કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મિસ મેંગો – ફટાફટ તૈયાર થઇ જતી આ સ્વીટ કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો, બધા ખુશ થઇ જશે…

વાનગીનું નામ:- “મિસ મેંગો”

સર્વિંગ:-૨/૩માણસો

૧)પરીચય:-

મિસ મેંગો ગરમી માં સર્વ કરવા માટેની એક સરળ,ઠંડી અને સ્વાદિષ્ટ વાનગી છે જેને તમે પાર્ટીમાં ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમા જ મળી રહેતી સામગ્રીઓમાંથી બનાવી ને પીરસી શકો છો.

મિસ મેંગોને તમારે ફ્રીઝમાં ઠંડી કરવાની પણ જરૂર નથી લેયર્સમા ગોઠવીને તરત જ ઠંડી ઠંડી પીરસી શકો છો.

૨) સામગ્રી:-


કેરી ના ટુકડા-૧ કેરી

કેરીનો રસ (પલ્પ)-૧ કપ

ખાંડ-૧ મોટી ચમચી

સ્વીટ અને સોલટી બિસ્કીટ-૧ પેકેટ

વેનીલા આઈસ્ક્રીમ-૧ કપ

બદામ-અખરોટના ટુકડા-૧/૪ કપ

૩)કેરીનુુ ડેઝર્ટ બનાવવાની રીત:-

સ્ટેપ ૧- કેરીનો રસ :- ૧ કેસર/હાફુસ કેરીના ટુકડા કરીને તેમા જરુર મુજબ (૧ મોટી ચમચી)ખાંડ ઉમેરી ને તેને પીસી લેવું.

સ્ટેપ ૨- ૬/૭ બિસ્કીટનો ભુકકો કરવો અને ૮/૯ બિસ્કીટ ના ટુકડા કરવા.

સ્ટેપ ૩- ૧ કેરી અને તમારી પસંદના ડ્રાયફ્રુટના ટુકડા કરવા.


સ્ટેપ ૪- ૧ કપ વેનીલા આઈસ્ક્રીમમા ૮/૯ બિસ્કીટ નો ભુક્કો અને ૧ મોટી ચમચી કેરીનો રસ (પલ્પ) ઉમેરી મિક્સ કરી લેવું,

હવે કાચના નાના ગ્લાસમાં બધી સામગ્રીને ભેગી કરીશું.

સ્ટેપ ૫-


સૌ પ્રથમ ૧ મોટી ચમચી બિસ્કીટ ના ટુકડા નાખીશું


હવે ૧ મોટી ચમચી આઇસક્રીમ-બિસ્કીટ નુ મિશ્રણ ઉમેરીશુ.

તેના ઉપર કેરીનો રસ નાખીશું.


ફરીથી તેના ઉપર આઈસક્રીમ અને બિસ્કિટનું મિશ્રણ અને કેરીનો રસ ઉમેરી ડા્યફુટના ટુકડા ઉમેરીશુ અને અંતે કેરીનો-બિસ્કીટનાે ટુકડો અને ડ્રાયફ્રુટથી ગાનિઁસ કરવુ.

નોંધ (must follow)-


-આ ડેઝર્ટમા તમે કેસર અથવા હાફુસ કેરી નો જ ઉપયોગ કરજો તેનાથી જ સ્વાદ સારો આવશે.

-કેરીના રસમાં ખાંડ જરૂરથી ઉમેરવી

-કેરીના રસ અને બિસ્કીટના મિશ્રણને બનાવીને રાખી મૂકશો નહીં. નહીં તો બિસ્કિટનો સ્વાદ સારો નહીં આવે અને પીરસવા ના સમયે જ ત્રણે સામગ્રીને ગ્લાસમાં મિક્સ કરીને સર્વ કરવા.

-તમે પહેલેથી જ કેરીનો રસ કાઢીને અને કેરીના ટુકડા કરી ને ફ્રીજ માં મૂકી શકો છો અને બિસ્કીટ ના ટુકડા કરીને અને ડ્રાયફ્રુટના પણ ટુકડા કરીને રાખી શકો છો જેથી પાંચ જ મિનિટમાં તમારી મિસ મેંગો તૈયાર થઇ જશે.

-અહીં તમે ક્રેકજેક બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રીમ નો જ ઉપયોગ કરજો તેનાથી સરસ બેલેન્સ સ્વાદ આવશે.

સ્પર્ધક : Kosha Nisarg Vyas

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *