કેરી – ફળોનો રાજા સ્પર્ધા – આંબા ના સ્ટીમ કરેલ મોદક તમારા રસોડામાં રહેલ બહુ ઓછી સામગ્રી થી તૈયાર થઇ જશે આ મોદક…

આ મોદક હેલ્થી અને ઘર માં અવેલેબલ ને ઓછી સામગ્રી માં થી બની જાય છે. તેને તેલ માં ફ્રાય નથી કરતા…પણ સ્ટીમ કરવા થી હેલ્થી પણ બને છે…

ઓહો….પાછા આંબા બનાવટ થી બનેલાં મોદક…😊

સામગ્રી : 1 વાટકી લીલા કોપરા નું ક્રશ કરેલું છીણ

( કોપરા નો કાળો ભાગ કાઢવો. )

1 વાટકી છીણેલો ગોળ

1 વાટકી આંબા નો રેસા વગરનો રસ

1 વાટકી ચોખા નો લોટ


1 વાટકી પાણી

નાની ચમચી વેલચી પાવડર

કેસર

ઘી

ખાંડ

મીઠું

*** આ મોદક આમ ઈઝી છે….પણ પહેલીવાર જરા ધીરજ થી કરજો…

કારણ આપણે કાયમ તળેલા મોદક કરતા હોઈએ છીએ.

પણ હું તમને ઈઝી રીત થી શીખવાડુ છું…😊

રીત : પ્રથમ કઢાઈ માં અર્ધી ચમચી ઘી નાંખી ક્રશ કરેલ કોપરા છીણ, ગોળ એડ કરી સતત હલાવી ગોળા પડતો માવો બનાવી લો…

( એકદમ ડ્રાય નથી કરવા નું સહેજ મોઇશ્રચર રહેવા દો. )

કોપરા માવો ઠંડો પડે ત્યારે તેમા વેલચી પાવડર નાંખી મીક્ષ કરી લો.


હવે, બીજા પેન માં 1 વાટકી પાણી, રસ, 5 થી 7 ચમચી ખાંડ મીઠું નાંખી મીશ્રણ ને 1 મીનીટ ઉકાળી 1 વાટકી ચોખા નો લોટ એડ કરી સરસ મીક્ષ કરી હલાવી….


એક થાળી માં કાઢી.. ગરમ હોય ત્યારે જ સારું મસળો.


હવે મસળેલા લોટ ના લુવા કરી….આંગળી એ તેલ લગાડી વાટકી નો શેપ આપો….

બધી જ બાજુ થી સરખું ગોળ કરો. હવે વાટકી ને કળી ઓ પાડો….

વાટકી ને પહેલી આંગળી થી સહેજ જ પ્રેસ કરી, વાટકી ના બહાર થી અંગૂઠા ને બીજા નંબરની આંગળીથી એકદમ હલકા હાથે પ્રેસ કરી નજીક નજીક કળીઓ કરી મોદક માં માવો ભરી હલકા હાથે સીલ કરી મોદક શેપ આપી


તૈયાર કરો…

હવે મોદક ને ઘી લગાડેલી થાળી માં મૂકી…15 થી 20 મીનીટ સ્ટીમ કરો…ચાહો તો કેસર તાંતણા પણ મોદક પર નાંખી શકો….

મોદક ને મનગમતી રીતે ગાનિઁશ કરી લો..

આમ. ગણપતિ બાપા ના પ્રિય મોદક તૈયાર થશે…

*** સવ પ્રથમ ટ્રાય કરશો ત્યારે થોડી સામગ્રી થી ટ્રાય

કરજો…જેથી ધીરજ ને વસ્તુ નો વ્યય ન થાય. 😊🙏

સ્પર્ધક : Meghna Sadekar

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *