કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો રબડી, અવારનવાર તમે નાના મોટા પ્રસંગે રબડી બહારથી તૈયાર લાવો છો ? તો હવે ઘરે જ બનાવો.

કેરી મોટા ભાગ ના લોકો રસ રોટલી સાથ ઉનાળા માં ખાતા હોય છે, તે બધાં ની પ્રિય હોય છે, ઉપવાસ માં પણ કેરી નો જ્યુસ, કાતો કાપીને ખાતા હોઇ છીએ, પણ આજ હું કેરી નો ઉપયોગ કરીને મેંગો રબડી બનાવતા શીખવાડીસ, આ મેં પહેલીવાર બનાવ્યો છે, એક દમ ટેસ્ટી લાગે છે.

#સામગ્રી

કેરી: 1 નંગ મોટી કેસર કેરી ના ટુકડા

ખાંડ: એક કપ

કેસર ના તાંતણા: 6 થી7 નંગ

દૂધ: 1 લીટર

4બ્રેડ:

દુધ નો પાવડર: 4 થી5 ચમચી

કાજુ: 10 નંગ

બદામ: 10 નંગ

પીસ્તા: 10 નંગ

એલચી: 10નંગ

ધી: 1 ચમચી

# રીત:

સ્ટેપ 1: સૌ પ્રથમ બ્રેડ ને કિનારી કાડી લેવી ચારે દિશામાં થી કટ કરી દેવી.

સ્ટેપ 2: તેના કટકા ચારેય દિશા માં કરીને મીકચર જાર માં ફેરવીને ને ક્ર્સ કરી દેવું. કેરી ના કટકા ને પલ્પ કરી દેવો.

સ્ટેપ 3: દુધ ને એક પેન માં લઈને ગરમ કરવા મૂકવું, દુધ ને 2 ઉભરા આવી જાય પછી બ્રેડ નો ભુકો નાંખવો. પછી એક્દમ મિક્ષ કરી દેવું, પછી સતત હલાવતાં રહેવું, આસ પાસ ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ,

સ્ટેપ 4: : ગેસ ધીમો રાખીને ચમચા થી હલાવતા રહેવું.


પછી ઉકળે એટલે ખાંડ નાંખવી , મિક્ષ થઇ જાય પછી , દુધ નો પાવડર 4 થી 5 ચમચી નાંખી ને સતત હલાવતા રહેવું., કેસર પણ નાખી દેવુ.

સ્ટેપ 5: પછી મિકચર જાર માં કાજૂ, બદામ, પીસ્તા, નાખીને એક દમ ક્ર્સ કરી દેવું.


પછી તે ક્ર્સ કરેલી બદામ કાજુ પીસ્તા, દૂધ માં નાંખી દેવું, સતત હલાવતા રહેવું.

સ્ટેપ 6 : એક ચમચી ઘી નાખી દેવું , પછી એલચી ને પણ મિકચર માં ક્ર્સ કરીને તે પણ દૂધ માં નાંખવી. પછી ઘટ્ટ થવા લાગે એક દમ ગેસ બંદ કરી દેવો.

સ્ટેપ 7: તેને ફ્રીજ માં મુકી દેવો 3થી4 કલાક બાદ ઠડું થાય બાદ પછી એક બાઊલ માં રબડી કાડીને તેના પર કેરીનો પ્લપ નાંખવો, કેરી ના પીસ પછી કાજૂ બદામ , પિસ્તા કતરણ,, નાંખવી, નાખીને સર્વે કરવું.

આશા રાખીશ મારી recipe તમને જરૂર થી પસંદ આવે

#નોંધ: દૂધ માં દૂધ નો પાવડર ની જગ્યા એ દૂધ નો મોળો માવો નાખી શકાય છે તો દૂધ ઘટ્ટ પણ થશે, સ્વાદ માં સારો લાગશે., આશા રાખીશ મારી મેંગો રબડી તમને લોકોને જરૂર થી પસંદ આવે. 😊👍

સ્પર્ધક : ફોરમ ભોજક


તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *