કેરી – ફળોનો રાજા સ્પર્ધા – ક્રીમી મેંગો મૂસ્સ – પાકી કેરી અને ક્રીમના મિશ્રણ વાળી આ વાનગી એકવાર જરૂર બનાવજો…

ક્રીમી મેંગો મૂસ્સ

* ઊનાળાની સિઝનમાં ફળોમાં કેરીની બોલબોલા હોય છે. જાતજાતની કેરીઓ જોવા મળે. પણ સૌથી વધારે જો કેરીની જાત વખણાતી હોય તો તે છે કેસર કેરી. કાચી કેરીના અથાણાં નખાય અને પાકી કેરીનો રસ ખવાય. તો, ચાલો મિત્રો આજે હું લાવી છું બધાં માટે ઝટપટ બનતી અને ઊનાળાની ગરમીમાં ઠંડક આપતી પાકી કેરીની રેસિપી.

*ક્રીમી મેંગો મૂસ્સ*

સામગ્રી:-

* ૨ નંગ પાકી કેસર કેરી

* ૧ ચમચી ખાંડ

* ૫૦ ગ્રામ તાજું ક્રીમ

* ૫૦ ગ્રામ ટ્રૂટીફ્રૂટી

બનાવવા માટેની રીત:-


(૧) સૌપ્રથમ ૨ પાકી કેરીમાથી એક કેરીને સમારી અને તેમાં ખાડ ઉમેરી મિકસરમા પલ્પ બનાવો.


(૨) ત્યારબાદ બીજી કેરીને નાના ટૂકડા કરી રાખો.


(૩) હવે કેરીના અડધા પલ્પમાં થોડું ક્રીમ ઉમેરો અને થોડું ક્રીમ બાકી રાખો.


(૪) એક સર્વિંગ ગ્લાસમાં તળિયે સૌપ્રથમ ક્રીમ વાળા પલ્પનું લેયર કરો.


(૫) ત્યારબાદ ઉપર થોડી ટ્રૂટીફ્રૂટી ઉમેરો. ત્યારબાદ થોડું ક્રીમ ઉમેરો.થોડાં કેરીના ટૂકડા ઉમેરો


(૬) હવે તેના પર કેરીનો ક્રીમ વગરના પલ્પનો લેયર કરો. થોડી ટ્રૂટીફ્રૂટી અને કેરીના ટૂકડા ઉમેરો.


(૭) છેલ્લે ઉપર ક્રીમ અને કેરીના ટૂકડા ઉમેરી ટ્રૂટીફ્રૂટી થી સજાવો અને ફ્રીજમા ઠંડુ કરવા મૂકી દો.

તો તૈયાર છે ગરમીમાં ઠંડકનો અહેસાસ આપતું “ક્રીમી મેંગો મૂસ્સ”

સ્પર્ધક : વર્ષા જોષી‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *