કેરી – ફળોનો રાજા સ્પર્ધા – ગોળ કેરીનુ ગળવાનુ – નાના-મોટા સૌને ચટૃચટૃ લાગે અને પ્રવાહી હોવાથી પચવામા હલકુ અને હેલ્ધી છે.

ગોળ કેરીનુ ગળવાનુ

પરિચય :

ખાટુ મીઠું ગળવાનુ ભોજન સાથે ગમે ત્યારે લઇ શકો છો. નાના-મોટા સૌને ચટૃચટૃ લાગે અને પ્રવાહી હોવાથી પચવામા હલકુ અને હેલ્ધી છે.

સામગ્રી :


૧ કપ કાચી કેરી છીણીને

૧.૫ કપ ગોળ

૧ ચમચી વરિયાળી

૧ ચમચી લાલ દરાખ

૧ ચમચી કોપરાનુ ખમણ (સુકુ કોપરુ છીણીને)

૧ નાની ચમચી ખસખસ

૨ ચમચી ચોખ્ખુ ઘી

૨ ચમચી ઘઉંનો લોટ

રીત:

સ્ટેપ-૧


સૌ પ્રથમ તપેલીમાં ૨ ચમચી ઘી લઈને ગેસ પર ધીમા તાપે મુકવુ, તેમા લાલ દરાખ નાખવી, દરાખ ફુલે પછી તેમાં ઘઉંનો લોટ નાખી થોડીવાર સોતરવુ.

સ્ટેપ-૨


હવે તેમાં ૧ કપ કાચી કેરી છીણીને નાખવી, વરિયાળી, ખસખસ અને કોપરાનુ ખમણ નાખવુ બધુ થોડીવાર સોતરવુ. હવે પછી તેમાં ૨ ગ્લાસ પાણી રેડવુ અને બરાબર હલાવવું પછી ગોળ નાખી સતત હલાવતા રહેવુ જયા સુધી ઉકળવા લાગે અને થોડું ઘટ્ટ થાય ત્યા સુધી ઉકળવા દેવુ. વચ્ચે થોડું થોડું ચાખી જોવુ અેટલે જો કેરી વધારે ખાટી હોય તો બીજો ગોળ ઉમેરી શકો. હવે ગેસનો તાપ વધારવો, ઊકળી જાય અેટલે તૈયાર ગોળ -કેરીનુ ગળવાનુ.

નોંધ:

૧. ગોળ હંમેશા પાણી થોડુ ઉકળવા લાગે પછી જ નાખવુ. તમને વધારે સ્વીટ પસંદ હોય તો થોડો વધારે ગોળ નાખી શકો અને વધુ સ્વીટ ના પસંદ હોય તો ગોળનુ પ્રમાણ અોછુ પણ કરી શકો.

૨. આમા હંમેશા કાગડા કેરીનો જ ઉપયોગ કરવો.

સ્પર્ધક : Bhavi Kapadia Bhajikhau

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *