કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો બરફી – કેરી, ડરાયફ્રૂટ, દૂધ વગેરે જેવી હેલ્થી સામગ્રી થી બનાવો આ નવીન બરફી…

#મેંગો બરફી

હેલ્લો ફ્રેન્ડસ, અત્યારે કેરી ની સીઝન ચાલી રહી છે, કેરી બધાનું પસંદીદા ફળ છે, મેં અહીં કેરી ની બરફી બનાવી છે, તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ છે,મેં કેરી,મિલ્ક પાવડર,ડ્રાયફ્રુઈય, નું ઉપયોગ કરી ને બનાવી છે

સામગ્રી

4 પાકેલી કેરી

250 ગ્રામ નારીયલ બૂરો,(પાવડર)

1 વાટકી ખાંડ(જરૂર મુજબ)

1 ચમચી કોર્નફ્લોરે

3 ચમચી મિલ્ક પાવડર

Dryfruits(બદામ,કાજુ,પિસ્તા)

ઘી

રીત

સ્ટેપ_1

કેરી છોલી ને નાના ટુકડા માં કટ કરો, હવે એક મિક્સર નું જાર લ્યો તેમાં કેરી ના ટુકડા, કોર્નફ્લોરે,ખાંડ નાખી ને કેરી નું પલ્પ બનાવો

સ્ટેપ_2

એક કડાઈ લ્યો તેમાં નારીયલ નું બૂરો નાખી ને 2-3 મીનીટ ધીમી આંચે શેકી લ્યો

સ્ટેપ_3

એક કડાઈ લ્યો ,તેમાં કેરી નું પલ્પ નાખીને ને medium ફ્લેમે પર પકાવો , જ્યાં સુધી કેરી પલ્પ નું કલર ચેન્જ થાય અને તે ઘટ થાય ત્યાં સુધી પકકવાઓ

સ્ટેપ_4

કેરી નું પલ્પ ઘટ થાય ત્યારે તેમાં મિલ્ક પાવડર અને નારીયલ નું બૂરો નાંખી ને સારી રીતે મિક્સ કરો, 3-5 મિનિટ સારી રીતે હલાવો

સ્ટેપ_5

હવે એક મોટી ડીશ અથવા થાલી લ્યો તેમાં ઘી લગાવો,પછી એના પર કેરી નું મિક્ષર લગાવો અને કટોરી ની મદદ થી ઉપર થી લિસ્સો કરો જેથી આકાર વ્યવસ્થિત બનશે, હવે ડ્રાયફ્રુઇટ્સ વડે ગાર્નિશ કરો, ચાકુ ના મદદ થી બરફી નું કટ કરો તમારા ગમતા આકાર માં, હવે તેને 1 કલાક માટે ફિજ માં મુકો

સ્ટેપ_6

1 કલાક પછી ફિજ માંથી કાઢો ,ત્યાર છે આપણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેંગો બરફી,

Must do

આપણે આ બરફી ને 15-20 દીવસ સ્ટોરે કરી શકી ,તે ખુબજ પૌષ્ટિક ડીશ છે, બનાવમી ખુબજ સરળ છે.

સ્પર્ધક : અનિતા રાજાઈ આહરા‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *