કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો સેન્ડવીચ – નામથી જ કાંઈક નવીન હોય એવું લાગે છે ને તો શીખો ફટાફટ…

મેંગો સેંડન્ડવીચ


સામગ્રીઃ હાફૂસ કેરીનો પલ્પ, દૂધ, ખાંડ, ઘી, મલાઈ, એલચીનો પાઉડર, કાજૂ બદામની કતરણ, મીલ્ક પાઉડર…

રીતઃ

પહેલો સ્ટેપઃ


એક પેનને ગેસ ઉપર લઈ ગરમ કરો. તેમાં એક ચમચી ઘી લેવું. તેમાં હાફૂસ કેરીનો પલ્પ નાખીને ૧૦ મિનિટ હલાવવું. પછી તેમાં જરૂર મુજબ દૂધ નાખીને માવો બને ત્યાં સુધી હલાવવું. ત્યાર બાદ તેમાં ખાંડ અને એક ચમચી મલાઈ નાખીને ખાંડનું પાણી બળી ન જાય અને વાસણમાંથી છૂટું પડે ત્યાં સુધી હલાવવું.


પછી ગેસ ઉપરથી ઉતારીને તેમાં એલચી પાવડર નાખીને ઠંડુ પડવા દેવું. આ સામગ્રી સેન્ડવીચના વચ્ચેના પડ માટેની તૈયાર થઈ.

બીજો સ્ટેપઃ


એક પેનમાં દૂધ ઉકાળવા મૂકવું. તેને ૧૫ મિનિટ સુધી ઉકાળવું. દૂધ ઉકળતું હોય ત્યારે તેને સતત હલાવતાં રહેવું. જેથી દૂધ પેનમાં ચોંટે નહીં અને તેની વ્હાઈટનેશ જળવાઈ રહે. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરીને એકદમ ઘટ્ટ થવા દેવું.

ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારીને તેમાં થોડો મીલ્ક પાઉડર ઉમેરવો. અને થોડી વાર ઠંડુ પડવા દેવું. તો તૈયાર થઈ ગયો, સેન્ડવીચની ઉપરના પડનો ભાગ…

ત્રીજો સ્ટેપઃ


દૂધના માવાના બે લૂવા કરીને ખૂબ જ મસળવા. મેંગોના પલ્પવાળા માવાનો એક લૂવો બનાવવો. એક ચોરસ મોલ્ડમાં નીચે કાજૂ બદામની કતરણ ભભરાવીને પાથરવી. પછી તેની અંદર દૂધનો એક લૂવો થેપીને ચોરસ મોલ્ડમાં પાથરવો. ત્યાર બાદ કેરીના પલ્પનો લૂવો લઈને દૂધના લૂવાનું પડ પાથર્યું હતું તેની ઉપર થેપીને મૂકવો. ત્યાર બાદ ફરીથી દૂધના લૂવાનો બીજો પડ બનાવી પાથરવું. અને પછી થોડું દબાવીને એકસરખું પાથરવું. ત્યાર બાદ આ સેન્ડવીચને મોલ્ડમાંથી કાઢીને ત્રિકોણાકાર કાપીને કાઢી લેવી.


તો તૈયાર છે, મસ્ત – મજાની મેંગો સેન્ડવીચ…

નોંઘઃ

આ વાનગી એકદમ નેચરલ છે. આ વાનગીમાં તેની ગુણવત્તા એકદમ જળવાઈ રહે છે. જે બાળકો કેરી ન ખાતા હોય તો આ વાનગી બનાવી આપવી. તેમને જરૂર ભાવશે. આ વાનગીમાં કોઈ જ પ્રકારનો ફૂડ કલર, એડેબલ ફ્લેવર કે એસન્સનો ઉપયોગ કરેલ નથી. જેથી રીયલ કલર અને રીયલ ટેસ્ટ જળવાઈ રહે છે. આ વાનગી ઓછી સામગ્રીઓ સાથે ઓછા સમયમાં બનાવી શકાય છે. ગમે ત્યારે ઇન્સન્ટ કોઈ વાનગી બનાવવી હોય ત્યારે બનાવી શકાય છે.

સ્પર્ધક : Avani Thacker‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *