રૂટીન સબ્જી માટે ન્યૂ આઈડીયા અને ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

આજે આપણે રૂટિન સબ્જી માટે ન્યુ આઈડિયા અને ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવાની ટિપ્સ જોઈશું. રોજ રોજ એકના એક શાક ખાઈ ને કંટાળ્યા ગયા છે તો આપણે ઢાબા સ્ટાઈલ સબ્જી કઈ રીતે બને તેના આઇડીયા જોઈશું.તો ચાલો જોઈ લઈએ ટિપ્સ.

1- સૌથી પહેલા આપણે ભીંડા ની વાત કરીશું ઘણા લોકો ને ભીંડા નું શાક નથી ભાવતું તો તેમાં શું નવું વેરીએસન કરી શકો.અલગ રીતે કરવુ હોય તો ભીંડા ને તળી ને પણ કરી શકાય છે.નોર્મલી આપણે ભીંડા નું શાક બનાવો તે રીતે જ બનાવવાનું પણ જ્યારે ભીંડા વઘારો ત્યારે તેમાં પહેલા મીઠું એડ નથી કરવાનું જો વઘાર તી વખતે એડ કરશો ને તો ભીંડા વધારે ચીકણા થઈ જાય છે.આ વાત નું ખાસ ધ્યાન રાખજો.

2- ભીંડા ને થોડા ચડવી લેવાના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરી લઈશું. મસાલો પણ સરસ કરી લેવાનો અને થોડો ચણા નો લોટ એડ કરી લેવાનો છે પછી તેમાં અડધો કપ દહીં એડ કરી લેવાનું છે.જો તમે ૫૦૦ ગ્રામ ભીંડા નું શાક બનાવતા હોય તો જ્યારે ચડી જશે ને ત્યારે બહુ ઓછું થઈ જશે અને પછી તેમાં અડધો કપ દહીં એડ કરવાનું છે તેની સાથે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કરી લઈશું. અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમને ગમે ને તો થોડો કીંચન કિંગ મસાલો એડ કરીશું.તો ટેસ્ટ બહુ સરસ આવશે.


3- હવે તમે દહીં ભીંડી બનાવજો. આવી જ રીતે દુધી નું શાક તો તમે રોજ બરોજ બનાવતા હોવ છો.પણ દુધી નું શાક ભાવે છે નથી ભાવતું? દુધી નું નામ આવે ને એટલે ઘર માં બધા નું મોં ચડી જતું હોય છે.પણ દુધી નો ઓળો બનાવજો.આ બહુ સરસ બને છે પહેલા દુધી ને બાફી લેવાની છે અને પછી ટામેટા ની પ્યુરી બનાવી લેવાની છે.અને ટામેટા ની પ્યુરી વઘારી લેવાની છે.તેને તેલ માં જ જીરા થી વઘાર કરી લેવાનો છે તેમાં હીંગ,હળદર અને જીરા નો વઘાર કરી અને ટામેટા પ્યુરી ને સાંતળી લેવાની છે.તમે ૫૦૦ ગ્રામ દૂધી લો તો ત્રણ ટામેટા લેવાના છે.

4- હવે તેમાં પાઉંભાજી મસાલો એડ કરીશું.લાલ મરચું પાવડર,ધાણાજીરૂ પાવડર અને ચાટ મસાલો આ બધી જ વસ્તુ એડ કરવાની છે આ બધા રૂટિન ના જ મસાલા છે આ બધા જ મસાલો ઉપયોગ કરી તેને સાંતળી લેવાનું છે અને દુધી બાફી હતી તેને મેસર થી મેસ કરી લેવાની છે.અને તે જ દુધી ટામેટા ની ગ્રેવી માં એડ કરી લઈશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન મલાઈ એડ કરીશું.

5- મલાઈ એડ કરશો તો તેનો કલર બદલાઈ જશે.અને તેની સાથે એક ટેબલ સ્પૂન દહીં એડ કરીશું.જ્યારે તમે મસાલો ઉમેરો ને કોઈ પણ શાક માં ત્યારપછી તેને સરસ હલાવી ઢાંકી ને લગભગ પાંચ મિનિટ માટે કુક કરી લઈશું.જેથી તેનો સ્વાદ શાક માં ઉતરી જાય અને સરસ ઉકળી જાય.આપણે શું કરીએ છે કે શાક માં મસાલો એડ કરી ને તરતજ હલાવી લઈએ અને તેને તરત જ બાઉલ માં લઈ લેતા હોય છે. જો તમે ૨૫૦ ગ્રામ શાક બે જણ ને થતું હોય છે.માટે એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે.અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટેબલ સ્પૂન ધાણાજીરુ એડ કરીશું.અને અડધા પ્રમાણ માં હળદર એડ કરીશું,મરચું તો શાક માં જોઈએ જ પણ તેની સાથે બીજા બધા મસાલા પણ જોઈએ.

6- તો જ શાક નો ટેસ્ટ સરસ આવે છે આપણે એવું કરતા હોય છે કે મરચું એડ કરતા હોય છે પણ ધાણાજીરું ઓછું એડ કરતા હોય છે એટલે શાક નો ટેસ્ટ નથી આવતો એજ શાક નો ટેસ્ટ નથી આ બધા મસાલા થી શાક નો ટેસ્ટ બને છે.અને હીંગ પણ અડધી ટી સ્પૂન એડ કરીશું.મોટા ભાગ ના શાક બનાવો ત્યારે આ જ માપ લેવાનું છે કોઈક વાર એવું થાય કે ધાણાજીરું ઓછું પડે, જો કોબીજ નું શાક બનાવતા હોય તો તેમાં ધાણાજીરું ઓછા પ્રમાણમાં એડ કરવાનું. જો ધાણાજીરું વધારે એડ કરો તો શાક કાળુ પડી જતું હોય છે.એટલે હવે આ રીતે શાક બનાવો ત્યારે આ જ માપ ફોલો કરજો.તો એકદમ પરફેક્ટ બનશે.

7- જ્યારે તમે કોઈપણ શાક બનાવો ત્યારે ડાયરેક શાક માં પાણી એડ નથી કરવાનું,જો પાણી એડ કરશો તો શાક નો ટેસ્ટ જતો રહેશે.શાક નો ઓરિજીનલ ટેસ્ટ જતો રે છે અને મસાલા નો ટેસ્ટ પણ જતો રે છે.તો શું કરવાનું શાક ચડવા માટે? શાક ઉપર થાળી મૂકી દેવાની અને પાણી મૂકી દેવાનું છે જેથી કરી ને અંદર વરાળ થાય એટલે શાક ચડી જશે.આ રીતે બનાવેલું શાક બહુ સરસ લાગશે,શાક ને એકદમ ધીમા તાપે જ ચડવાનું છે.જો એકદમ ધીમા ગેસ પર શાક ચડવસો તો એકદમ સરસ શાક તૈયાર થશે.

8- જો ગેસ ફાસ્ટ રાખશો તો શાક બળી જશે.અને શાક નો કલર બદલાઈ જશે.અને હવે બીજા ગ્રીન શાક ચોળી, ફણસી, ટીડોળા આ બધા શાક બનાવતી વખતે શું થાય કે ઉપર થી સોડા એડ કરીશું.જેથી કરી ને શાક જલ્દી ચડી જાય છે જેથી શાક નો કલર ગ્રીન જ રહે છે અને એક બીજી ટિપ્સ જોઈશું કે જ્યારે તમે શાક વઘારો ત્યારે તેમાં જ ચપટી સોડા એડ કરી દેવાનો.જેથી કરી ને પુરે પૂરા બધા જ શાક માં સોડા ભળી જશે.અને તેની સાથે સાથે મીઠું પણ એડ કરવાનું છે પણ મીઠું તેલ માં નઈ એડ કરવાનું શાક તમે વઘારી લો એટલે તેમાં મીઠું મિક્સ કરી લેવાનું છે.આપણે બહુ નાની નાની ટિપ્સ જોઈ હવે આની સાથે મસ્ત મજાના શાક ની રેસિપી જોઈશું.


9- ઢાબા સ્ટાઈલ મિક્સ વેજિટેબલ સબ્જી ની રેસિપી જોઈશું.આ શાક એવું છે કે તમારા રૂટિન ના તમારા મસાલા છે તેમાંથી જ બની જાય છે સાંજના આપણે શાક બનાવતા હોઈએ છીએ ત્યારે આવો પ્રોબ્લેમ થતો હોય છે ભીંડા,તુરીયા,ગલકા અને ટીંડોળા આવા શાક સાંજના નથી ભાવતા હોતા તો સાંજના શું કરવાનું તો પંજાબી શાક.પંજાબી શાક રોજ થોડી બનાવવાનું હોય તેનાં માટે કેટલો બધો સમય જાય.તેના માટે ની એક સરસ રેસિપી જોઈ લઈએ.કોબી અને કેપ્સિકમ સૌથી પહેલા તેલ મૂકી અને હીંગ, હળદર અને જીરા નો વઘાર કરી કોબી અને કેપ્સિકમ એડ કરી લેવાના. કોબી લગભગ એક બાઉલ બહુ મોટી નઈ અને નાની પણ નઈ તેવી ચોરસ ટુકડાં માં કાપી લેવાની છે તેવી રીતે કેપ્સિકમ ને પણ આ રીતે સમારી લેવાનું છે.

10- હવે આને વઘારી ને એક મિનિટ માટે સાંતળો.ત્યાર સુધી એક મસાલો રેડી કરી લઈશું.મસાલા માટે બે ટેબલ સ્પૂન ટામેટા નો સોસ લેવાનો છે,ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર ત્યારબાદ બે ચમચી ધાણાજીરૂ આપણું જે મસાલા નું માપ છે ને તે યાદ રાખવાનું છે.ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો હવે આ મિશ્રણ મિક્સ કરી લઈશું આ મસાલો તૈયાર કર્યા તે શાક માં ઉમેરી દેવાનો છે.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ફરી થી બીજું મિશ્રણ ઉમેરવાનું છે દહીં અને ક્રીમ આ મસાલો ટામેટા સોસ સાથે નું મિશ્રણ ઉમેર્યું ને તેને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તેને ઢાંકી ને ધીમા તાપે. હવે તેમાં દહીં અને ક્રીમ નું મિશ્રણ. લગભગ પા કપ દહીં અને તેની સાથે એક ટેબલ સ્પૂન ક્રીમ આ બન્ને વસ્તુ મિક્સ કરી અને શાક માં ઉમેરી દઈશું.

11- ત્યારબાદ શાક ને સરસ હલાવી લઈશું તમે જોશો ને તો શાક નો કલર એકદમ સરસ આવી ગયો છે એકદમ બહાર જેવો જ આવ્યો છે.અને તેમાં કિચન કિંગ મસાલો પણ એડ કરવાનો છે એ તો આપણે ભૂલી જ ગયા.જે ટામેટા સોસ નું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે આ મસાલો ખાસ યાદ રાખજો આના થી શાક નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.હવે દહીં અને ક્રીમ નું મિશ્રણ પણ આપણે એડ કર્યું ફરી થી તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું જેથી કરી ને તેલ છે તે છૂટું પડી જશે હવે પા ચમચી કસ્તુરી મેથી એડ કરી દેવાની હવે એકવાર હલાવી લેવાનું ત્યારબાદ તેને ફરી થી ઢાંકી ને કુક થવા દઈશું,આ શાક એકદમ ઝડપ થી બની જાય છે આ શાક પરાઠા સાથે અને રોટલી સાથે બહુ સરસ લાગે છે તો હવે આ ચોક્કસથી બનાવજો અને ટિપ્સ ને ફોલો કરજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *