કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો રસગુલ્લા નોર્મલ કે પછી કેસર ફ્લેવરના તો તમે બહારથી લાવીને ખાતા જ હશો હવે ઘરે જ બનાવો…

મેંગો રસગુલ્લા

પરીચય:-

રસગુલ્લા એક બંગાળી મીઠાઇ છે જે નાના મોટા સૌને ભાવે છે..આમા મે મેંગો નો પલ્પ ઉમેરી અને મેંગો રસગુલ્લા બનાવ્યા છે. ખરેખર બધાંને ભાવશે અને કાંઇક અલગ પણ લાગશે.

સામગ્રી: –

1 લીટર દુધ

1 કપ ખાંડ

3 કપ પાણી

1 પાકી કેરી

1 ચમચી વીનેગાર

રીત:-

સ્ટેપ-1… એક નંગ પાકી કેરી લો એને છોલી અને મીકસર મા પીસી લો.

સ્ટેપ-2… દુઘ ગરમ કરવા મૂકો ઊભરો આવે એટલે કેરી નો પલ્પ ઉમેરી મીક્સ કરી વીનેગાર ઉમેરો. દુધ અને પાણી અલગ થતાં દેખાશે.

સ્ટેપ-3… એક મલમલ ના કપડા માં આ મીશ્રણ નીતારી લો અને પછી પોટલી વાડી 30 મીનટ ટાગી દો જેથી બધું પાણી સરસ રીતે નીતરી જશે.

સ્ટેપ-4… 30 મીનટ પછી એક પ્લેટ માં કાઢી અને 10 મીનીટ સુધી અથવા સોફ્ટ ડો તૈયાર થાય ત્યાં સુધી મસળીને એના ગોળ બનાવી લો.

સ્ટેપ-5… એક કુકર માં પાણી ગરમ કરો..ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો..ખાંડ ઓગળી જાય પછી એમાં બનાવેલા ગોળ ઉમેરો..

સ્ટેપ-6… કુકર નું ઢાંકણ બંધ કરી અને તેજ આચ પર 1 વ્હીશલ કરો પછી 10 મીનીટ ધીમી આચે પાકવા દો…

સ્ટેપ-7… કુકર નુ પ્રેશર પુરું થાય પછી ખોલી ને જોશો તો આ ગોળ સરસ બની ગયા હશે…2-3 કલાક ચાશણી મા રેવા દો પછી જ ઉપયોગ માં લો…

નોંધ: – જ્યારે પણ ઉપયોગ મા લેવા હોય તો અગાઉ થી જ અથવા તો એક દિવસ પહેલાં જ બનાવી લો ..આ બગડશે નહીં અને ચાશણી થી સરસ સ્પંજી રહેશે….કોઈ પણ પાર્ટી માટે બનાવીને રાખી શકાય અને નાનાં મોટાં સહુને ભાવશે અને નવીન પણ લાગશે તો એક વખત જરૂર થી બનાવજો અને સૌને ખવડાવજો.

સ્પર્ધક : Hiral Pandya Shukla‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *