કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો પનીર પકોડા – બટેકા ઉમેરીને તો બ્રેડ પકોડા બનાવતા જ હશો હવે બનાવો આ મેંગો પનીર પકોડા…

મારા ઘરમાં બધાને ફરસાણ બહુ ભાવે છે અને મારી છોકરીઓને ચીઝ અને પનીર બહુ ભાવે એથી મેં નવું ફરસાણ, મેંગો પનીર પકોડા બનાવ્યા જે નાના બાળકો અને મોટેરાઓ બધાને ચોક્કસથી ભાવશે.

વાનગી: મેંગો પનીર પકોડા

Advertisement

*સામગ્રી:*


સ્ટફિંગ માટે:

Advertisement

3 ચમચી કાચી કેરી નુ છીણ

2 ચમચી પાકી કેરી ના ટુકડા

Advertisement

2 ચમચી પનીર નુ છીણ

1 ચમચી ચીઝ નુ છીણ

Advertisement

1 ચમચી કેચપ

1 નાની ચમચી ચિલી ફ્લેક્સ

Advertisement

અડધી નાની ચમચી મારી પાઉડર

1 નાની ચમચી ચાટ મસાલો

Advertisement

સ્વાદ મુજબ મીઠું

બેટર માટે:

Advertisement

1 બાઉલ ચણા નો લોટ

1 કપ પાકી કેરી નો પલ્પ

Advertisement

ચપટી હળદર

ચપટી ખાવા ના સોડા

Advertisement

1 નાની ચમચી ચિલી ફ્લેક્સ

1 નાની ચમચી ચાટ મસાલો

Advertisement

સ્વાદ મુજબ મીઠું

અન્ય:

Advertisement

4 બ્રેડ

તેલ તળવા માટે

Advertisement

કેચપ

ચીઝ સવૅ કરવા

Advertisement

*રીત:*


1. એક બાઉલ માં કાચી કેરી, પનીર, ચીઝ નુ છીણ લઇ તેમાં પાકી કેરી ના ટુકડા નાખી, બધા મસાલા કરી મિક્સ કરવું.

Advertisement

2. આ મીક્સચમાં કેચપ નાખી મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો.


3. એક બાઉલમાં ચણા નો લોટ, કેરી નો પલ્પ, સોડા, ચિલી ફ્લેક્ષ, ચાટ મસાલો, મીઠું, હળદર નાખી, જરૂર મુજબ પાણી લઈ બેટર તૈયાર કરો.

Advertisement


4. બ્રેડ ની સ્લાઇસ લઇ તેના પર કેચપ લગાવો.


5. પછી બ્રેડ સ્લાઈસ પર સ્ટફીંગ સ્ટફ કરો. તેના પર બીજી બ્રેડ સ્લાઇસ મૂકો.

Advertisement


6. કઢાઈમાં તેલ લઇ ગરમ કરવા મૂકો.


7. હવે સ્ટફ કરેલી બ્રેડ ને ચણા ના લોટના બેટરમાં ડીપ કરો અને તેને ગરમ તેલમાં લાઇટ બ્રાઉન તળી લો.

Advertisement


8. મેંગો પકોડા તૈયાર છે. તેને કેચપ અને ચીઝ સાથે સર્વ કરો.

*નોંધ*

Advertisement

આ પકોડા ગરમ વધુ સારા લાગે અને એ પણ ગ્રીન ચટણી અને કેચપ સાથે. *(કાચી કેરી નુ પ્રમાણ સ્વાદ મુજબ વધતું ઓછુ કરી શકાય).*

સ્પર્ધક : Chetu Soni‎

Advertisement

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *