કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો આઇસક્રીમ વિથ ચોકલેટ મેંગો આ વાનગીમાં આઈસ્ક્રીમ તો બેસ્ટ છે જ પણ સાથે આપેલ કેરી અને ચોકલેટનું પ્રેઝન્ટેશન પણ મસ્ત છે…

#મેંગો_આઇસક્રીમ_વિથ_ચોકલેટ_મેંગો

આ એક ડેઝર્ટ છે જે ઘર ના નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ ભાવશે. મેંગો આઈસ-ક્રીમ સેટ કરતી વખતે એમાં કેરીના નાના ટુકડા પણ ઉમેરિયા છે. ફ્રેશ ક્રીમ બીટ કરી એમાં તાજો કેરી નો રસ ઉમેરીને બીટ કરીયું છે. આ ડીશ માં કેરીમાં કાપા પડી પછી એની ઉપર પીગળેલી ચોકલેટ નાખી સેટ કર્યું છે.

આશા રાખું છું કે આ રેસિપી આપ સૌ ને પસંદ પડશે કારણકે આમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, એકદમ natural છે બધું!

સામગ્રી:

મેંગો આઈસ-ક્રીમ માટે-

250 ગ્રામ ફ્રેશ ક્રીમ

1 હાફૂસ કેરી નો રસ

1 હાપુસ કેરી ના ટુકડા

200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક

ચોકલેટ મેંગો માટે-

1 હાફૂસ કેરી

150 ગ્રામ મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ

સજાવટ માટે-

હાર્ટ ના આકાર માં સેટ કરેલી ચોકલેટસ

રંગીન શુગર બોલ્સ

સાથે પીરસવા માટે-

કેરી ના ટુકડા

ચોકલેટ ચિપ્સ

કેરી નો એક ભાગ લઈ કાપા પાડવા નીચેનો ભાગ માં કાપા ના પડે એનું ધ્યાન આપવું

રીત:

મેંગો આઈસ-ક્રીમ માટે-


એક ઠંડા કરેલા બાઉલ માં ફ્રેશ ક્રીમ લઈ થોડું ફેટી લો. પછી ધીમે ધીમે કેરી નો રસ ઉમેરતા જાઓ અને ફેંટો. બરાબર સ્ટીફ પિકસ થાય ત્યાં સુધી ફેટવું. ધ્યાન રાખવું કે વધારે ના ફેટાઈ જાય નઈ તો ક્રીમ માખણ થઈ જશે.


એક ડબ્બામાં કન્ડેન્સ્ડ મિલ્ક લો એમાં કેરી ના ટુકડા નાખી દો. હવે બીટ કરેલું ક્રીમ ને રસ ઉમેરી દો. બધું બરાબર મિક્ષ કરી દો અને આઈસ-ક્રીમ ને ફ્રિઝર માં સેટ કરવા મૂકી દો. સેટ થતા લગભગ 7-8 કલાક લાગશે.

ચોકલેટ મેંગો માટે-


ડબલ બોઈલર મેથડ થી, મિલ્ક કમ્પાઉન્ડ ને પીગાડી લો.


કેરી ની બેવ બાજુ માં થી આખાં ભાગ કાપી લો. હવે બેવ માં થોડો ભાગ છોડીને કાપા પાડો. હવે આ કાપા પાડેલ ભાગ ને હાથથી દબાવી લો જેથી કરીને એ હાથ ના પંખા જેવું લાગે. આ રીતે કેરી ને એક બટર પેપર પર મૂકી દો. હવે પીગળેલી ચોકલેટ એના ઉપર નાંખો જેથી આખી કેરી ચોકલેટ થી કવર થઈ જાય. 10-12 મિનિટ માટે ફ્રિજ માં સેટ કરવા મૂકી દો.

ફાઇનલ પ્રેઝન્ટેશન:


સેટ મેંગો આઈસ-ક્રીમ ના સ્કુપ્સ પ્લેટ માં વચ્ચે મુકો અને થોડા કેરી ના ટુકડા મુકો. આઇસ-ક્રીમ ની બે બાજુ ચોકલેટ મેંગો મુકો એની ઉપર રંગીન શુગર બોલ્સ નાખો. સાથે બે હાર્ટ આકાર માં સેટ કરેલી ચોકલેટસ મુકો.

હવે સાથે કેરી ના ટુકડા ને ચોકલેટ ચિપ્સ સાથે અલગ અલગ નાના બાઉલ માં મૂકી ને પીરસો.

સ્પર્ધક : Krupa Vinit Shah‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *