કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો ફિરની – દૂધ, ચોખા, કેરી, ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ડેઝર્ટ રેસીપી…

મેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે.

તૈયારી નો સમય :30 મિનીટ

બનાવવા નો સમય :30 મિનીટ

સર્વિગ:3

#મેંગો ફિરની

સામગ્રી:

1 લિટર ફુલ ક્રીમ દૂધ

2 ટેબલ સ્પૂન બાસમતી ચોખા

1/2 કપ ખાંડ

1 કપ મેંગો પલ્પ

2 ચમચી કેસર વાળું દૂધ

1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર

5-6 ગુલાબ ની પાંદડી

બદામ પિસ્તા કાપેલા 3-4 ચમચી

2 ચમચી તાજા કેરી ના ટુકડા

1 વરખ

રીત:

*ચોખા ને 1/2 કપ પાણી માં પલાળી રાખો પછી પાણી કાઢી મિક્સર માં પીસી ને દરદરી પેસ્ટ બનાવો.


*દૂધ ને ગરમ કરવા મુકો જ્યારે એક ઉકાળો આવી જાય ત્યારે ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકળવા દો.


*જ્યારે દૂધ થોડું ગાઢું થઈ જાય ત્યારે તેમાં ચોખા ની પેસ્ટ નાંખો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટી ના જાય


* જ્યારે ચોખા બરાબર રંધાઈ જાય ત્યારે ખાંડ નાખી બરાબર મિક્સ કરો.


*હવે કેસર વાળું દૂધ નાંખી મિકસ કરો.2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.


*હવે ઈલાયચી પાવડર ,સૂકામેવા,ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો.


*ઠંડુ થાય એટલે મેંગો પલ્પ નાખી મિક્સ કરી દો અને ફ્રીઝ માં 1 કલાક ઠંડુ થવા દો.


*સર્વ કરતી વખતે ઉપર થોડા તાજા કેરી ના ટુકડા અને ડ્રાયફ્રુટ કતરણ, નાંખી વરખ લગાઈ સર્વ કરો.

સૂચન:

* ફિરનીમાં વધુ ક્રીમી ટેક્સચર મેળવવા માટે સંપૂર્ણ ક્રીમી જાડા દૂધનો જ ઉપયોગ કરો.

*મેંગો ના મીઠાશના આધારે ખાંડની માત્રાને વધ-ઘટ કરો.

*ચોખાને ઓછા માં 30 મિનિટ સુધી પલાળો પછી જ આછી દરદરી પેસ્ટ બનાવો.

*ફિરની જ્યારે ઠંડી પીરસવામાં આવે ત્યારે જ તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે.

સ્પર્ધક : રાની સોની (ગોધરા)

 

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *