કેરી – ફળોનો રાજા સ્પર્ધા – કેરી ના ભજીયા – વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને હજી પણ કેરી મળે છે તો ભજીયા પ્રેમીઓ આજે જ બનાવો…

મિત્રો મોટા ભાગના લોકો કેરી માથી સ્વીટ ડીશ જ બનાવતા હોય છે પરંતુ મે આજે કેરી ના ભજીયા બનાવ્યા છે. જે ખાવા મા એકદમ નરમ હોવાથી નાના- મોટા બધા ખાઇ શકે છે. મોટી ઉંમરે દાંત ની તકલીફ હોય તો પણ આરામ થી આ ભજીયા ખાય શકે છે. મે પહેલી વાર બનાવ્યા છે અને મારા ઘરના બધા જ સભ્યોએ હોંશે હોંશે ખાધા છે તો મિત્રો તમે પણ ચોકકસ બનાવીને કેજો ખૂબજ સરસ લાગશે.

● સામગ્રી :-


1 વાટકી ચણા નો લોટ

1 નંગ પાકી કેરી

નમક સ્વાદ મુજબ

ચપટી ખાવા નો સોડા

ચપટી અજમો

પાણી જરૂર મૂજબ

તળવા માટે તેલ

● રીત :-

સ્ટેપ -1

સૌ પ્રથમ તો એક કઢાઈ મા તેલ ગરમ મૂકી દો.

સ્ટેપ -2


હવે ચણા ના લોટ મા નમક, અજમો, ખાવા નો સોડા નાખી પાણી થી ખીરૂ જેવો લોટ બાંધવો.

સ્ટેપ -3


કેરી ની છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા.

સ્ટેપ -4


હવે કેરી ના ટુકડા ને બનાવેલ ખીરૂ મા ડીપ કરી તેલ મા તળવા. બદામી રંગ ના કરવા.

સ્ટેપ -5


હવે ભજીયા રેડી થઇ ગયા છે તો સોસ અને લીલી ચટણી સાથે સવઁ કરો.

સ્ટેપ -6


લીલી ચટણી માટે કાચી – પાકી કેરી ને ક઼શ કરી હળદળ,નમક,ખાંડ નાખી સહેજ પાણી નાખી ઉકાળી લો. ટમેટો સોસ રેડી છે.

● નોંધ :-

ખાવા નો સોડા ની જગ્યાએ ઈનો નાખી શકાય.મે કેરી ના ભજીયા સાથે કેરી ની જ લીલી ચટણી બનાવી છે. તમે તમારા સ્વાદ મુજબ બીજી કોઈ ચટણી બનાવી શકો.

કેરી ના ભજીયા મહેમાનો ને ખવડાવશો તો એમને પણ કંઈક નવું લાગશે.

સ્પર્ધક : લીના વસંત.

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *