કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો ફીરની બહુ ઓછી સામગ્રી સાથે ફટાફટ બની જતી આ વાનગી…

કેરી એ ફળોનો રાજા કહેવાય છે .કેરી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે .એવા ઘણા લોકો હશે એમને કેરી પસંદ નહી હોય .

વેકેશન દરમિયાન બાળકોનું મુખ્ય ભોજન એટલે રસ અને રોટલી .હવે રસોડાનુ પણ આધુનિકરણ થઈ ગયું છે માટે જાતજાતની વાનગીઓમાં પણ આધુનિકતા આવી ગઈ છે .એટલે ખવામાં પણ ઘણાં વિકલ્પો આવી ગયાં છે .

કેરી માંથી આપણે પુડિંગ ,મૂસ ,કેક ,કુલ્ફી ,લસ્સી ,મેંગો ચોકલેટે ,પેનકેક આ ઘણું બધું બનાવી શકીએ છે .પણ હું તમારી સમક્ષ આજે મેંગો ફીરની લઇ ને આવી છું .જે ખાવામાં ટેસ્ટી લાગશે જેથી તમે ઘરે જરૂર ટ્રાય કરશો .

સામગ્રી :

– 1 કપ મેંગો પ્યૂરી

– 4 ચમચી ચોખા ( 1 કલાક પલાળેલા )

– 2 ચમચી ખાંડ

– 1 પેકેટ મિલ્ક

– પલાળેલા બદામ ની કતરણ

રીત :

(1) સૌ પ્રથમ 1 કલાક પલાળેલા ચોખાને એક મિક્સર જાર માં પીસી લેવું અને તેને થોડું ક્રન્ચી પીસવું અને આ ચોખા ની પ્યૂરી રેડી કરવી .

(2) હવે ,એક પેનમાં મિલ્ક લઈ આ મિલ્ક ને ગરમ કરવું અને આ મિલ્ક ને સતત હલાવતાં રહેવું .ગરમ થઈ ગયાં બાદ તેમાં પીસેલા ચોખાને મિલ્ક માં ઉમેરવું અને સતત હલાવતા રેહવું .મિલ્ક અને ચોખા બંને મિક્ષ થઈ જાય અને આ મિશ્રણ ઘટ્ટ થતું જોવા મળશે .

(3) આ મિશ્રણમાં 2 ચમચી ખાંડ ઉમેરવી .ત્યારબાદ ગેસ બંધ કરી દેવો .ત્યારબાદ તેમાં 1 કપ મેંગો પ્યૂરી ઉમેરી સતત હલાવી મિક્ષ કરવું .હવે આ મેંગો ફીરની ને મટકી માં લઇ તેને બદામ અને મેંગો થી ગાર્નિશ કરી સર્વ કરવું .


સ્પર્ધક : Digna Rupavel

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *