કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો કેક – બાળકોને બનાવી આપો આ નવીન કેક, ગેસ પર બનાવી શકશો…

હેલો ફ્રેન્ડસ, અત્યારે કેરી ની સીઝન ચાલી રહી છે.અને દરેક ને કેરી ભાવતી હોય છે તો આજે હું એક અલગ પ્રકારે તેને તમારી આગળ રજૂ કરી રહી છું મિત્રો ખાસ કરીને આપણે કેક ઑવન માં બનાવતા હોઈએ છીએ પણ આજે હું આ કેક કઢાઈમાં બનાવવાની છું તો શાયદ મારી રેસિપી તમને લોકોને પસંદ આવે.

#સામગ્રી#

૧-કપ કેરી નો રસ(કેસર)

૧-કપ સોજી ઝીણી

૧/૪-કપ તેલ

૧/૨-કપ દળેલી ખાંડ

૧ચમચી બેંકીંગ પાવડર

૧/૨ ચમચી ખાવાનો સોડા

૨-૩ટીપા વેનિલા એસેન્સ

ચપટી પીળો ફૂડકલર

પીસ્તા અને બદામની કતરણ

ડસ્ટિ્ગં માટે ઘી અને મેંદો

#રીત#


સ્ટેપ- ૧ સૌથી પહેલાં તો આપણે એક બાઉલ લઈશુ તેમાં કેરી નો રસ લઈ અંદર સોજી અને દળેલી ખાંડ ઉમેરી હલાવી લેવું


સ્ટેપ-૨ ત્યાર બાદ તેમાં ૧/૪ તેલ ઉમેરી બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું આટલું કર્યા પછી મિશ્રણને ૧૦મિનિટ ઢાંકી ને રહેવા દો.


સ્ટેપ-૩ હવે મિશ્રણને ૧૦ મિનિટ નો આરામ મળે ત્યાં સુધી આપણે એક કઢાઈમાં રેતી લઈ તેમાં એક સ્ટૅન્ડ કે કાંઠો મૂકી ધીમી આંચ પર ગરમ કરવા મૂકી દઈશું અને જેમાં આપણે કેક તૈયાર કરવાના છે તે ટિન ને ઘી લગાડીને મેંદો ભભરાવી તૈયાર કરી દઈશું


સ્ટેપ-૪ હવે કેકના મિશ્રણ માં એક ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી ખાવાનો સોડા નાંખીશું બાદ તેમાં ચપટી પીળો ફૂડકલર અને ૨-૩ ટીપાં વૅનિલા એસેન્સ નાંખી બરાબર હલાવી લેવું


સ્ટેપ-૫ હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે ઘી અને મેંદો ભભરાવી ને ડસ્ટિ્ગં કરેલા કેક ના ટિન માં રેડી દઈશું અને તેની ઉપર પીસ્તા અને બદામની કતરણ ભભરાવી દઈશું


સ્ટેપ-૬ હવે તૈયાર કરેલા કેક ટિન ને ગરમ થયેલી કઢાઈમાં મૂકી દઈશું અને તેના પર એક થાળી ઊંધી ઢાંકી દો ને તેને ધીમા તાપે થવા દઈશું


સ્ટેપ-૭ કેક ને તૈયાર થતા લગભગ અડધો કલાક થશે તેને ચેક કરવા ટૂથપીક કે ચપ્પા વડે અણી વાળો ભાગ કેક માં ખૂંપી જોવો જો તે એકદમ સાફ નીકળે તો સમજવું કે કેક તૈયાર થઈ ગઈ ને જો તે ચપ્પા કે ટૂથપીક ને ચોંટે તો ૫ મિનિટ રહેવા દેવું


સ્ટેપ-૮ હવે કેક તૈયાર થઈ ગઈ છે તો તેને કાઢી લો અને ૧૦ મિનિટ પછી તેને અનમોલ્ડ કરી લો અને ધીમેથી સર્વિગ પ્લૅટમા લઈ કટ કરી લો તો તૈયાર છે મેંગો કેક.


નોંધ: તમે સોજી ની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો.અને તેલ ના બદલે બટર પણ લઈ શકો છો અને જો આ રીતે તમે કેક બનાવશો તો ચોક્કસથી આવી જ બનશે.

સ્પર્ધક : સોનલ પ્રજાપતિ

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *