કેરી – ફળોનો રાજા સ્પર્ધા – પાણીપૂરી – ધાણા અને ફુદીનાનું પાણી તો બનાવતા જ હશો આજે બનાવો કેરી ફ્લેવરનું પાણી..

પરિચય:- પાણીપુરીનુ નામ આવતાજ મોઢામાં પાણી આવી જાય. જે લગભગ બધાની ફેવરિટ હોય છે. પાણીપુરી અલગ અલગ ફ્લેવર ના પાણી થી બનાવાય છે પણ મેં એક અલગ ફ્લેવર આપીને બનાવી છે, “કાચી કેરીનું પાણી”. કેરી પણ બધાની ફેવરિટ હોય છે જેથી મેં કેરીનુ પાણી બનાવી પાણીને નવો ટ્વિસ્ટ આપ્યો છે અને આ સાથે મેં કેરીની ચટપટી તીખી ચટણી બનાવી છે, જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. પાણીપુરીનો મસાલો બનાવવા માટે મેં મિક્ષ કઠોળનો ઉપયોગ કર્યો છે જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.

બનાવવાનો સમય : 30 મિનિટ

વ્યક્તિ :4

સામગ્રી :-

કેરી – 2 મિડિયમ સાઇઝની

મીક્ષ કઠોળ(મગ, મઠ, ચણા, ચોળા, સફેદ વટાણા) – 1 વાટકી

ડુંગળી – 2

ટામેટાં – 2

ફુદીનો – 1 વાટકી

કોથમીર – 1 વાટકી

લીલા મરચા – 4 નંગ

જીરું – 1 ચમચી

સંચળ પાઉડર – 2 ચમચી

લાલ મરચું – 2 ચમચી

જીરાનો પાવડર – 1 ચમચી

ચાટ મસાલો – અડધી ચમચી

ગોળ – સ્વાદ મુજબ

મીઠું- સ્વાદ મુજબ

બુંદી – જરુર મુજબ

પુરી – 1 પેકેટ

રીત :

1)સૌ પ્રથમ 1વાટકી મિક્ષ કઠોળ લેવા, કઠોળ તમારી પસંદગીના વધારે ઓછા લઈ શકો છો.

2)બધા કઠોળ ને અલગ અલગ બાઉલમાં 7 થી 8 કલાક પલળવા દેવા.

3)બધા કઠોળ ને અલગ અલગ બાફિ દેવા. બફાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી ઠંડા થવા દેવા.

4)બધા કઠોળને એક બાઉલમાં મિક્સ કરી દેવા.

5)હવે તેમાં 2 ટામેટા, 2 ડુંગળી જીણી સમારીને નાખવી. 1 ચમચી લાલ મરચું. 2 લીલા મરચા જીણા સમારેલા નાખો. અડધી ચમચી જીરું પાવડર નાખો. સ્વાદ મુજબ મીઠુ નાખો. 1 ચમચી કોથમીર નાખી મિક્સ કરી કઠોળ નુ મિશ્રણ તૈયાર કરવુ.

6) કાચી કેરી નુ પાણી બનાવવા માટેઃ સૌથી પહેલાં કાચી કેરી ને કાપીને ટુકડા કરી લેવા. 1વાટકી ફુદીનો, 1 ચમચી કોથમીર, અડધી ચમચી જીરું, 1 ચમચી સંચળ પાવડર નાખી ને મીક્ષર મા ચટણી ની જેમ બનાવી લેવુ.

7) એક વાસણમાં કેરી ની પેસ્ટ ને ગળણી થી ગાળી લેવી. તેમા 4 ગ્લાસ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો તેમા સ્વાદ મુજબ મીઠુ નાખી કેરી નુ પાણી તૈયાર કરવુ.

8) કાચી કેરી ની ચટણી બનાવવા માટે 1 કેરીના ટુકડા કરી તેમાં 5 ચમચી ગોળ નાખો. મીઠુ સ્વાદ મુજબ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી જીરું પાવડર, ચપટી સંચળ બધું મિક્ષ કરી ચટણી તૈયાર કરવી.

સર્વિગ : હવે પુરીમા કાણું પાડી તૈયાર કરેલુ કઠોળનુ મિશ્રણ નાખો ઉપર થોડી કેરીની ચટણી નાખો, ઉપરથી કાચી કેરી પાણી નાખી પ્લેટમાં સર્વ કરો. અને ચટપટી પાણીપુરીનો આનંદ માણો.

સુચન:

બધા કઠોળને અલગ અલગ બાફવા કેમકે, ચણા અને વટાણા ને ચડતા સમય વધારે લાગે છે.

કેરીમાં ખટાશ હોય છે એટલે કોઈ પણ ખાટી વસ્તુ નાખવી નહિ.

સ્પર્ધક : મીતા જૈન (અમદાવાદ)


તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *