આજે જાણો રોજીંદા જીવનમાં ‘ઘઉં’ની અગત્યતા વિશે !!

રોજીંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ગુજરાતી ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં એ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે સાથે મીનરલ કેલ્શીયમ, પોટેશિયમ, સલ્ફર, ક્લોરાઇન, સીલીકોન, મેંગેનીઝ, ઝીંક, આયોડીન, કોપર, વિટામીન બી, વિટામીન ઇ આવેલા હોય છે માટે જ કદાચ વર્ષોથી ઘઉંનો ખોરાક આપણે ત્યાં પ્રચલીત છે.
એનીમીયા (ઓછું લોહી હોવું) ઓછા મીનરલ્સ હોવા, ગોલસ્ટોન, બ્રેસ્ટ કેન્સર, વજન વધું હોવું, વધુ પડતી શ્વાસની તકલીફ હોવી વિગેરે રોગોને દૂર કરવા માટે ઘઉં ખાવા જરૂરી છે. આખા ઘઉં, છડેલા ઘઉં, ઘઉંના ફાડા વિગેરે કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમને પણ દૂર કરે છે.જો આજ ઘઉંને ફણગાવવામાં આ અને પછી તેને સૂકવીને વાપરવામાં આવે તો તેમાં વિટામીન બી 2થી 3 ગણું વધી જાય છે, વધુ પડતાં ગેસ, અપચાને તેનાથી દૂર કરી શકાય છે. તેના કારણે કોલેસ્ટ્રોલ દૂર કરીને હાર્ટને પણ રોગમુક્ત રાખી શકાય છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે અત્યારે માર્કેટમાં જે બ્રાઉન બ્રેડ, પાસ્તા વપરાય છે તેમાં અને સાદા ઘઉંના ખોરાકમાં શું ફરક ?રોજના વપરાશમાં ઝીણાં લોટ અને જાડા લોટ બંનેનો ઉપયોગ ઘરમાં થાય છે પરંતુ મેંદો બનાવવા ઘઉંને પ્રોસેસ કરીને તેની અંદરનો સ્ટાર્ચી ભાગ વધુ પડતો ઝીણો દળવામાં આવે છે. આમ કરવાથી તેમાંના લગભગ બધા જ વિટામીનનો નાશ થાય છે અને લગભઘ 30 જેટલા પોષકતત્ત્વો ઓછા થઈ જાય છે. તેમા કોઈપણ જાતના ફાયબર્સ રહેતાં નથી. ફાયબર્સ એ રોજના ખોરાક માટે ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ છે. એક ઘઉંની રોટલીમા એક મેંદાની રોટલી કરતાં 8 ગણા વધુ ફાયબર્સ આવેલા છે. ઉપરાંત ઘઉંમાં વિટામીન બી6, વિટામીન ઇ અને મેગ્નેશીયમ પણ મેંદા કરતાં વધુ આવેલા છે.

ઘઉંનો ખોરાક લેવાના ફાયદાઃ-

વજન ઓછું રાખવા મદદરૂપ છેઃ-ઘઉંનો ખોરાક ખાવાથી જે સંતોષ મળે છે તે બીજા કોઈપણ ખોરાકમાં મળતો નથી. સવારની શરૂઆત જો ઓછા તેલની રોટલીથી કરવામાં આવે તો તેના જેટલો સંતોષ બીજો કોઈપણ ખોરાક આપી શકતો નથી. ઉપરાંત સવારના ભોજનમાં પણ રોટલી સાથે દાળ શાક ખાવાથી પેટ ભરાઈ જાય છે અને આડુઅવળુ ખાવાનું ખાવુ પડતું નથી.

– તેનાથી મેટાબોલીઝમ સારુ રહે છે
ઘઉંનો ખોરાક ખાવાથી વારંવાર વધતા વજનનો પ્રોબ્લેમ ઓછો થાય છે અને મેટાબોલીઝમ વધુ સારું રહે છે.

– ડાયાબીટીસમાં ફાયદો કરે છેધોળા ભાત ખાવા કરતાં આખા ઘઉંની રોટલી, ભાખરી ખાવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

– વધુ પડતાં સોજા ઓછા કરે છે.
તેમાં અવેલો ‘બીટેઇન’ નામનો પદાર્થ કાયમી સોજાને ઓછા કરે છે અને ઘુટણના દર્દો, હાર્ટના રોગો, અલ્ઝાઈમર્સ વિગેરે રોગને દૂર રાખે છે.

– કોલેસ્ટ્રોલને ઓછું રાખી હાર્ટના રોગોને દૂર કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *