કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો શ્રીખંડ – હવે તમારે મેંગો શ્રીખંડ બહારથી લાવવાની જરૂરત નહિ રહે ઘરે જ બનાવો પરફેક્ટ રેસિપી..

કેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય છે. કેરી એ સૌની સ્વાદ પ્રિય વસ્તુ છે. તેથી જ તો કેરી ને ફળો નો રાજા કહેવામાં છે. કેરી માંથી જુદી-જુદી વાનગીઓ બને છે. જેમ કે મેંગો કુલ્ફી, મેંગો ફિરની, આમ પાપડ, મેંગો ફાલુદા, આમ પન્ના, મેંગો રસ મલાઈ, મેંગો હલવો, મેંગો શ્રીખંડ અને બીજી ઘણી બધી……

🌹તો ફ્રેંડસ… આજે હું મેંગો શ્રીખંડ ની રેસીપી લઇ ને આવી છું.જે તમારી સાથે શેર કરું છું.

🌹તો ચાલો આપણે ઉનાળામાં ઠંડક આપતું મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવીએ….

🌹તેના માટે ની સામગ્રી છે….

1 લિટર ફૂલ ક્રિમ દૂધ નું જમાવેલું દહીં, સ્વાદ મુજબ દળેલી ખાંડ, 2 નંગ પાકી કેરી, જરૂર મુજબ ડ્રાયફ્રુટ

🌹મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવવાની રીત…

સ્ટેપ-1 સૌ પ્રથમ જમાવેલ દહીં નો મસ્કો બનાવવા માટે તેને એક કોટન કપડાં માં કાઢી તેને 8 થી 10 કલાક માટે બાંધી રાખો જેથી તેમાંથી વધારા નું પાણી નીતરી જાય. 8 થી 10 કલાક બાદ આપણો મસ્કો તૈયાર થઈ જશે. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લો.

સ્ટેપ-2 હવે કેરી ને ધોઈ તેની છાલ કાઢી તેના ઝીણા પીસ કરી લો.

સ્ટેપ-3 ત્યાર બાદ મસ્કા માં કેરી ના પીસ ઉમેરો. અને જરૂર મુજબ ખાંડ નાખી એકદમ સારી રીતે મિક્સ કરો. જેથી કેરી ના પીસ એકદમ એકરસ થઈ જશે.

સ્ટેપ-4 હવે આ શ્રીખંડ માં ડ્રાયફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો. હવે તેને તમે તમારી ઈચ્છા મુજબ ગાર્નિશ કરી સર્વ કરો.

🌹નોંધ:-

🔹 આ મેંગો શ્રીખંડ માં તમે એલચી પાવડર પણ નાખી શકો છો.

🔹આમાં તમે મેંગો એસન્સ અને મેંગો કલર નાખી ને પણ બનાવી શકો છો.

🔹મેંગો પલ્પ નાખી ને પણ બનાવી શકો છો.

🔹પરંતુ મારી ફેમિલી ને આ રીતે કેરી ના પીસ નાખી ને બનાવેલ મેંગો શ્રીખંડ ખૂબ જ ભાવે છે. અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તેથી હું આ રીતે બનવું છું.

🌹તો ચોક્કસ થી બધા ટ્રાઈ કરશો…..

યમ્મી યમ્મી મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ…..

સ્પર્ધક : Yamuna H Javani‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *