રોટી પીઝા – વધેલી રોટલી માંથી પીઝા બનાવવા ખુબ જ સરળ છે બાળકોને એકવાર જરૂર બનાવી આપજો.

રોટી પીઝા

વધેલી રોટલી માંથી પીઝા બનાવવા ખુબ જ સરળ છે. આ રીતે વેકેશન માં બાળકો ને એક ટેસ્ટી ની સાથે હેલ્થી પીઝા પણ બનાવીને આપી શકાઈ છે. અને ઘરમાં રહેલી સામગ્રીઓ થી જ માત્ર આ પીઝા બની જાય છે. અને એકદમ માર્કેટ માં મળતા પીઝા જેવા જ ચીઝી ને ક્રન્ચી બને છે.

સામગ્રીઓ

૧ નંગ રોટલી

૧ ક્યુબ ચીઝ

૧ ચમચી બટર

૧ નંગ ડુંગળી

૧ નંગ ટમેટું

૧ નંગ કાકડી

થોડી કોબીજ

૨ ચમચી પીઝા સોસ

થોડા ચિલિફ્લેક્ષ

થોડો ઓરેગાનો

રીત

રોટી પીઝા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન માં બટર ગરમ કરીશું. બટર ગરમ થઇ જાય એટલે તેમાં રોટલી ને એક તરફ ખુબ જ સરસ રીતે શેકી લઈશું.

ત્યાર બાદ રોટલી ને એક પ્લેટ માં કાઢી જે તરફ રોટલી ને બટર માં શેકી છે. એ તરફ પીઝા સોસ લગાવી દેવો. પીઝા સોસ નો હોય તો ઘરમાં હોય તે ટમેટો સોસ લગાવી દો તો પણ ચાલે.

ત્યાર બાદ લીધેલા બધા જ વેજીટેબલ્સ ને કટ કરી લઈશું. અને રોટલી ઉપર પાથરી દઈશું. જેમાં મેં ડુંગળી, ટામેટા, કાકડી અને કોબીજ લીધેલા છે. તમને પસંદ હોય તે બધા જ વેજીટેબલ્સ આ રોટી પીઝા માં એડ કરી શકાઈ. પરંતુ જો ઘરમાં જે પણ વેજીટેબલ્સ હાલ માં હોય તેમાંથી આ પીઝા બનાવો તો પણ ખુબ જ સરસ લાગે છે.

હવે વેજીટેબલ્સ ઉપર ના લેયર માં આપણે તેના પર ચીઝ છીણી લઈશું. તમને જેટલું પણ ચીઝ પસંદ હોય એટલું વધારે ચીઝ એડ કરી શકાય અને જો ઘરમાં ના હોય તો તેના વગર પણ પીઝા બનાવી શકાય.

હવે તેના પર આપણે થોડા ચિલિફ્લેક્ષ અને ઓરેગાનો પાથરી દઈશું. જેનાથી રોટી પીઝા નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.

હવે આપણે ફરી પેન માં બટર મુકીશું. અને તેને ગરમ થવા દઈશું. બટર ગરમ થઇ જાય એટલે તેને પેન માં પાથરી દઈશું. અને તેના ઉપર જ આપણે તૈયાર કરેલી રોટી પીઝા ને થવા માટે મુકીશું.

હવે આપણે પેન નું ઢાંકણ બંદ કરી અને તેને ૨ થી ૩ મિનીટ સુધી થવા દઈશું.

હવે તમે જોઈ શકો છો આપણું ચીઝ પણ મેલ્ટ થઇ ગયું અને પીઝા પણ ખુબ જ સરસ રીતે બની ગયા છે.

તો તેને એક પ્લેટ માં કાઢી કટર વડે કટ કરી અને સર્વ કરીશું. તો તૈયાર છે ઘરમાં હોય તે જ સામગ્રીઓ થી બનાવેલા રોટી પીઝા.

નોંધ

આ પીઝા ને તમે ઘરમાં જે પણ સામગ્રીઓ હોય તેમાં થી સરળ રીતે બનાવી શકો છો. જેથી કરી ને વધેલી રોટલી નો પણ ઉપયોગ થઇ જાય અને બાળકો ને એક હેલ્થી નાસ્તો મળે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

રોટી પીઝા નો વિડીઓ જોવા માટે ની લીંક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *