ બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ કેરટ્ના નાના સમારેલા પીસ
  • 3-4 લસણની ફોલેલી કળી
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • 1 મિડિયમ સાઇઝનું બટેટુ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન ઘી + ½ ટેબલ સ્પુન ઘી
  • ½ ટી સ્પુન મરીનો પાવડર

ગાર્નિશ કરવા માટે :

  • કોથમરી કે મિંટના પાન

રોસ્ટેડ કેરટ સુપ બનાવવાની રીત :

સૌ પ્રથમ કેરટની છાલ અને વચ્ચેનો હાર્ડ ભાગ કાઢી નાના નાના ઉભા પાતળા પીસ કરી લ્યો.

બટેટાની છાલ કાઢી પાતળા નાના પીસ કરી લ્યો.

હવે એક પેન મિડિયમ સ્લો ફ્લૈમ પર મૂકી, તેમાં 1 ટેબલ ઘી અને 1 ટેબલ સ્પુન ઓઇલ મૂકી ગરમ કરો. તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ અને લસણની કળીઓ ઉમેરી લાઈટ સોતે કરો. વધારે સોતે કરવાથી અલગ સ્મેલ આવશે.

ત્યારબાદ તેમાં બારીક સમારેલું બટેટુ અને 2 કપ ગાજરના નાના નાના ઉભા પાતળા પીસ કરેલા ઉમેરો. મિક્ષ કરો. હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી ફરીથી મીક્ષ કરી લ્યો. ઢાંકીને 2 મિનિટ કૂક કરો. થોડી થોડીવારે હલાવતા જઇ કૂક કરો. થોડા સોફ્ટ થાય એટલે તેમાં 3 કપ જેટલું ગરમ પાણી ઉમેરી મિક્ષ કરી ઢાંકીને બરાબર કૂક થઈ જાય ત્યાંસુધી કૂક કરો.

હવે તેને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે 1 ટી સ્પુન ઘી ફરી ઉમેરો. મિક્ષ કરો. (ઓપ્શનલ)

ત્યારબાદ પેનમાં વધેલું પાણી રહેવા દઈ બાકીના ગાજર વગેરે ગ્રાઇંડર જારમાં લઈ ગ્રાઇંડ કરી લ્યો. એક્દમ ફાઇન, ક્રીમી, સ્મુધ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઇંડ કરો.

હવે પેનમાં બાકી રહેલા પાણીને થોડું ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી મિક્ષ કરી એકરસ કરી લ્યો. તેમાં ½ ટી સ્પુન મરી પાવડર ઉમેરો. તેની સરસ ફ્લેવર અને ટેસ્ટ આવશે.

હવે કેરટના સુપને 1 મિનિટ ઉકાળીને એકરસ અને થોડો થીક કરો. ખૂબજ સરસ ક્રીમી કંસિસ્ટંસી થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરો.

હવે હેલ્ધી, ટેસ્ટી ક્રીમી રોસ્ટેડ કેરટ સુપ સર્વ કરવા માટે રેડી છે. સર્વિંગ બાઉલમાં ભરી તેના પર મિંટ કે કોથમરીનું એક પાન મૂકી સર્વ કરો. રોસ્ટેડ ક્રીસ્પી બ્રેડ કે બ્રેડ ક્રુટોન્સ સાથે વધારે ટેસ્ટી લાગશે.

*આ સુપ બધા માટે ખૂબજ ક્મ્ફ્રર્ટેબલ ફુડ છે કેમકે લેફ્ટ ઓવર રોસ્ટેડ કેરેટ સુપને તમે રેફ્રીઝરેટરમાં મૂકી શકો છો. ફરી તેને ગરમ કરીને સર્વ કરી શકાય છે.

*આ સુપ વધારે થીક થઈ જાય તો તેમાં થોડું પાણી ઉમેરી રીહીટ કરી ફરી સેટ કરી શકાય છે.

તો તમે પણ આજ સિઝનમાં ખૂબજ હેલ્થફુલ, ક્રીમી અને ટેસ્ટી એવી મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધા જ લોકોને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *